AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

27 જાન્યુઆરીએ ઇતિહાસ લખાશે ! ભારત-EU ટ્રેડ ડીલમાં લેવામાં આવશે આ ‘મોટો નિર્ણય’

27 જાન્યુઆરીએ ભારત અને યુરોપિયન યુનિયનના ટ્રેડ ડીલમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે. આ નિર્ણય દેશના વેપાર અને અર્થતંત્ર માટે ખાસ મહત્વનો ગણાશે.

27 જાન્યુઆરીએ ઇતિહાસ લખાશે ! ભારત-EU ટ્રેડ ડીલમાં લેવામાં આવશે આ 'મોટો નિર્ણય'
Image Credit source: AI Generated
| Updated on: Jan 26, 2026 | 7:23 PM
Share

વૈશ્વિક વ્યાપારના મંચ પર ભારત અને યુરોપિયન યુનિયન (EU) એક એવી ઐતિહાસિક ભાગીદારી કરવા જઈ રહ્યા છે કે, જેને “Mother of All Deals” કહેવામાં આવી રહી છે. મંગળવાર, 27 જાન્યુઆરી 2026 ના રોજ થનારા આ Free Trade Agreement (મુક્ત વ્યાપાર કરાર) પછી ભારતમાં યુરોપિયન ગાડીઓ, ખાસ કરીને ‘મર્સિડીઝ, બીએમડબલ્યુ (BMW) અને ફોક્સવેગન’ પર લાગતો ભારે ટેક્સ નોંધપાત્ર રીતે ઘટી જશે.

વર્તમાનમાં ભારતમાં આયાત કરવામાં આવતી (Imported) ગાડીઓ પર 110% સુધીનો ઊંચો ટેરિફ (કર) લાગુ છે. આ કરાર હેઠળ તેને તાત્કાલિક અસરથી ઘટાડીને 40% કરવામાં આવે તેવી શક્યતા છે.

ઓટો માર્કેટના દરવાજા પણ ખુલશે

આટલું જ નહીં, આગામી વર્ષોમાં તેને વધુ ઘટાડીને 10% સુધી લઈ જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ પગલું માત્ર ભારતીય ગ્રાહકો માટે લક્ઝરી કારોને સસ્તી (Affordable) જ નહીં બનાવે પરંતુ યુરોપિયન કંપનીઓ માટે દુનિયાના ત્રીજા સૌથી મોટા ઓટો માર્કેટના દરવાજા પણ ખોલી દેશે.

આ ડીલ એવા સમયે થઈ રહી છે કે, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ વિવાદને લઈને યુરોપિયન દેશો પર દબાણ લાવવાનું શરૂ કર્યું છે. ટ્રમ્પ દ્વારા ફેબ્રુઆરીથી 08 EU દેશ પર 10% વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કર્યા બાદ યુરોપે અમેરિકા સાથેની પોતાની ટ્રેડ ડીલ હાલ પૂરતી સસ્પેન્ડ (સ્થગિત) કરી દીધી છે. આવી સ્થિતિમાં, ભારત અને EU ની આ નિકટતા વૈશ્વિક વ્યાપારના સંતુલનને નવું સ્વરૂપ આપી શકે છે.

યુરોપનો હિસ્સો વધશે!

આ કરારની અસર માત્ર ગાડીઓ સુધી સીમિત નથી. એમકે ગ્લોબલના અહેવાલ મુજબ, આ FTA (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) થી વર્ષ 2031 સુધીમાં યુરોપિયન યુનિયન સાથે ભારતનું ટ્રેડ સરપ્લસ (વ્યાપારી નફો) 51 અબજ ડોલર (લગભગ 4.2 લાખ કરોડ રૂપિયા) સુધી પહોંચી શકે છે. આનાથી ભારતના કુલ નિકાસમાં યુરોપનો હિસ્સો વર્તમાન 17.3% થી વધીને 23% સુધી થવાની અપેક્ષા છે.

Breaking News: બજેટ પહેલાં સરકારી કર્મચારીઓને મળી મોટી ભેટ, પેન્શન અને પગારમાં 30% વધારો, વાર્ષિક લાખોનો લાભ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

મેવાણીએ પટેલને કહ્યું-તારા જેવા ફુદાનું ચણુંઈ નહીં આવે, Video
મેવાણીએ પટેલને કહ્યું-તારા જેવા ફુદાનું ચણુંઈ નહીં આવે, Video
નાઈઝિરીયન મહિલા પાસેથી સૌથી ઘાતક ડ્રગ્સ ઝડપાયું
નાઈઝિરીયન મહિલા પાસેથી સૌથી ઘાતક ડ્રગ્સ ઝડપાયું
Breaking News : ભાજપના સાંસદ હેમાંગ જોષીનું ચોંકાવનારું નિવેદન
Breaking News : ભાજપના સાંસદ હેમાંગ જોષીનું ચોંકાવનારું નિવેદન
ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે, હવામાન વિભાગે કરી આગાહી
પ્રજાસત્તાક પર્વના દિવસે હર્ષ સંઘવીએ ગુજરાતના વિકાસની દિશા દર્શાવી
પ્રજાસત્તાક પર્વના દિવસે હર્ષ સંઘવીએ ગુજરાતના વિકાસની દિશા દર્શાવી
વાવ-થરાદમાં રાજ્યકક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી
વાવ-થરાદમાં રાજ્યકક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી
નાણાકીય પરિસ્થિતિ સુધરશે, અચાનક તમારા કામની તપાસ થઈ શકે છે
નાણાકીય પરિસ્થિતિ સુધરશે, અચાનક તમારા કામની તપાસ થઈ શકે છે
ખાતામાં હતા માત્ર 102 રૂપિયા, હવે PMO એ કરાવી ફ્લાઈટની ટિકિટ
ખાતામાં હતા માત્ર 102 રૂપિયા, હવે PMO એ કરાવી ફ્લાઈટની ટિકિટ
અંગદાનના પ્રણેતા નિલેશ માંડલેવાલાને પદ્મશ્રી
અંગદાનના પ્રણેતા નિલેશ માંડલેવાલાને પદ્મશ્રી
અમેરિકામાં આર્કટિક પવનો અને હિમવર્ષાથી 24 કરોડ લોકો પ્રભાવિત
અમેરિકામાં આર્કટિક પવનો અને હિમવર્ષાથી 24 કરોડ લોકો પ્રભાવિત
g clip-path="url(#clip0_868_265)">