AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol-Diesel Price Today : ઇંધણની નવી કિંમતો જાહેર કરાઈ, જાણો તમારા શહેરમાં શું ભાવ છે 1 લીટર પેટ્રોલ – ડીઝલનો

આજે સતત 18 મો દિવસ છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.76 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.59 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today : ઇંધણની નવી કિંમતો જાહેર કરાઈ, જાણો તમારા શહેરમાં શું ભાવ છે 1 લીટર પેટ્રોલ – ડીઝલનો
File picture of petrol pump
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 7:04 AM
Share

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થોડો ફેરફાર પણ સામાન્ય માણસના જીવનને અસર કરે છે. આ જ કારણ છે કે દરેકની નજર ઈંધણના ભાવ પર પણ હોય છે. સરકારી તેલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol-Diesel Price Today ) જાહેર કર્યા છે. આજે કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. આજે સતત 18 મો દિવસ છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાશું આવી છે જેના કારણે સ્થાનિક બજારમાં ઈંધણના ભાવ સ્થિર થયા છે.

જોકે, પેટ્રોલ અને ડીઝલની કિંમત ઓલ ટાઈમ હાઈ લેવલ પર છે. નિષ્ણાતો માને છે કે ઓગસ્ટ મહિનામાં પણ પેટ્રોલ અને ડીઝલ સસ્તું થવાની ધારણા નથી. આજે 04 ઓગસ્ટ 2021 ની વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા અને ડીઝલની કિંમત 89.87 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 107.83 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 97.45 છે. ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.58 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.41 રૂપિયા પ્રતિ લીટર છે.

ચાલુ મહિનાથી તેલ ઉત્પાદનમાં વધારો  ઓપેક દેશોએ કહ્યું છે કે ચાલુ મહિનાથી તે દર મહિને તેના ઉત્પાદનમાં 400,000 બેરલનો વધારો કરશે અને આમ હાલમાં લાગુ 5.8 મિલિયન બેરલ/દિવસનો કાપ ધીમે ધીમે 2022 ના અંત સુધીમાં સમાપ્ત થશે. નવી નિર્ધારિત ઉત્પાદન મર્યાદા હેઠળ, UAE મે 2022 થી દરરોજ 3.5 મિલિયન બેરલનું ઉત્પાદન કરી શકશે. અહેવાલો અનુસાર, UAE અગાઉ પોતાના માટે 3.8 મિલિયન બેરલ/દૈનિક ઉત્પાદનની મર્યાદા માંગી રહ્યું હતું. એ જ રીતે સાઉદી અરેબિયાની દૈનિક ઉત્પાદન મર્યાદા 1.10 કરોડ બેરલથી વધારીને 1.15 કરોડ બેરલ કરવામાં આવશે. રશિયાની ઉત્પાદન મર્યાદા સમાન રહેશે. ઇરાક અને કુવૈત માટે દૈનિક ઉત્પાદન મર્યાદામાં વધારો આનાથી થોડો ઓછો હશે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે 

City Petrol Diesel
Delhi 101.84 89.87
Mumbai 107.83 97.45
Chennai 102.49 93.63
Kolkata 102.08 93.02

દેશના મુખ્ય શહેરહોરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

મોબાઈલ ઉપર SMS દ્વારા રેટ જાણી શકાય છે તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

આ પણ વાંચો : Post Officeના ગ્રાહકો માટે મોટા સમાચાર! હવે Doorstep Banking માટે ચાર્જ ચૂકવવો પડશે, જાણો કઈ સેવાઓ માટે કરવો પડશે ખર્ચ

આ પણ વાંચો : હવે મુકેશ અંબાણી ટાટાના આ ક્ષેત્રમાં સ્પર્ધક બનશે, જાણો વિગતવાર

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">