કોરોનાકાળમાં મહિલાઓએ શેરબજારના વ્યવસાયમાં દેખાડી રૂચી, નવા ખુલેલા 35 ટકા મહિલાઓના ખાતામાં સુરતની મહિલાઓનો સમાવેશ

કોરોનાકાળમાં મહિલાઓએ શેરબજારના વ્યવસાયમાં દેખાડી રૂચી, નવા ખુલેલા 35 ટકા મહિલાઓના ખાતામાં સુરતની મહિલાઓનો સમાવેશ


કોરોનાકાળમાં અનેકને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. લોકોના ધંધા રોજગાર વ્યવસાય ઉપર અસર પડી છે. આવા કપરા સમયમાં ભારત દેશમા પુરુષની પડખે હંમેશા સ્ત્રી ખભેખભા મિલાવીને ઊભી રહેતી જોવા મળી છે. કોરોનાના આ કપરા કાળમાં મહિલાઓએ શેરબજારમાં પોતાનુ નસીબ અજમાવવાનું નક્કી કર્યું હોય તેમ લાગી રહ્યું છે. શેરબજારના વ્યવસાયને લગતા નવા ખુલેલા ખાતાઓમાં 35 ટકા ખાતા મહિલાઓના છે. જેમાં પણ મોટાભાગની મહિલાઓ તો પ્રથમવાર જ શેરબજારના વ્યવસાયમા પ્રવેશી છે. નવા ખુલેલા 35 ટકા મહિલાઓના ખાતામાં દેશના વિભિન્ન શહેરોની સાથેસાથે સુરતની મહિલાઓની સંખ્યા પણ નોંધપાત્ર છે.

શેરબજારના નિષ્ણાંતોએ જણાવ્યાનુસાર મહિલાઓની રુચિ બજાર માટે હકારાત્મક પાસું ગણી શકાય તેમ છે. મહિલાઓ ઘરે બેઠા શેરબજારના ઉત્તર ચઢાવનો સારો અભ્યાસ કરી રહી છે. નવા ખાતાઓમાં ૩૫ ટકા મહિલા ખાતેદારો ગૃહિણી છે. આ મહિલાઓ મેટ્રો સિટીની નહિ પણ વધુ સંખ્યામાં વિશાખાપટ્ટનમ, જયપુર, સુરત, નાગપુર, નાસિક, ગુંટુર જેવા શહેરોની છે લોકડાઉનમાં પરિવારને પડી રહેલી આર્થિક તકલીફો ભરપાઈ કરવા હવે ગૃહિણીઓ મદદરૂપ બનવા માંગી રહી છે જે ઘરેબેઠા પણ શેરબજારને કમાણીનું સાધન બનાવવા કમર કસી રહી છે

 

આ પણ વાંચોઃપેટ્રોલપંપ ઉપર પેટ્રોલ-ડીઝલની સાથે ઈ ફ્યુલ પણ ઉપલબ્ધ થશે, 69000 પેટ્રોલપંપ ઉપર ઈ ચાર્જીગ કિઓસ્ક લાગશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati