AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કર્મચારીઓને લાગશે મોટો ઝટકો ! શું ખરેખરમાં DA હાઇક અને 8મા CPC નો લાભ નહીં મળે? આખરે આની પાછળની હકીકત શું છે?

8મા પગાર પંચને લઈને કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મનમાં હજારો પ્રશ્નો ચાલી રહ્યા છે. આ દરમિયાન, 8મા પગાર પંચ અંગેનો એક મેસેજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હવે આ મેસેજ પાછળની હકીકત શું છે? કેમ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો આ મેસેજને લઈને ચિંતિત છે?

કર્મચારીઓને લાગશે મોટો ઝટકો ! શું ખરેખરમાં DA હાઇક અને 8મા CPC નો લાભ નહીં મળે? આખરે આની પાછળની હકીકત શું છે?
| Updated on: Dec 15, 2025 | 4:07 PM
Share

8મા પગાર પંચને લઈને કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મનમાં હજારો પ્રશ્નો ચાલી રહ્યા છે. આ દરમિયાન, 8મા પગાર પંચ અંગેનો એક મેસેજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારે ‘ફાઇનાન્સ એક્ટ 2025’ હેઠળ નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું (DA) વધારો અને પગાર પંચના લાભ બંધ કરી દીધા છે.

આનો અર્થ એ છે કે, પેન્શનરોને DA વધારો અને 8મા CPC લાભો મળશે નહીં. આ વાયરલ મેસેજે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં મૂંઝવણ ઊભી કરી છે. એવામાં સવાલ એ છે કે, કયા કર્મચારીઓને 8મા પગાર પંચના લાભથી બાકાત રાખવામાં આવશે?

શું આ વાયરલ મેસેજ સાચો છે કે ખોટો?

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) ના ફેક્ટ-ચેકિંગ યુનિટે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ દાવાને ખોટો ગણાવ્યો છે. ટૂંકમાં નિવૃત્ત લોકોને 8મા કેન્દ્રીય પગાર પંચ (8મા CPC) અને DA વધારામાંથી બાકાત રાખવામાં આવ્યા છે, આ મેસેજ ‘Fake’ છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ સ્પષ્ટતા કરી છે કે, કેન્દ્ર સરકારે નીતિમાં કોઈ ફેરફાર કર્યો નથી.

PIB ના ફેક્ટ ચેક યુનિટે X પર પોસ્ટ કર્યું કે, WhatsApp પર એક મેસેજ ફરતો થઈ રહ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, “કેન્દ્ર સરકારે ‘ફાઇનાન્સ એક્ટ 2025’ હેઠળ નિવૃત્ત કર્મચારીઓ માટે ‘DA વધારો’ અને ‘પગાર પંચ સુધારણા’ (Pay Commission Revision) જેવા રિટાયરમેન્ટ પછીના લાભો પાછા ખેંચી લીધા છે.” જો કે, આ મેસેજ ‘Fake’ છે.

કોને નહીં મળે ‘DA હાઇક અને 8મા CPC નો લાભ’?

PIB અનુસાર, CCS (પેન્શન) નિયમો, 2021 માં કરવામાં આવેલ એકમાત્ર ફેરફાર નિયમ 37(29C) માં સુધારો છે, જે ગેરવર્તણૂક માટે બરતરફ કરાયેલા નિવૃત્ત PSU કર્મચારીઓ સાથે સંબંધિત છે.

સુધારેલા નિયમમાં જણાવાયું છે કે, જો કોઈ કર્મચારીને સરકારી કંપનીમાં જોડાયા બાદ કોઈપણ પ્રકારના ખોટા વર્તન બદલ નોકરીમાંથી બરતરફ કે દૂર કરવામાં આવે છે, તો સરકાર હેઠળ કરવામાં આવેલી સેવાના નિવૃત્તિ લાભો પણ રદ કરવામાં આવશે.

દેશ અને દુનિયાના વિશેષ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો. 

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">