AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST on Online Gaming : 1 ઓક્ટોબરથી ઓનલાઈન ગેમિંગ પર 28% GST લાગુ પડશે, જાહેરનામું બહાર પડ્યું

GST on Online Gaming : ઓનલાઈન ગેમિંગ(Online Gaming) પર લાદવામાં આવેલા જીએસટી(GST)ને લઈને મોટા સમાચાર છે. ઓનલાઈન ગેમિંગને લઈને GST નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. હવે 28% GST દર ઓનલાઈન ગેમિંગ (28% GST on Online Gaming)પર એટલે કે આવતીકાલે એટલે કે 1લી ઓક્ટોબરથી લાગુ થશે.

GST on Online Gaming : 1 ઓક્ટોબરથી ઓનલાઈન ગેમિંગ પર 28% GST લાગુ પડશે, જાહેરનામું બહાર પડ્યું
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2023 | 1:01 PM
Share

GST on Online Gaming : ઓનલાઈન ગેમિંગ(Online Gaming) પર લાદવામાં આવેલા જીએસટી(GST)ને લઈને મોટા સમાચાર છે. ઓનલાઈન ગેમિંગને લઈને GST નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. હવે 28% GST દર ઓનલાઈન ગેમિંગ (28% GST on Online Gaming)પર એટલે કે આવતીકાલે એટલે કે 1લી ઓક્ટોબરથી લાગુ થશે. આ ટેક્સ ઓનલાઈન ગેમિંગ પર લગાવવામાં આવેલા બેટ્સના સંપૂર્ણ ફેસ વેલ્યુ પર લગાવવામાં આવશે.

ગયા ગુરુવારે સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC)ના અધ્યક્ષ સંજય કુમાર અગ્રવાલે સ્પષ્ટ કર્યું હતું કે 1 ઓક્ટોબરથી ઑનલાઇન ગેમિંગ પર 28 ટકા GST લાગુ થશે. અગ્રવાલે કહ્યું કે તેઓ તેને લાગુ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે સ્પષ્ટ કર્યું કે GST કાઉન્સિલની છેલ્લી બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ સંબંધિત સૂચનાઓ પ્રક્રિયા હેઠળ છે. આ પછી હવે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

નાણા પ્રધાને જાહેરાત કરી હતી

ગયા મહિનાની શરૂઆતમાં, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ઑનલાઇન ગેમિંગ પર 28% GSTની જાહેરાત કરી હતી. તેમણે 51મી GST કાઉન્સિલની બેઠક બાદ કહ્યું હતું કે હવે 1 ઓક્ટોબરથી ઓનલાઈન ગેમિંગ પર લગાવવામાં આવેલા બેટ્સના સમગ્ર ફેસ વેલ્યુ પર 28 ટકા ટેક્સ લાદવામાં આવશે. જોકે, ગેમિંગ કંપનીઓએ GST કાઉન્સિલને આ નિર્ણય મોકૂફ રાખવાની અપીલ કરી હતી.

આગામી બેઠક 7 ઓક્ટોબરે મળશે

GST કાઉન્સિલની આગામી બેઠક 7 ઓક્ટોબરે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં યોજાશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ GST કાઉન્સિલની 51મી બેઠક 2 ઓગસ્ટના રોજ મળી હતી.

આ બેઠકમાં કાઉન્સિલે કેસિનો, હોર્સ રેસિંગ અને ઓનલાઈન ગેમિંગ પરના જીએસટી દરો અંગે નિર્ણય લીધો હતો. આ ત્રણ વસ્તુઓ પર જીએસટીનો દર 28 ટકા નક્કી કરવામાં આવ્યો હતો. GST કાઉન્સિલની બેઠકમાં રાજ્યોના નાણા મંત્રીઓ પણ સામેલ થયા હતા.

Deam 11એ નોટિસ સામે અપીલ કરી છે

એપ આધારિત સ્પોર્ટ્સ પ્લેટફોર્મ ડ્રીમ 11 એ GST નોટિસ સામે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી છે. આ નોટિસમાં, ડ્રીમ 11ને તેના પ્લેટફોર્મ દ્વારા અગાઉના બેટ્સ માટે 28 ટકાના દરે GST ચૂકવવાની માંગ કરવામાં આવી છે. GST અધિકારીઓએ ઈ-ગેમિંગ પ્લેટફોર્મને કારણ બતાવો નોટિસ જારી કર્યા પછી 22 સપ્ટેમ્બરે અરજી દાખલ કરવામાં આવી હતી.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સત્તાવાળાઓએ ઈ-ગેમિંગ પ્લેટફોર્મને કારણ બતાવો નોટિસ (SCN) જારી કર્યા પછી 22 સપ્ટેમ્બરે અરજી દાખલ કરવામાં આવી હતી. અરજી અનુસાર, 2017-18 માટે ટેક્સની માંગ રૂ. 216.94 કરોડ અને 2018-19 માટે રૂ. 1,005.77 કરોડ છે. Dream11એ કારણ બતાવો નોટિસને પડકારી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે કંપનીની સેવાઓ જુગારના સ્વરૂપમાં છે, જેના પર 28 ટકા ટેક્સ લાગશે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">