AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST: જો તમે Twitterથી કમાણી કરી રહ્યા છો, તો તમારે ચૂકવવો પડશે 18% GST

Twitter (X) એ તેના પ્રીમિયમ ગ્રાહકો અને વેરિફાઇડ સંસ્થાઓ માટે 'એડ રેવન્યુ શેરિંગ પ્લાન' રજૂ કર્યો છે. ટ્વિટર પરથી આ રીતે કમાણી કરવા માટે, ફોલોઅર્સની સંખ્યા ઓછામાં ઓછી 500 હોવી જોઈએ અને 3 મહિનાની પોસ્ટ પર 15 મિલિયન ઈમ્પ્રેશન્સ હોવા જોઈએ.

GST: જો તમે Twitterથી કમાણી કરી રહ્યા છો, તો તમારે ચૂકવવો પડશે 18% GST
Elon Musk
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2023 | 7:33 PM
Share

સોશિયલ મીડિયા કંપની Twitter (X) ના માલિક એલોન મસ્કે (Elon Musk) પ્લેટફોર્મ પર એંગેજમેન્ટ વધારવા માટે ઘણી નવી સેવાઓ શરૂ કરી છે. કન્ટેન્ટ જનરેટ કરનારાઓ માટે આવક યોજના પણ બનાવવામાં આવી છે. કંપનીએ જાહેરાતોમાંથી થતી આવકમાં ભાગીદારી કરવા માટે યુઝર્સ માટે ‘એડ રેવન્યુ શેરિંગ પ્લાન’ બનાવ્યો છે. પરંતુ હવે યુઝર્સને આ રીતે થનારી આવક પર 18% GST ચૂકવવો પડશે.

ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે GST કાયદા હેઠળ ‘એડ રેવેન્યુ શેરિંગ પ્લાન’થી થતી આવકને વિદેશથી ‘સપ્લાય’ ગણવામાં આવશે. તેથી તેને એનકેશ કરવા પર યુઝર્સને 18 ટકાના દરે ટેક્સ ચૂકવવો પડશે.

આ સોર્સમાંથી થતી આવક પર લાગશે ટેક્સ

જો કોઈ વ્યક્તિની ભાડાની આવક, બેંકોની ફિક્સ ડિપોઝિટ અથવા અન્ય વ્યાવસાયિક સેવાઓ પરનું વ્યાજ એક વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધારે થાય છે, તો તેના પર ટેક્સ લાગશે. નિષ્ણાતો કહે છે કે વ્યક્તિની સેવાઓમાંથી 20 લાખ રૂપિયાની આવકમાં તે સ્ત્રોતો સામેલ હશે જેને GSTના દાયરામાં રાખવામાં આવ્યા છે. જે આવકમાં છૂટ આપવામાં આવી છે તેના પર GST વસૂલવામાં નહીં આવે.

હાલમાં વ્યક્તિઓ અને એકમોને દેશમાં સેવાઓમાંથી એક વર્ષમાં 20 લાખ રૂપિયા કે તેથી વધુની આવક પર GST નોંધણી કરાવવી પડે છે. મિઝોરમ, મેઘાલય અને મણિપુરમાં આ મર્યાદા 10 લાખ રૂપિયા છે.

20 લાખ રૂપિયાની મર્યાદા બાદ 18% GST ચૂકવવો પડશે

આ અંગે AMRG એન્ડ એસોસિએટ્સના સિનિયર પાર્ટનર રજત મોહન કહે છે કે, ધારો કે જો કોઈ વ્યક્તિ બેંકમાંથી વાર્ષિક 20 લાખ રૂપિયાની વ્યાજની આવક મેળવે છે. તે તેના પર ન તો કોઈ GST ચૂકવે છે અને ન તો તેણે GST રજિસ્ટ્રેશન કરાવ્યું છે. હવે જો તે જ વ્યક્તિ ટ્વિટર જેવા પ્લેટફોર્મ પરથી 1 લાખ રૂપિયા કમાય છે, તો તેણે 20 લાખ રૂપિયાની મર્યાદા વટાવતા જ 18% GST ચૂકવવો પડશે.

આ પણ વાંચો : Property Rates: એક વર્ષમાં પ્રોપર્ટીના ભાવમાં 15% સુધીનો વધારો થયો, જાણો કયા શહેરમાં કેટલા મોંઘા થયા મકાન

આવી રીતે થશે ટ્વિટરથી આવક

હાલમાં Twitter (X) એ તેના પ્રીમિયમ ગ્રાહકો અને વેરિફાઇડ સંસ્થાઓ માટે ‘એડ રેવન્યુ શેરિંગ પ્લાન’ રજૂ કર્યો છે. ટ્વિટર પરથી આ રીતે કમાણી કરવા માટે, વ્યક્તિના ફોલોઅર્સની સંખ્યા ઓછામાં ઓછી 500 હોવી જોઈએ અને 3 મહિનાની પોસ્ટ પર 15 મિલિયન ઈમ્પ્રેશન્સ હોવા જોઈએ.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">