AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICICI બેંકે લોન મોંઘી કરી, MCLRમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો, જાણો શુ થશે અસર

ICICI બેંકની વેબસાઈટ પર અપલોડ કરાયેલા લેટેસ્ટ વ્યાજ દરો અનુસાર હવે એક રાતના MCLRના વ્યાજ દરો 7.30 થી વધીને 7.50 ટકા થઈ ગયા છે. એક મહિનાની મુદત સાથે MCLRનો વ્યાજ દર પણ 7.30 થી વધીને 7.50 ટકા થયો છે.

ICICI બેંકે લોન મોંઘી કરી, MCLRમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો, જાણો શુ થશે અસર
ICICI Bank
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 4:24 PM
Share

ખાનગી ક્ષેત્રની ICICI બેંકે MCLR (Marginal Cost of funds based Lending Rate)ના વ્યાજ દરોમાં નવા વધારાની જાહેરાત કરી છે. આ વખતે ICICI બેંકે MCLRમાં 20 બેસિસ પોઈન્ટ્સ એટલે કે વિવિધ સમયગાળા માટે 0.20 ટકાનો વધારો કર્યો છે. ICICI બેંકની સત્તાવાર વેબસાઇટ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર, લોન માટેના નવા વ્યાજ દરો 1 જુલાઈ, 2022થી લાગુ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં વધારા બાદ દેશભરની તમામ બેંકો ગ્રાહકોને આપવામાં આવતી લોનના વ્યાજ દરમાં વધારો કરી રહી છે. જેના કારણે સામાન્ય માણસના ખભા પર EMIનો બોજ પણ વધી રહ્યો છે.

1 વર્ષનો MCLR વ્યાજ દર 7.55 થી વધીને 7.75 ટકા થયો

ICICI બેંકની વેબસાઈટ પર અપલોડ કરાયેલા લેટેસ્ટ વ્યાજ દરો અનુસાર હવે એક રાતના MCLRના વ્યાજ દરો 7.30 થી વધીને 7.50 ટકા થઈ ગયા છે. એક મહિનાની મુદત માટે MCLRનો વ્યાજ દર પણ 7.30 થી વધીને 7.50 ટકા થયો છે. 3 મહિનાની મુદતવાળા MCLRના વ્યાજ દર 7.35 થી વધારીને 7.55 ટકા કરવામાં આવ્યા છે. આ સિવાય 6 મહિનાના MCLRનો વ્યાજ દર 7.50 ટકાથી વધીને 7.70 ટકા થયો છે. તે જ સમયે, 1-વર્ષના MCLRના વ્યાજ દરો હવે 7.55 ટકાથી વધીને 7.75 ટકા થઈ ગયા છે.

RBIએ 8 જૂને રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો

જણાવી દઈએ કે ગયા મહિને 8 જૂનના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટના વધારાની જાહેરાત કરી હતી. RBIની આ જાહેરાત બાદ રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને તે 4.40 ટકાથી વધીને 4.90 ટકા થયો હતો. અગાઉ, રિઝર્વ બેંકે 4 મે, 2022 ના રોજ જ રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો હતો. જે બાદ રેપો રેટ 4.0 ટકાથી વધારીને 4.40 ટકા કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંક જે વ્યાજ દર પર બેંકોને પૈસા આપે છે, તે વ્યાજ દરને રેપો રેટ કહેવામાં આવે છે.

રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં વધારા બાદ દેશભરની તમામ બેંકોએ લોન મોંઘી કરી દીધી છે. આ સિવાય બેંકોએ પણ રિઝર્વ બેંક પર નિર્ભરતા ઘટાડવા માટે થાપણો પર આપવામાં આવતા વ્યાજ દરમાં વધારો કર્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">