AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

QR કોડની રમતમાં ભેજાબાજો કરી દે છે તમારું બેન્ક બેલેન્સ ઝીરો, જાણો કઈ રીતે બચાવશો તમારી મહેનતની કમાણી

OLX Scam: ભરોસો કરવો તે સારી બાબત છે પણ આજના સમયમાં કોઈના ઉપર પણ આંખ બંધ કરી વિશ્વાસ મુકતા પહેલા 100 વાર વિચારવું પડે છે. ડિજિટલ લૂંટનો એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે.

QR કોડની રમતમાં ભેજાબાજો કરી દે છે તમારું બેન્ક બેલેન્સ ઝીરો, જાણો કઈ રીતે બચાવશો તમારી મહેનતની કમાણી
QR Code Scam
Ankit Modi
| Edited By: | Updated on: Feb 13, 2021 | 12:45 PM
Share

OLX Scam: ભરોસો કરવો તે સારી બાબત છે પણ આજના સમયમાં કોઈના પર આંખ બંધ કરી વિશ્વાસ મુકતા પહેલા 100 વાર વિચારવું પડે છે. ડિજિટલ લૂંટનો એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. બજારમાં હાલ ચારે તરફ QR કોડથી વ્યવહાર થાય છે. ભેજાબાજોએ ક્યુઆર કોડ દ્વારા રૂપિયા 34,000 ની ઠગાઈ કરી છે. જાણીને આશ્ચર્ય થશે પણ પીડિતા કોઈ સામાન્ય વ્યક્તિ નહિ પણ તે દિલ્હીના મુખ્ય પ્રધાનની પુત્રી છે.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા OLX પર સોફા વેચવા માંગતી હતી. એક માણસ સોફા ખરીદવા માટે પહોંચ્યો હતો. આ સોદો પણ પરસ્પર વાટાઘાટો દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો. સોદાની પુષ્ટિ થયા પછી ઠગએ વેચનાર (હર્ષિતા) ને QR કોડ મોકલ્યો અને તેને સ્કેન કરવાનું કહ્યું જેથી પૈસા મોકલી શકાય. પરંતુ QR કોડ સ્કેન થતાંની સાથે જ એકાઉન્ટમાંથી 20,000 રૂપિયા મોકલવાનો મેસેજ આવ્યો હતો.

ડેબિટ થતા હર્ષિતા ચોંકી ગઈ હતી પરંતુ,ઠગ આત્મવિશ્વાસ અને લાલસા બંને જોવા જેવી છે. જ્યારે હર્ષિતાએ તે વ્યક્તિને ખાતામાંથી પૈસા ડેબિટ થયા હોવાનું કહ્યું ત્યારે તેણે દાવો કર્યો કે તેણે ભૂલથી ખોટો QR કોડ મોકલ્યો છે. તે પછી વ્યક્તિએ બીજી લિંક મોકલી તો આ વખતે હર્ષિતા ફરી તેની જાળમાં ફસાઈ ગઈ અને ખાતામાંથી 14,000 હજાર રૂપિયા ડેબિટ થઇ ગયા હતા.

હર્ષિતા ઠગની જાળ (OLX Scam) થી અજાણ હતી. આ પછી હર્ષિતા ફરીથી ફોન કરીને નારાજગી વ્યક્ત કરી પરંતુ, હવે મોડું થઈ ગયું હતું. દેખીતી રીતે ફોન પણ બંધ હતો. મુખ્યમંત્રીની પુત્રી સાથે કરવામાં આવેલી આ છેતરપિંડી અંગે સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ હતી.

QR કોડ શું છે? પેમેન્ટ માટેની એક પેટર્ન છે. તમારી પેમેન્ટ એપ્લિકેશન દ્વારા સ્કેન કરી ત્વરિત ચુકવણી કરી શકાય છે. QR કોડ એટલે કે ક્વિક રિસ્પોન્સ(Quick Response) કોડ કહેવાય છે. કોડમાં એન્ક્રિપ્ટેડ માહિતી છે. પરંતુ તેની પાછળ શું છુપાયેલું છે તે કોઈને ખબર નથી. આ માહિતી સ્કેન કરવાથી ડિક્રિપ્ટ થાય છે. આને વધુ સલામત મોડ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ થવાની સંભાવના નથી.

QR કોડ કેવી રીતે ઠગાઈનું નવું શસ્ત્ર બન્યું માની લો કે તમે OLX પર કોઈ પ્રોડક્ટ ખરીદી અથવા વેચી રહ્યા છો, તો પછી તમે ઠગ (OLX SCAM) ની નજર હેઠળ છો. તમારા ઉત્પાદનની જાહેરાત જોઈને, તેઓ તમને ફસાવવા માટે એક પ્લાન બનાવે છે. તમને પૂછતા ભાવનો પણ સામનો કરવો પડશે પરંતુ થોડી વાટાઘાટો કરીને જલદી આ બાબત ચુકવણી માટે એક લિંક મોકલે છે, તે ખરેખર પૈસા મોકલવા માટેની લિંક નથી, પરંતુ પૈસા રિસીવ કરવાની રિકવેસ્ટ લિંક છે. તમે તે લિંક ખોલીને એક્સેપટ કરો પછી પૈસા સીધા ટ્રાન્સફર થઇ જાય છે.

શું ધ્યાનમાં રાખવું જોઈએ? અહીં ધ્યાનમાં લેવાનો મુદ્દો એ છે કે ક્યૂઆર કોડ સ્કેન કરવા પર PAY ઓપશન ખુલશે. આ સામાન્ય રીતે અવગણવામાં આવે છે. નોર્મલ સ્ટેપ્સ સમજીને ઝડપથી ક્લિક કરીએ છીએ. આ રિકવેસ્ટ પૈસા પ્રાપ્ત કરવા માટે નહીં ચુકવણી માટે એક્સેપટ કરાવાય છે. જો તમે તમારી કમાણી બચાવવા માંગો છો. પૈસા સુરક્ષિત રાખવા માંગો છો તો આ બાબતને હંમેશાં યાદ રાખો.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">