AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPO : આજે 4 કંપનીઓ લાવી રહી છે રોકાણ માટેની તક, IPO માં Invest કરતા પહેલા જાણો યોજનાઓ વિશે વિગતવાર

આજે 4 કંપનીઓ IPO લાવી રહી. આ બધા મળીને 4100 કરોડથી વધુ રૂપિયા એકત્ર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે 16 ઓગસ્ટ પહેલા 7 કંપનીઓ IPO લાવી રહી છે.

IPO : આજે 4 કંપનીઓ લાવી રહી છે રોકાણ માટેની તક, IPO માં Invest કરતા પહેલા જાણો યોજનાઓ વિશે વિગતવાર
Today 4 IPO's are bringing investment opportunity
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 7:24 AM
Share

કોરોના કાળમાં IPO ની ભરમાર લાગી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી તેજી ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી ચાલુ રહેવાનું અનુમાન છે. આજે 4 કંપનીઓ IPO લાવી રહી. આ બધા મળીને 4100 કરોડથી વધુ રૂપિયા એકત્ર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે 16 ઓગસ્ટ પહેલા 7 કંપનીઓ IPO લાવી રહી છે. આ બધા મળીને 15,000 કરોડથી વધુ રૂપિયા એકત્ર કરી શકે છે. ઉપરાંત બાબા રામદેવની રૂચી સોયા ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) દ્વારા રૂ .4,300 કરોડ એકત્ર કરી શકે છે.

એક નજર આજે રોકાણ માટેની તક ઉપલબ્ધ કરાવનાર IPO ઉપર કરીએ

1. Devyani International IPO દેવયાની ઇન્ટરનેશનલનો IPO આજે4 ઓગસ્ટના રોકાણ માટે ખુલ્યો છે. આ IPO 6 ઓગસ્ટના રોજ બંધ થશે. દેવયાની ક્વિક રેસ્ટોરન્ટ સર્વિસ સેગમેન્ટની કંપની છે. તેની ફ્રેન્ચાઇઝીઓમાં કેએફસી, પિઝા હટ જેવા આઉટલેટ્સ છે. આ કંપની ઇશ્યૂને 86 થી 90 રૂપિયા પ્રતિ શેર લાવી રહી છે. તેમાં 165 શેરનું લોટ સાઇઝ છે. દેવયાની ઇન્ટરનેશનલના IPO માં રૂ. 440 કરોડનો ફ્રેશ ઇશ્યૂ બહાર પાડવામાં આવશે જ્યારે ઓફર ફોર સેલમાં 15,53,33,330 ઇક્વિટી શેર વેચવા માટે પ્રયત્નશીલ છે. તેની યોજના બજારમાંથી 1,838 કરોડ એકત્ર કરવાની છે.

2. Exxaro Tiles IPO વિટ્રિફાઇડ ટાઇલ્સ નિર્માતા 2. Exxaro Tiles IPO તેના સૂચિત IPO ની ઇશ્યૂ કિંમત 118-120 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. આ IPO ઇશ્યૂ 6 ઓગસ્ટ, 2021 ના ​​રોજ બંધ થશે. એક્ઝેરો ટાઇલ્સના આ આઇપીઓ હેઠળ 1,34,24,000 ઇક્વિટી શેર જારી કરવામાં આવશે. 1,11,86,000 શેરનો નવો ઇશ્યૂ અને 22,38,000 ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS) હશે. દીક્ષિત કુમાર પટેલ ઓફર ફોર સેલમાં તેના શેર વેચશે. IPO નું લોટ સાઇઝ 125 શેર છે. આ IPO ના નવા ઇશ્યૂમાંથી મળેલી રકમનો ઉપયોગ રૂપિયા 50 કરોડનું દેવું ચૂકવવા અને 45 કરોડ રૂપિયાની કાર્યકારી મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા માટે કરવામાં આવશે.

3. Windlas Bio IPO વિન્ડલેસ બાયોટેકનો IPO આજે બજારમાં આવશે. આ માટે પ્રાઇસ બેન્ડ 448-460 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યા છે જેની ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. દેહરાદૂન સ્થિત વિન્ડલાસ બાયોટેક ભારતની ટોચની સ્થાનિક ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઈઝેશન (CDMO) કંપનીઓમાંની એક છે. વિન્ડલાસ બાયો ફ્રેશ ઇક્વિટી શેર જારી કરીને 165 કરોડ રૂપિયા એકત્ર કરશે જ્યારે પ્રમોટર્સ અને હાલના શેરધારકો ઓફર-ફોર-સેલ દ્વારા 51,42,067 ઇક્વિટી શેર વેચશે.

4. Krsnaa Diagnostics IPO કૃષ્ણ ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડની જાહેર ઓફરઆજે સબ્સ્ક્રિપ્શન માટે ખુલી છે.આ સાથે કંપનીએ 1,200 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી છે. આ IPO માં 400 કરોડ રૂપિયાના નવા શેર્સ જારી કરવામાં આવશે. આ ઉપરાંત, હાલના પ્રમોટરો અને શેરધારકો પાસેથી 85.3 લાખ શેરના વેચાણ માટે ઓફર ફોર સેલ (OFS) હશે.જેએમ ફાઇનાન્સિયલ લિમિટેડ, ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ, ઇન્કવાયર્સ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ અને આઇઆઇએફએલ સિક્યોરિટીઝ બુક રનિંગ લીડ મેનેજર છે.

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : ઇંધણની નવી કિંમતો જાહેર કરાઈ, જાણો તમારા શહેરમાં શું ભાવ છે 1 લીટર પેટ્રોલ – ડીઝલનો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">