ભારત સરકારના એક નિર્ણયથી ડિફેન્સ સેક્ટરના સ્ટોક્સ ઉછળ્યા, જાણો રોકાણકારોને કેટલો મળ્યો લાભ?
ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે રૂપિયા 2.23 લાખ કરોડના સોદાને લીલી ઝંડી આપતાં તેની અસર સપ્તાહના છેલ્લા દિવસે ત્રણ સંરક્ષણ PSU શેરોમાં જોવા મળી હતી. આ ત્રણ શેરોમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ , ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ભારત ડાયનેમિક્સનો સમાવેશ થાય છે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી સપ્તાહમાં પણ તેજી જોવા મળી શકે છે.

ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે રૂપિયા 2.23 લાખ કરોડના સોદાને લીલી ઝંડી આપતાં તેની અસર સપ્તાહના છેલ્લા દિવસે ત્રણ સંરક્ષણ PSU શેરોમાં જોવા મળી હતી. આ ત્રણ શેરોમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ , ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ભારત ડાયનેમિક્સનો સમાવેશ થાય છે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી સપ્તાહમાં પણ તેજી જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં તેમાં રોકાણ કરી શકાય છે.
ડિફેન્સ સ્ટોક્સમાં જબરદસ્ત તેજી
સાધનોની ખરીદીને લીલી ઝંડી આપનાર ભારત સરકારની સંરક્ષણ સંપાદન સમિતિએ રૂપિયા 2.32 લાખ કરોડની ખરીદીને લીલી ઝંડી આપી દીધી છે. આની અસર એ છે કે શુક્રવારના ટ્રેડિંગ પર નજર કરીએ તો HALમાં 3 ટકા, BELમાં 1 ટકા અને BDLમાં પાંચ ટકાનો વધારો જોવા મળ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિષ્ણાતોનું માનવું છે કે HALને આનાથી સૌથી મોટો ફાયદો મળી શકે છે. કારણ કે HALને 65 હજાર કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા છે જેમાં 97 એલસીએ માર્ક વન ફાઈટર જેટના અધિગ્રહણના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી મળતાં જ ભારતીય વાયુસેના માટે આ ફાઈટર જેટ મેળવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
DAC એ 15 LCH પ્રચંડ હેલિકોપ્ટર અને SU 30 MKI ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. આ સાથે HALની ઓર્ડર બુક 82 હજાર કરોડ રૂપિયાની થઈ ગઈ છે.
BEL અને BDLની સ્થિતિ પણ મજબૂત
જ્યારે DACના આ ઓર્ડરમાં આ વર્ષના પ્રથમ છ મહિનામાં BELનો ઓર્ડર 15400 કરોડ રૂપિયા રહ્યો છે. જે ગયા વર્ષની સરખામણીએ વાર્ષિક ધોરણે 574 ટકા વધુ છે. આમાં કંપનીને BDL અને કોચીન શિપયાર્ડ તરફથી મોટા ઓર્ડર મળ્યા છે. કંપની પાસે લગભગ રૂ. 68700 કરોડનો ઓર્ડર બેકલોગ છે. તે જ સમયે, BDLની સ્થિતિ પણ મજબૂત છે. કંપનીને આ વર્ષના પ્રથમ છ મહિનામાં રૂ. 25 હજાર કરોડના ઓર્ડર મળવાની ધારણા છે. જ્યારે આ વર્ષના પ્રથમ છ મહિનામાં BDL પાસે રૂ. 1660 કરોડના ઓર્ડર હતા.
ડિફેન્સ સ્ટોક્સમાં સારું રિટર્ન
છેલ્લા એક વર્ષ દરમિયાન સંરક્ષણ ક્ષેત્રની કંપનીઓએ રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. ઘણા સંરક્ષણ શેરોએ 6 મહિનામાં રોકાણકારોનાતેજીથી વધારી દીધા છે.
આ પણ વાંચો : નવેમ્બર મહિનામાં GST કલેક્શનમાં 15%નો ઉછાળો, જાણો સરકારી તિજોરીમાં કેટલા લાખ કરોડ ઉમેરાયા