ICICI અને PNB સહિતની આ બેંકોએ વ્યાજદરમાં કર્યો ધરખમ વધારો, હોમ લોન સહિતની તમામ લોન થશે મોંઘી

ખાનગી ક્ષેત્રની દિગ્ગજ ICICI બેંકે એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટમાં 50 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરીને 8.10 ટકાથી 8.60 ટકા કર્યો છે.

ICICI અને PNB સહિતની આ બેંકોએ વ્યાજદરમાં કર્યો ધરખમ વધારો, હોમ લોન સહિતની તમામ લોન થશે મોંઘી
ICICI and PNB have increased interest rates
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2022 | 4:02 PM

ભારતીય રિઝર્વ બેંક  (Reserve Bank of India ) દ્વારા રેટમાં વધારો કર્યા બાદ હવે બેંકોએ પણ વ્યાજદરમાં વધારો કરવાનું શરૂ કરી દીધું છે. ખાનગી ક્ષેત્રની દિગ્ગજ ICICI બેંકે એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR)માં 50 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરીને 8.10 ટકાથી 8.60 ટકા કર્યો છે. ICICI બેંકે (ICICI Bank)પોતાની વેબસાઈટ પર લખ્યું છે કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં વધારાને ધ્યાનમાં રાખીને EBLRમાં વધારો કરવામાં આવ્યો છે અને તે હવે 8.60 ટકા થઈ ગયો છે. નવા દર 8 જૂન, 2022થી અમલમાં આવ્યા છે.

બેંક ઓફ બરોડાએ BRLLR વધારીને 7.40 ટકા કર્યો છે

આ સિવાય બેંક ઓફ બરોડાએ BRLLR ઘટાડીને 7.40 ટકા કર્યો છે, જે 9 જૂન, 2022થી અમલમાં આવ્યો છે. પંજાબ નેશનલ બેંકે RLLR વધારીને 7.40 ટકા કર્યો છે અને નવા દર 9 જૂન, 2022થી લાગુ કરવામાં આવ્યા છે. બેંક ઓફ ઈન્ડિયાએ પણ વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંક ઓફ ઈન્ડિયાએ RBLR વધારીને 7.75 ટકા કર્યો છે. બેંકના નવા દર 8 જૂન, 2022થી અમલમાં આવ્યા છે.

ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે

જણાવી દઈએ કે, 8 જૂન, 2022ના રોજ, ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટના વધારાની જાહેરાત કરી હતી, જે તેને 4.40 ટકાથી વધારીને 4.90 ટકા કરી હતી. અગાઉ, 4 મેના રોજ જ આરબીઆઈએ રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો, તેને 4.00 ટકાથી વધારીને 4.40 ટકા કર્યો હતો.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

35 દિવસમાં લોન 0.90 ટકા મોંઘી થઈ છે

RBIએ 35 દિવસમાં વ્યાજ દર વધારીને 0.90 ટકા કર્યા બાદ તમામ બેંકોએ તેમના ગ્રાહકોને આંચકો આપવાનું શરૂ કરી દીધું છે. બેંકો દ્વારા વ્યાજદરમાં વધારો કર્યા બાદ સામાન્ય માણસ પર EMIનો બોજ વધશે. લોનની કિંમતને કારણે EMIમાં નોંધપાત્ર વધારો થશે, જેની ખરાબ અસર લોકોની બચત પર પડશે.

હવે EMI દર મહિને 912 રૂપિયા વધશે

ચાલો એક ઉદાહરણ સાથે સમજીએ કે વ્યાજ દરોમાં નવા વધારા પછી EMI બોજ કેવી રીતે વધશે. ધારો કે તમે ઘર ખરીદવા માટે હોમ લોન લેવા જઈ રહ્યા છો. રેપો રેટમાં વધારાને કારણે જે હોમ લોન 7.10 ટકાના દરે મળતી હતી તે હવે 7.60 ટકાના દરે મળશે. જો તમે ઘર ખરીદવા માટે 20 વર્ષ માટે 30 લાખ રૂપિયાની લોન લો છો, તો હવે તમારે દર મહિને 24,351.57 રૂપિયાની EMI ચૂકવવી પડશે. અત્રે નોંધનીય છે કે જ્યારે હોમ લોન 7.10 ટકાના દરે મળતી હતી, તે સમયે 23,439 રૂપિયાની EMI થતી હતી. તેથી, હવે તમારે દર મહિને 912 રૂપિયા વધુ અને દર વર્ષે 10,944 રૂપિયા વધુ ચૂકવવા પડશે.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">