રાહત પેકેજ પર વાટાઘાટો વચ્ચે યુ.એસ. માં એસ એન્ડ પી 500 અને નાસ્ડેકમાં 0.5 ટકાનો ઉછાળો નોંધાયો હતો જોકે ડાઓ એ 0.15 ટકાની નબળાઈ દર્જ કરાવી બંધ થયો હતો એશિયાઈ બજાર પણ નરમાશ સાથે કારોબાર કરી રહ્યા છે. એસજીએક્સ નિફ્ટી ફ્લેટ ટ્રેડ કરી રહ્યો છે.
Dow Jones closed down 0.49%
અમેરિકી બજારોમાં ડાઓ જોંસ 44.77 અંક ગગડીને ૦.૧૫ ટકા ઘટાડા સાથે 30,154.54 ના સ્તર પર બંધ થયો છે. નાસ્ડેકમાં આજે સારી સ્થિતિ નજરે પડી હતી. 63.13 અંક સાથે 0.50 ટકાના વધારાની સાથે ઇન્ડેક્સ 12,658.19 ના સ્તર પર બંધ થયો હતો. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 0.18 ટકા મજબૂતીની સાથે 3,701.17 ના સ્તર પર નોંધાયો હતો.
Asian markets are indicating weak business today
એશિયાઈ બજારોમાં આજે નબળાઈનો કારોબાર જોવાને મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 2.61 અંકમુજબ 0.01 ટકા મામૂલી ઘટાડાની સ્થિતિ નજરે પડી હતી. ઇન્ડેક્સ 26,754.79 ના સ્તર પર છે. એસજીએક્સ નિફ્ટી ફ્લેટ કારોબાર કરે છે. સૂચકઆંક 13,700.80 ના સ્તર છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.61 ટકા ઉછાળો છે જ્યારે હેંગ સેંગમાં સપાટ કારોબાર ચાલી રહ્યો છે. કોરિયાઈ બજાર કોસ્પી 2,749.48 ના સ્તર પર છે જ્યારે, તાઇવાનના બજાર 0.36 ટકા ઘટીને કારોબાર કરી રહ્યા છે. શંધાઈ કંપોઝિટ પણ થોડું તૂટ્યું છે 0.24 ટકા ઘટાડા સાથે સૂચકઆંક 3358.99 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે.