HDFC એ બંધ કરી આ 3 ‘હેલ્થ ઈન્સ્યોરન્સ’ પોલિસી, આ રીતે તમને નહીં થાય નુકસાન

દેશની અગ્રણી સામાન્ય વીમા કંપની HDFC એર્ગોએ તેની 3 હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન બંધ કરી દીધા છે. જો તમે પણ આ પોલિસી લીધી છે, તો તેની અસર તમને થશે.

HDFC એ બંધ કરી આ 3 'હેલ્થ ઈન્સ્યોરન્સ' પોલિસી, આ રીતે તમને નહીં થાય નુકસાન
closed 3 major health insurance plans
Follow Us:
| Updated on: May 09, 2024 | 12:57 PM

દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંકની માલિકીની સામાન્ય વીમા કંપની HDFC એર્ગોએ બજારમાંથી 3 મુખ્ય હેલ્થ ઈન્સ્યોરન્સ યોજનાઓ પાછી ખેંચી લીધી છે. ચેક કરો કે શું તમે પણ આ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી લીધી છે? જો હા, તો આ પોલિસી બંધ થવાથી તમારા પર શું અસર થશે?

આરોગ્ય વીમા પૉલિસી કે જે HDFC એર્ગોએ બજારમાંથી બંધ કરી દીધી છે અથવા તો પાછી ખેંચી લીધી છે. તે ‘માય: હેલ્થ સુરક્ષા’ યોજનાઓના વિવિધ પ્રકારો છે. આવી સ્થિતિમાં જે ગ્રાહકો પાસે પહેલાથી જ આ પોલિસી છે, તેમના માટે પોલિસી રિન્યૂ કરતી વખતે શું બદલાશે? ચાલો જણાવીએ…

પોલિસીના આ પ્રકારો બંધ કરવામાં આવ્યા છે

HDFC ERGO ની ‘માય: હેલ્થ સુરક્ષા’ પોલિસીના હાલમાં બજારમાં ઘણા પ્રકારો છે. હવે કંપનીએ ‘ગોલ્ડ’, ‘પ્લેટિનમ’ અને ‘સિલ્વર’ વેરિઅન્ટની યોજનાઓ પાછી ખેંચી લીધી છે. આ હવે તે ગ્રાહકોને અસર કરશે જેમની પાસે પહેલેથી જ આ પોલિસી છે. હવે જ્યારે તે રિન્યુ કરવા જશે ત્યારે નિયમોમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. જો કે આ યોજનાઓ પોલિસીની રિન્યૂ ડેટ સુધી એક્ટિવ રહેશે.

ખાન સરની આ 6 બાબતો તમને અપાવી શકે છે મોટી સફળતા
હાર્દિક પંડ્યા પાસેથી છીનવાઈ જશે અંબાણીના MIની કેપ્ટન્સી !
સુરતમાં નવરાત્રીના છેલ્લા દિવસે કિંજલ દવે સ્ટેજ પર રડી પડ્યા, જુઓ Video
ગમે તેવી ઉધરસ હોય માત્ર એક દિવસમાં ગાયબ, જાણો કઈ રીતે
Liver Detox Tips : લિવર સાફ કરવા માટે મળી ગયો ગજબનો ઘરેલુ ઉપાય, જુઓ Video
Chilli : લાલ મરચું કે લીલું મરચું, ભોજનમાં શું ઉમેરવું વધુ સારું છે?

ગ્રાહકોને આ રીતે નહીં થાય નુકસાન

એક મીડિયા રિપોર્ટ મુજબ કંપનીનું કહેવું છે કે જે ગ્રાહકોની પોલિસી 7 ઓગસ્ટ, 2024ના રોજ અથવા તે પછી રિન્યૂ થવાની છે, તેઓ કંપનીના નવા હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન HDFC એર્ગો ઓપ્ટિમા રિસ્ટોર પ્લાનમાં શિફ્ટ થઈ શકે છે.

કંપનીએ કરી સ્પષ્ટતા

કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ગ્રાહકને બંધ કરવામાં આવેલી ત્રણ પોલિસી પર કોઈ બોનસ મળ્યું હોય તો તેને નવી પોલિસીમાં શિફ્ટ કરવાથી કોઈ નુકસાન થશે નહીં. તેમનું બોનસ નવી પોલિસીના રિન્યૂઅલ સમયે ટ્રાન્સફર કરવામાં આવશે.

પોલિસીઓ બંધ કરવા માટે કોઈ કારણ નથી આપ્યું

એટલું જ નહીં ગ્રાહકોને તે તમામ હોસ્પિટલોમાં પ્રવેશ મળતો રહેશે. જે તેમને તેમની અગાઉની પોલિસી હેઠળ મળતી હતી. જ્યારે આ પોલિસીઓની વિશેષતાઓ લગભગ સમાન છે, ત્યારે ગ્રાહકોના પ્રીમિયમ પર વધુ અસર થવાની અપેક્ષા નથી.

HDFC એર્ગોએ આ પોલિસીઓ બંધ કરવા માટે કોઈ કારણ આપ્યું નથી.

g clip-path="url(#clip0_868_265)">