High Return Stock : TATA નો આ શેર ₹15 થી 790 સુધી વધ્યો, નિષ્ણાંતો અનુસાર ટૂંક સમયમાં 900 ને પાર પહોંચી શકે છે

High Return Stock : શેરબજાર(Share Market) ફરી એકવાર રિકવરીના પાટા પર દોડી હ્યું છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે ટાટા ગ્રુપ(TATA Group)ની કંપનીઓએ પણ વેગ પકડ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનો શેર 1% વધીને રૂ. 790 પર પહોંચી ગયો હતો.

High Return Stock : TATA નો આ શેર  ₹15 થી 790 સુધી વધ્યો, નિષ્ણાંતો અનુસાર ટૂંક સમયમાં 900 ને પાર  પહોંચી શકે છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 12:11 PM

High Return Stock : શેરબજાર(Share Market) ફરી એકવાર રિકવરીની ટ્રેક  પર દોડી હ્યું છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે ટાટા ગ્રુપ(TATA Group)ની કંપનીઓએ પણ વેગ પકડ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનો શેર 1% વધીને રૂ. 790 પર પહોંચી ગયો હતો. હવે બ્રોકરેજ પણ આ સ્ટોકને લઈને ઉત્સાહી દેખાઈ રહ્યા છે. બ્રોકરેજનો અંદાજ છે કે શેર રૂ. 900ને પાર કરી જશે. જણાવી દઈએ કે લગભગ 21 વર્ષ પહેલા એટલે કે 2022માં આ શેરની કિંમત 15 રૂપિયા હતી.ગયા નાણાકીય વર્ષ (2022-23) ના ચોથા ક્વાર્ટરમાં, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનો ચોખ્ખો નફો 21.12 ટકા વધીને રૂ. 289.56 કરોડ થયો છે.

નિષ્ણાંતોનું અનુમાન

સ્થાનિક બ્રોકરેજ મોતીલાલ ઓસવાલના જણાવ્યા અનુસાર ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના શેરની કિંમત 910 રૂપિયા સુધી જઈ શકે છે. શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 861 રૂપિયા છે. આ શેરની કિંમત સપ્ટેમ્બર 2022માં વધી હતી. તે જ સમયે, 16 માર્ચ 2023 ના રોજ શેર રૂ.685ના સ્તરને સ્પર્શ્યો હતો. આ 52 સપ્તાહનું સૌથી નીચું સ્તર છે. શેરે BSE પર 10 વર્ષના સમયગાળામાં રોકાણકારોને 456 ટકાનું મલ્ટિબેગર વળતર આપ્યું છે.  5 અને 3 વર્ષના સમયગાળા માટેનું વળતર પણ ત્રણ અંકોમાં રહ્યું પરંતુ 2 અથવા 1 વર્ષના સમયગાળાના રોકાણકારો માટે વળતર નજીવું હતું.

અગાઉના નાણાકીય વર્ષ 2021-22ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 239.05 કરોડનો નફો કર્યો હતો. કંપનીની ઓપરેટિંગ આવક 13.96 ટકા વધીને રૂ. 3,618.73 કરોડ થઈ છે જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ. 3,175.41 કરોડ હતી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

કંપનીના નફામાં 21 ટકાનો વધારો

છેલ્લા નાણાકીય વર્ષ (2022-23) ના ચોથા ક્વાર્ટરમાં ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડનો ચોખ્ખો નફો 21.12 ટકા વધીને રૂ. 289.56 કરોડ થયો છે. કંપનીએ અગાઉના નાણાકીય વર્ષ 2021-22ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં રૂ. 239.05 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો હતો. તમને જણાવી દઈએ કે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પહેલા ટાટા ગ્લોબલ બેવરેજીસ લિમિટેડ તરીકે ઓળખાતી હતી. સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં કંપનીની ઓપરેટિંગ આવક 13.96 ટકા વધીને રૂ. 3,618.73 કરોડ થઈ છે જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ. 3,175.41 કરોડ હતી. આ સમયગાળા દરમિયાન કંપનીનો કુલ ખર્ચ પણ 14.11 ટકા વધીને રૂ. 3,217.58 કરોડ થયો છે. એક વર્ષ અગાઉના સમાન ગાળામાં તે રૂ. 2,819.60 કરોડ હતો.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર જાણકારી પુરી પાડવાનો પ્રયાસ છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે શેરમાં રોકાણ કરવું એ શેરબજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચો : Share Market : ભારતીય શેરબજારે રોકાણકારોને માલામાલ બનાવ્યા, બે મહિનામાં સંપત્તિમાં 27લાખ કરોડનો વધારો થયો

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">