AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax : કરદાતાઓને મોટી રાહત, સરકારે આ 6 ફોર્મ અને સ્ટેટમેન્ટ માટે સમયમર્યાદામાં વધારો કર્યો

ઇલેક્ટ્રોનિક રીતે આ ફોર્મ ભરવામાં કરદાતાઓ અને અન્ય હિસ્સેદારોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને CBDT એ આ નિર્ણય લીધો છે. CBDT પહેલા પણ કરદાતાઓને રાહત આપવામાં આવી છે.

Income Tax : કરદાતાઓને મોટી રાહત, સરકારે આ 6 ફોર્મ અને સ્ટેટમેન્ટ માટે સમયમર્યાદામાં વધારો કર્યો
Income Tax Return Filing
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 8:42 AM
Share

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ કેટલાક ફોર્મ ભરવાની સમયમર્યાદા વધારી દીધી છે. મંગળવાર 3 ઓગસ્ટએ CBDT એ એક પરિપત્ર બહાર પાડીને આ જાહેરાત કરી છે. હવે 15CC, ઇક્વેલાઇઝેશન લેવી સ્ટેટમેન્ટ જેવા ફોર્મનો સમાવેશ થાય છે.

ઇલેક્ટ્રોનિક રીતે આ ફોર્મ ભરવામાં કરદાતાઓ અને અન્ય હિસ્સેદારોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને CBDT એ આ નિર્ણય લીધો છે. CBDT પહેલા પણ કરદાતાઓને રાહત આપવામાં આવી છે. સરકારે અગાઉ અધિકૃત ડીલરો માટે આવકવેરા ફોર્મ 15C અને 15CB સબમિટ કરવાની સમયમર્યાદા વધારી હતી. આ બંને ફોર્મ ઇલેક્ટ્રોનિક રીતે ભરવા જરૂરી છે.

કયા ફોર્મ માટે કેટલી સમયમર્યાદા લંબાવવામાં આવી? >> 30 જૂન, 2021 ના ​​રોજ પૂરા થતા ક્વાર્ટર માટે અધિકૃત વેપારી દ્વારા રજૂ કરવામાં આવનાર ફોર્મ નં. 15CC માં ત્રિમાસિક સ્ટેટમેન્ટ 15 જુલાઈના રોજ અથવા તે પહેલા ભરવાનું રહે છે પરંતુ CBDT એ આમાં રાહત આપતા 31 ઓગસ્ટ સુધી સમયમર્યાદા વધારી છે.

>>  નાણાકીય વર્ષ 2020-21 માટે ફોર્મ નં 1 માં ઇક્વેલાઇઝેશન લેવી સ્ટેટમેન્ટ ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 જૂન હતી. CBDT એ 25 જૂને એક પરિપત્ર બહાર પાડ્યો અને તેની સમયમર્યાદા 31 જુલાઈ સુધી લંબાવી છે. હવે ફરી એક વખત તેની ડેડલાઇન 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.

>> નાણાંકીય વર્ષ 2020-21 માટે ફોર્મ નં. 64-D માં રોકાણ ભંડોળ દ્વારા જમા કરાયેલી અથવા ચૂકવવામાં આવેલી આવકની વિગતો રજૂ કરવાની અંતિમ તારીખ 15 જૂન હતી જે હવે વધારીને 15 સપ્ટેમ્બર કરવામાં આવી છે. તે આવકવેરા નિયમ 12CB હેઠળ રજૂ કરવાની રહેશે. હવે તે 15 સપ્ટેમ્બર સુધી જમા કરાવી શકાશે.

>> નાણાંકીય વર્ષ 2020-21 માટે ફોર્મ નં. 64-C ની સમયમર્યાદા પણ અગાઉ 30 જૂન સુધી નક્કી કરવામાં આવી હતી જે વધારીને 30 સપ્ટેમ્બર, 2021 કરવામાં આવી છે.

>> 30 જૂન, 2021 ના ​​રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે ભારતમાં કરવામાં આવેલા દરેક રોકાણના સંદર્ભમાં પેન્શન ફંડ દ્વારા સ્ટેટમેન્ટ 31 જુલાઈ, 2021 ના ​​રોજ અથવા તે પહેલા સબમિટ કરવાનું હતું. હવે તેની સમયમર્યાદા વધારીને 30 સપ્ટેમ્બર 2021 કરવામાં આવી છે.

>> 30 જૂન, 2021 ના ​​રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે ફોર્મ II SWF માં સોવરિન વેલ્થ ફંડ દ્વારા કરવામાં આવેલા રોકાણના સંદર્ભમાં, 31 જુલાઈ, 2021 ના ​​રોજ અથવા તે પહેલાં સ્ટેટમેન્ટ પણ સબમિટ કરવું જરૂરી હતું. હવે CBDT ને રાહત આપતા તેની સમયમર્યાદા પણ 30 સપ્ટેમ્બર, 2021 સુધી લંબાવવામાં આવી છે.

વેબસાઇટની તકનીકી ખામીઓથી સમસ્યામાં વધારો આવકવેરા વિભાગે ગયા મહિને પોતાનું નવું પોર્ટલ લોન્ચ કર્યું હતું. આ વેબસાઇટ અગ્રણી આઇટી કંપની ઇન્ફોસિસ દ્વારા બનાવવામાં આવી છે. જો કે શરૂઆતથી જ આ પોર્ટલમાં ઘણી તકનીકી ખામીઓની ફરિયાદો ઉઠી હતી. 7 જૂનથી www.incometax.gov.in ડોમેનથી શરૂ થયેલા આ પોર્ટલ પર ટેક્નિકલ ખામીને કારણે લોકો સુવિધાઓનો લાભ લઈ શક્યા ન હતા. જો કે 29 જુલાઈના રોજ આવકવેરા વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે વેબસાઈટનું મોટા પ્રમાણમાં સમસ્યા હલ કરવામાં આવી છે અને તે યોગ્ય રીતે કામ કરી રહી છે.

આ પણ વાંચો : IPO : આજે 4 કંપનીઓ લાવી રહી છે રોકાણ માટેની તક, IPO માં Invest કરતા પહેલા જાણો યોજનાઓ વિશે વિગતવાર

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : ઇંધણની નવી કિંમતો જાહેર કરાઈ, જાણો તમારા શહેરમાં શું ભાવ છે 1 લીટર પેટ્રોલ – ડીઝલનો

Follow Us
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">