LIC IPO: 10 માર્ચે ખુલી શકે છે દેશનો સૌથી મોટો IPO, જાણો યોજનાની મહત્વની 15 બાબતો

LIC IPO : મળતી માહિતી મુજબ કંપનીની ઈશ્યુ પ્રાઇસ રૂ. 2000-2100 હશે. LICનું ઇશ્યૂ કદ રૂ. 65,000 કરોડ છે.

LIC IPO: 10 માર્ચે ખુલી શકે છે દેશનો સૌથી મોટો IPO, જાણો યોજનાની મહત્વની 15 બાબતો
Life Insurance Corporation of India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 6:35 AM

LIC IPO: દેશના સૌથી મોટા IPOની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. LICનો IPO 10 માર્ચે ખુલી શકે છે. IPO માં સબસ્ક્રાઇબ કરવા માટે 14 માર્ચ સુધીનો સમય હશે. જોકે, સરકારે હજુ સુધી ઔપચારિક રીતે LICના IPO ખોલવાની તારીખની જાહેરાત કરી નથી.

મળતી માહિતી મુજબ કંપનીની ઈશ્યુ પ્રાઇસ રૂ. 2000-2100 હશે. LICનું ઇશ્યૂ કદ રૂ. 65,000 કરોડ છે. સરકારે 13 ફેબ્રુઆરી રવિવારના રોજ LICનો ડ્રાફ્ટ પેપર સબમિટ કર્યો હતો. સરકારે કહ્યું છે કે રોકાણકારો સાથેના રોડ શો પછી વેલ્યુએશન પર નિર્ણય લેવામાં આવશે અને તેનું લિસ્ટિંગ માર્ચ 2022માં પૂર્ણ કરવામાં આવશે.

મામલા સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા અનુસાર LICના IPOમાં 3.16 કરોડ શેર તેના 28.3 કરોડ પોલિસીધારકો માટે આરક્ષિત રહેશે. કંપનીના પોલિસીધારકો અને કર્મચારીઓને પણ ડિસ્કાઉન્ટ મળશે. પોલિસીધારકોને ઈશ્યુ 10% સસ્તો મળશે. LIC પાસે લગભગ 13.5 લાખ રજિસ્ટર્ડ એજન્ટ છે જેના દ્વારા કંપની પોલિસીધારકોને આકર્ષવાનો પ્રયાસ કરશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

નીચે LIC ના IPO વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી અને સંભવિત તારીખ

  • LIC નો ઈશ્યુમાં રોકાણ નો સમય :  10 માર્ચએ ખુલી 14 માર્ચે ઈશ્યુ બંધ થશે
  • ઈશ્યુ પ્રાઇસ : રૂ. 2,000-2,100 પ્રતિ શેર
  • ઇશ્યૂનું સાઈઝ : 31,62,49,885 શેર
  • ઓફર ફોર સેલ : રૂ. 65,416.29 કરોડના 31,62,49,885 શેર જારી કરવામાં આવશે.
  • ડિસ્કાઉન્ટ: કર્મચારીઓ અને પોલિસીધારકોને 10% ડિસ્કાઉન્ટ મળશે
  • પ્રાઇસ બેન્ડની જાહેરાત: માર્ચ 7
  • એન્કર ઇન્વેસ્ટર્સ એલોટમેન્ટ: માર્ચ 9
  • શેર લોટ: 7 શેર
  • કર્મચારીઓ: 1.58 કરોડ શેર આરક્ષિત છે જે 10% ડિસ્કાઉન્ટ પછી રૂ.1890 માં ઉપલબ્ધ થશે.
  • પોલિસીધારકો: 3.16 કરોડ શેર આરક્ષિત છે જે 10% ડિસ્કાઉન્ટ પછી રૂ.1890 માં ઉપલબ્ધ થશે.
  • એન્કર ઇન્વેસ્ટર્સ: રિઝર્વમાં 8.06 કરોડ શેર છે જેની કિંમત રૂ. 16,935.18 કરોડ છે.
  • QIB : રૂ.ના મૂલ્ય સાથે 5.37 કરોડ શેર અનામતમાં જેની કિંમત 11,290.12 કરોડ છે.
  • બિન-સંસ્થાકીય રોકાણકારો: 4.03 કરોડ શેર અનામતમાં છે. જેની કિંમત 8,467.59 કરોડ છે.
  • છૂટક રોકાણકારો: રૂ. 19,757.71 કરોડના મૂલ્ય સાથે 9.41 કરોડ શેર અનામતમાં છે
  • લિસ્ટેડ હરીફ કંપનીઓ: SBI લાઈફ ઈન્સ્યોરન્સ કંપની, HDFC લાઈફ ઈન્સ્યોરન્સ કંપની, ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની

આ પણ વાંચો : દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને મળ્યો આસામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, સીએમ સરમાએ ‘આસામ વૈભવ’ આપીને કર્યા સન્માનિત

આ પણ વાંચો : ચીનની ટેલિકોમ કંપની Huawei પર સરકારની મોટી કાર્યવાહી, ટેક્સ ચોરીના આરોપમાં IT વિભાગના દરોડા

g clip-path="url(#clip0_868_265)">