એક વ્યક્તિ કેટલી જમીન ખરીદી શકે? જાણો સરકારનો આ નિયમ નહીં તો થઈ શકે છે જેલ
અમે એવા જ એક કાયદા વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જેનું ઉલ્લંઘન દરેક વ્યક્તિ અથવા આસપાસના લોકો કરતા હોય છે. જો કે મોટાભાગે આ પ્રકારની ભૂલ જાણકારીના અભાવમાં કરે છે.

મોટા રોકાણ માટે લોકોને તમે સામાન્ય રીતે જોયા હશે કે તે જમીન કે ઘર ખરીદી લે છે. પ્રોપર્ટી અને જમીનમાં રોકાણ આજથી જ નહીં પણ વર્ષોથી ચાલી આવી રહ્યું છે. ભારતમાં રોકાણ માટે હંમેશાથી લોકો જમીન ખરીદતા આવ્યા છે પણ ક્યારેક જાણકારીના અભાવમાં વ્યક્તિ ભૂલ કરી બેસે છે અને તેને ત્યારે પસ્તાવાનો વારો આવે છે, જ્યારે કે કાયદાના સંકજામાં ફસાઈ જાય છે. શું તમે જાણો છો કે એક વ્યક્તિ પોતાના નામ પર કેટલી જમીન રાખી કે ખરીદી શકે છે? અથવા તમે જાણો છો કે લિમિટથી વધારે જમીન રાખવા પર શું થાય છે? જો ના તો આજે અમે તમને આ બધા જ પ્રશ્નોના જવાબ જણાવીશું.
અમે એવા જ એક કાયદા વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જેનું ઉલ્લંઘન દરેક વ્યક્તિ અથવા આસપાસના લોકો કરતા હોય છે. જો કે મોટાભાગે આ પ્રકારની ભૂલ જાણકારીના અભાવમાં કરે છે. સોનું, ચાંદી અને પૈસાની જેમ જમીન રાખવા માટે પણ એક મર્યાદા નક્કી કરવામાં આવી છે. જો તમારી પાસે લિમિટ કરતા વધારે જમીન છે તો તમારી પર કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે.
કેટલી છે લિમિટ?
જણાવી દઈએ કે ભારતમાં ખેતી લાયક જમીન કેટલી મર્યાદામાં રાખવી, તેને લઈને કોઈ કાયદો નથી પણ દેશમાં દરેક રાજ્યોએ જમીન રાખવા માટે એક નિશ્ચિત મર્યાદા નક્કી કરીને રાખી છે. તેથી એવુ નથી કે તમે 100 એકર અને 1000 એકર જમીન ખરીદી શકો છો પણ ભારતમાં જમીન ખરીદવાની મહત્તમ મર્યાદા અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ છે. સમગ્ર દેશમાં જમીન રાખવા માટે કોઈ સમાન કાયદો નથી.
કોણ કેટલી જમીન રાખી શકે છે?
કેરળ લેન્ડ એમેન્ડમેન્ટ એક્ટ 1963 હેઠળ એક અપરિણીત વ્યક્તિ માત્ર 7.5 એકર સુધીની જમીન જ ખરીદી શકે છે. ત્યારે 5 સભ્યોવાળા પરિવારના લોકો 15 એકર સુધી જમીન ખરીદી શકે છે. મહારાષ્ટ્રમાં ખેતીલાયક જમીન માત્ર એ જ લોકો ખરીદી શકે છે, જેમની પાસે પહેલાથી ખેતીની જમીન છે. અહીં વધારેમાં વધારે 54 એકર જમીન વ્યક્તિ ખરીદી શકે છે. પશ્ચિમ બંગાળમાં આ મર્યાદા 24.5 એકરની છે. ત્યારે બિહારમાં તમે 15 એકર સુધી ખેતીલાયક જમીન ખરીદી શકો છો.
હિમાચલ પ્રદેશમાં 32 એકર જમીન ખરીદી શકાય છે. કર્ણાટકમાં પણ 54 એકર જમીન ખરીદી શકે છે અને અહીં પણ મહારાષ્ટ્ર રાજ્યવાળો નિયમ લાગુ પડે છે. ઉત્તરપ્રદેશમાં વધારેમાં વધારે 12.5 એકર ખેતી યોગ્યની જમીન એક વ્યક્તિ ખરીદી શકે છે. ત્યારે સ્થાનિક નિવાસી, આદિવાસી જમીન સહિત ઘણા પ્રકારની જમીન સરકારની પાસે છે, જેની પર રાજ્ય સરકારોને હક આપવામાં આવ્યા છે.
લિમિટથી વધારે જમીન રાખો તો શું થાય?
જો વાત પાડોશી દેશ પાકિસ્તાનની કરીએ તો અહીં સંપતિ વારસામાં પણ જમીન રાખવાની જોગવાઈ છે પણ ભારતની જેમ દરેક પ્રાંત માટે અલગ અલગ નિયમ છે. આ જ રીતે બાંગ્લાદેશમાં પણ જમીનના નિયમ છે. બાંગ્લાદેશમાં પણ જમીન રાખવા માટે કોઈ એક સરખો નિયમ નથી. 3 દેશમાં અંગ્રેજો દ્વારા પાસ કરેલા કાયદા હાલમાં પણ લાગુ છે. એટલે જો તમે ભારતમાં તમે નક્કી કરેલી મર્યાદાથી વધારે જમીન ખરીદો છો તો જેલ પણ જવુ પડી શકે છે.
