ઈ-વાહનમાં આગ લાગવાના બનાવો અંગે સરકાર સખ્ત, કસૂરવાર કંપનીઓ સામે લેવાશે પગલાં

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ ગુરુવારે જણાવ્યું હતું કે નિષ્ણાત સમિતિના અહેવાલ મળ્યા બાદ સરકાર આવી બાબતોમાં જરૂરી આદેશો જાહેર કરશે.

ઈ-વાહનમાં આગ લાગવાના બનાવો અંગે સરકાર સખ્ત, કસૂરવાર કંપનીઓ સામે લેવાશે પગલાં
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 10:46 PM

ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર (E Vehicles) માં આગની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, સરકાર કસૂરવાર કંપનીઓ સામે જરૂરી આદેશો જાહેર કરશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરી(Nitin Gadkari) ગુરુવારે કહ્યું હતું કે આવા મામલામાં નિષ્ણાત સમિતિનો રિપોર્ટ મળ્યા બાદ સરકાર (Government) જરૂરી આદેશો જાહેર કરશે. આવા કેસોની તપાસ માટે આ કમિટીની રચના કરવામાં આવી છે. ગડકરીએ અનેક ટ્વીટ દ્વારા કહ્યું કે છેલ્લા બે મહિનામાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરને લગતા અનેક અકસ્માતો સામે આવ્યા છે. ગડકરીએ કહ્યું કે તેમણે આ ઘટનાઓની તપાસ કરવા અને ઉપચારાત્મક પગલાંની ભલામણ કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરી છે.

રિપોર્ટના આધારે તેઓ બેદરકારી દાખવનાર કંપનીઓ પર જરૂરી આદેશ જાહેર કરશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક વાહનો માટે ગુણવત્તા-કેન્દ્રિત માર્ગદર્શિકા જાહેર કરશે. તેમણે કહ્યું કે જો કોઈ કંપની તેની પ્રક્રિયામાં બેદરકારી દાખવશે તો તેને ભારે દંડ ફટકારવામાં આવશે અને તમામ ખામીયુક્ત વાહનોને પરત લેવાનો આદેશ પણ આપવામાં આવશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ગડકરીએ ટ્વીટ કરીને માહિતી આપી

ગડકરીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે છેલ્લા બે મહિનામાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરને લગતા ઘણા અકસ્માતો સામે આવ્યા છે. તેણે ટ્વીટર હેન્ડલ પર લખ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે અને આ ઘટનાઓમાં કેટલાક લોકો ઘાયલ થયા છે.

કેન્દ્રીય મંત્રી ગડકરીએ એમ પણ કહ્યું કે આ દરમિયાન કંપનીઓ તમામ ખામીયુક્ત વાહનોના બેચને તાત્કાલિક પરત લેવા માટે કાર્યવાહી પણ કરી શકે છે. તેમણે ટ્વિટ કર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેમની સરકાર દરેક મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.

આ ઉપરાંત, અમે તમને જણાવી દઈએ કે અદાણી ટોટલ ગેસ લિમિટેડે અમદાવાદમાં તેના પ્રથમ ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનની શરૂઆત સાથે ઇલેક્ટ્રિક મોબિલિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પ્રવેશ કર્યો છે. આ કંપની અદાણી ગ્રુપ અને ફ્રેન્ચ એનર્જી કંપની ટોટલ એનર્જી SE વચ્ચેનું સંયુક્ત સાહસ છે.

અદાણી ટોટલ એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ચાર્જિંગ સ્ટેશન અમદાવાદના મણિનગરમાં ATGLના CNG સ્ટેશન પર શરૂ કરવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ EV ચાર્જિંગ સ્ટેશન ઇલેક્ટ્રિક વાહનના માલિકોને શ્રેષ્ઠ-ઇન-ક્લાસ ચાર્જિંગ સુવિધા અને સગવડતા સાથે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા સક્ષમ બનાવશે.

આ પણ વાંચો :  LIC એ IPO લાવતા પહેલા લીધુ પગલું, માર્ચ ક્વાર્ટરમાં શેરબજારમાં લિસ્ટેડ આ કંપનીઓમાં ખરીદી હિસ્સેદારી

g clip-path="url(#clip0_868_265)">