હિમાલયમાં રહેતા યોગીજીના ભરોસે 301 લાખ કરોડ રૂપિયાનાં નિર્ણય! NSEના પૂર્વ MD ચિત્રા રામકૃષ્ણએ લીધેલા નિર્ણયો પર થયો ખુલાસો

ચિત્રા રામકૃષ્ણને એપ્રિલ 2013માં એનએસઇના એમડી અને સીઇઓ બનાવાયા હતા અને તેમને દિલ્હીના એક પાવરફુલ રાજકારણીનો સપોર્ટ હતો એવુ સુત્રોનું કહેવુ છે.

હિમાલયમાં રહેતા યોગીજીના ભરોસે 301 લાખ કરોડ રૂપિયાનાં નિર્ણય! NSEના પૂર્વ MD ચિત્રા રામકૃષ્ણએ લીધેલા નિર્ણયો પર થયો ખુલાસો
NSE MD Chitra Ramkrishna - File PhotoImage Credit source: coutresy- irshadgul
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 9:54 AM

ભારતના સૌથી મોટા નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના પૂર્વ CEO અને MD ચિત્રા રામકૃષ્ણએ હિમાલયમાં રહેતા કોઈ યોગીના પ્રભાવમાં આવી NSE સાથે જોડાયેલા મોટા નિર્ણય લીધા હતા. આ ઉપરાંત ચિત્રા રામકૃષ્ણ સહિત અન્ય બે વ્યક્તિઓને સેબીએ મહત્ત્વના હોદ્દા પર નિયમ વિરૂદ્ધ નિમણુંક અને સવલતો આપવા બદલ કુલ રૂ. 9 કરોડનો જંગી દંડ ફટકારવાની સાથે અન્ય અંકુશો લાદ્યા છે. રામકૃષ્ણ, NSE અને ચાર અન્ય વિરૂદ્ધ સેબીએ શુક્રવારે તપાસના આદેશ આપ્યા છે. આ કેસમાં સૌથી આશ્ચર્યજનક બાબત છે ચિત્રા રામકૃષ્ણને માર્ગદર્શન આપનાર હિમાલયમાં રહેતા ‘શિરોમણી’, જેને તેઓ ક્યારેય રૂબરૂ મળ્યા નથી માત્ર ઈ-મેઈલથી જ બંને વચ્ચે છેલ્લા 20 વર્ષથી વાતચીત થાય છે. એનએસઈ વિરુદ્ધ સેબીના 190 પાનાના આદેશમાં ‘અજ્ઞાત વ્યક્તિ’ (yogi) શબ્દનો 238 વાર ઉલ્લેખ કરાયો છે.

સેબીના આદેશમાં જણાવ્યા મુજબ એનએસઇના પૂર્વ એમડી અને સીઇઓ ચિત્રા રામકૃષ્ણ rigyajursama@outlook.com ઈ-મેઈલ એડ્રેસ પર આ ‘શિરોમણી’ નામક આ અજાણી વ્યક્તિને સ્ટોક એક્સચેન્જનું માળખું, નાણાકીય પરિણામો, ડિવિડન્ડ રેશિયો, બિઝનેસ પ્લાન્સ, બેઠકોના મુખ્ય એજન્ડા અને હ્યુમન રિસોર્સ પોલિસી જેવી એક્સચેન્જની ગોપનીય માહિતી આપતા અને તેના વિશે ચર્ચા કરતા હતા.

સેબીએ કર્યો ખુલાસો

સેબીના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ‘ચિત્રા રામકૃષ્ણ હિમાલયમાં રહેતા યોગીથી ઘણા પ્રભાવિત હતા. મહત્વની વાત એ છે કે આ યોગીને તેમણે ક્યારેય જોયા નથી, માત્ર ત્રણ વેદના નામ વાળા ઈમેઈલ આઈડીના ઉપયોગથી વાતચીત થતી હતી. આ નિર્ણયમાં આનંદ સુબ્રમણ્યમની નિયુક્તિ પણ સામેલ છે.’

Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !

ઉલ્લેખનીય છે કે ચિત્રા રામકૃષ્ણને એપ્રિલ 2013માં એનએસઈના એમડી અને સીઈઓ બનાવાયા હતા અને તેમને દિલ્હીના એક પાવરફુલ રાજકારણીનો સપોર્ટ હતો એવુ સુત્રોનું કહેવુ છે. જો કે કો-લોકેશન અને અલ્ગો ટ્રેડિંગ કૌભાંડ અને આનંદ સુબ્રમણ્યમની નિમણૂકમાં સત્તાનો દુરુપયોગ કરવા બદલ રામકૃષ્ણને ડિસેમ્બર 2016માં એનએસઈમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

18 જાન્યુઆરી, 2013ના રોજ આનંદ સુબ્રમણ્યમને એનએસઈમાં ચીફ સ્ટ્રેટેજીક એડવાઈઝરની ઓફર કરાઈ હતી. તે સમયે તેમને બાલ્મેર લોરીના છેલ્લા રૂ. 15 લાખના વાર્ષિક પગાર સામે એનએસઈ એ રૂ. 1.68 કરોડના વાર્ષિક સેલેરી પેકેજ આપ્યું હતું. માર્ચ 2014માં રામકૃષ્ણને સુબ્રમણ્યમ માટે 20 ટકાનો પગાર વધારો મંજૂર કરતા તેનું વાર્ષિક સેલેરી પેકેજ રૂ. 2.01 કરોડે પહોંચી ગયું. ત્યારપછીના માત્ર પાંચ જ અઠવાડિયામાં ફરી પગાર 15 ટકા વધારીને રૂ. 2.31 કરોડ કરાયો હતો.

વર્ષ 2015 સુધીમાં તો સુબ્રમણ્યમનો પગાર વધીને રૂ. 5 કરોડે પહોંચી ગયો હતો. તેમને ચિત્રા રામકૃષ્ણની પાસેની કેબિન આપવામાં આવી હતી. આ બધુ જ પેલા અદ્રશ્ય યોગી’શિરોમણી’ની સૂચનાના આધારે ચિત્રા રામકૃષ્ણને કર્યુ હતુ. સેબીએ વિશ્લેષ્ણમાં જણાવ્યુ કે ‘યોગી’ સાથે ચિત્રા રામકૃષ્ણનું જોડાણ નાણાં બનાવવાની સ્કીમ હોવાનું સ્પષ્ટ દેખાય છે.

ફોરેન્સિક ઓડિટમાં જણાવ્યા મુજબ ચિત્રા રામકૃષ્ણ અને સુબ્રમણ્યમની જ ઈમેજ ચેક કરવામાં આવી હતી, જ્યારે તેમને સોંપવામાં આવેલા લેપટોપનો એનએસઈ દ્વારા ઈ-વેસ્ટ તરીકે નિકાલ કરવામાં આવ્યો હતો. તેમના અંગત ઈમેઈલ પણ ફોરેન્સિક ઓડિટ માટે ઉપલબ્ધ નહોતા.

દોષીઓને કુલ રૂ.9 કરોડનો દંડ

સેબીએ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ), તેના પૂર્વ સીઈઓ ચિત્રા રામકૃષ્ણન અને અન્ય બે અધિકારીઓ રવિ નારાયણ અને આનંદ સુબ્રમણ્યમને કુલ 9 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત વીઆર નરસિંહાને 6 લાખ રૂપિયાનો દંડ કર્યો છે. આ કાર્યવાહી એનએસઈના ચીફ ઓપરેટિંગ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટરના સલાહકાર તરીકે આનંદ સુબ્રમણ્યનની નિમણુંકમાં સિક્યોરિટી કોન્ટ્રાક્ટના નિયમોનો ઉલ્લંઘન બદલ કરાઈ છે. સેબીએ દંડની રકમ 45 દિવસમાં જમા કરવા આદેશ કર્યો છે.

એનએસઈમાંથી એક્ઝિટ વખતે રૂ.44 કરોડ ચૂકવાયા

કો-લોકેશન વિવાદ બાદ એનએસઈમાંથી ચિત્રા રામકૃષ્ણને રાજીનામું આપ્યુ તે સમયે બાકી લેણાં અને પગાર પેટે રૂ. 44 કરોડ ચૂકવાયા હતા.

આ પણ વાંચો :IPL 2022: પંડ્યા બ્રધર્સ મુંબઈથી અલગ થયા તો ડુ પ્લેસિસે ચેન્નાઈ છોડ્યુ, આ છે ઓક્શનની ‘બ્રેકઅપ સ્ટોરીઝ’, જુઓ

આ પણ વાંચો :મહારાષ્ટ્રમાં ભાજપ-કોંગ્રેસ આમને-સામને, દેવેન્દ્ર ફડણવીસના બંગ્લાની બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓનું આંદોલન

g clip-path="url(#clip0_868_265)">