સરકાર આપશે રોકાણ કરી ગેરેન્ટેડ કમાણીની તક, જાણો કેટલું મળશે રિટર્ન અને શું છે ઓફર ?

ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (InvITs) એ મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા છે. જેના દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સંભવિત વ્યક્તિગત અથવા સંસ્થાકીય રોકાણકારો વળતરના સ્વરૂપમાં આવકનો એક નાનો હિસ્સો મેળવવા માટે સીધી જ નાની રકમનું રોકાણ કરી શકે છે.

સરકાર આપશે રોકાણ કરી ગેરેન્ટેડ કમાણીની તક, જાણો કેટલું મળશે રિટર્ન અને શું છે ઓફર ?
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2022 | 6:24 AM

કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી(Nitin Gadkari)એ મંગળવારે જણાવ્યું હતું કે સરકાર ચાર જેટલા માર્ગના પ્રોજેક્ટ માટે ભંડોળ એકત્ર કરવા માટે આવતા મહિને મૂડી બજારનો સંપર્ક કરશે. તેમણે કહ્યું કે આ ફંડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (InvIT) દ્વારા એકત્ર કરવામાં આવશે. રિટેલ રોકાણકારો(Retail investors) પણ આમાં 10 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકશે. નીતિન ગડકરી ઉદ્યોગ સંગઠન FICCI દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે “અમે ચાર માર્ગના  પ્રોજેક્ટ માટે મૂડીબજારનો સંપર્ક કરીશું. આમાં સાતથી આઠ ટકા વળતર સુનિશ્ચિત કરવામાં આવશે. ગડકરીએ કહ્યું કે માર્ગ મંત્રાલય ફરી એકવાર બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (BOT) મોડલ હેઠળ પ્રોજેક્ટ્સ શરૂ કરશે.

InvITs શું છે?

ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (InvITs) એ મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા છે. જેના દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સંભવિત વ્યક્તિગત અથવા સંસ્થાકીય રોકાણકારો વળતરના સ્વરૂપમાં આવકનો એક નાનો હિસ્સો મેળવવા માટે સીધી જ નાની રકમનું રોકાણ કરી શકે છે. InvITs મ્યુચ્યુઅલ ફંડ અથવા રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની જેમ કામ કરે છે.

ટેક્સ મુક્તિનો લાભ

NHAI આ InvITs ને છૂટક અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો માટે વધુ આકર્ષક બનાવવા માટે સરકાર પાસેથી InvITs રોકાણ પર કર મુક્તિની પણ માંગ કરી રહી છે. વર્તમાન કરવેરા નિયમો મુજબ, InvITs માં રોકાણ કરનાર રોકાણકારે ખરીદીના 3 વર્ષની અંદર InvITs ના એકમો વેચવા પર મેળવેલા નફા પર ટૂંકા ગાળાનો મૂડી લાભ ચૂકવવો પડશે. જો InvITs ના એકમો 3 વર્ષ પછી વેચવામાં આવે અને નફો રૂ. 1 લાખથી વધુ હોય, તો 10 ટકાના દરે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવા માટે જવાબદાર છે.

કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'

દેશમાં ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વિશાળ સંભાવના

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે તેમણે 2024 સુધીમાં નેશનલ હાઈવે નેટવર્કની લંબાઈ બે લાખ કિલોમીટર સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખ્યો છે. દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નેટવર્ક એપ્રિલ, 2014માં 91,287 કિમીથી વધીને નવેમ્બર, 2021માં 1,40,937 કિમી થઈ ગયું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતમાં રોડ નિર્માણ, નદી કનેક્ટિવિટી, ઘન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપન, પાર્કિંગ પ્લાઝા, સિંચાઈ, રોપવે અને કેબલ કાર પ્રોજેક્ટ માટે અપાર સંભાવનાઓ છે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું કામ અડધાથી વધુ પૂર્ણ

તેમણે કહ્યું, “દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું લગભગ 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. નાગરિકોને 12 કલાકમાં મુંબઈ નરીમાન પોઈન્ટથી દિલ્હી લઈ જવાનું મારું સપનું છે . હવે અમે નરીમન પોઈન્ટને જોડવા માટે કામ કરી રહ્યા છીએ.” ગડકરીએ કહ્યું “આપણે વિશ્વભરમાંથી અને ભારતમાંથી સારી ટેકનોલોજી, સંશોધન, નવીનતા અને સફળ પ્રક્રિયાઓને સ્વીકારવાની જરૂર છે. ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના ખર્ચ ઘટાડવા માટે આપણે વૈકલ્પિક સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ.” તેમણે કહ્યું કે સ્ટીલને બદલે ગ્લાસ ફાઈબરનો ઉપયોગ કરી શકાય છે જો સ્પર્ધા હશે તો કિંમત આપોઆપ નીચે આવી જશે.

Latest News Updates

અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
g clip-path="url(#clip0_868_265)">