રોજગારના મોરચે સારા સમાચાર, IT કંપની Infosys ચાલુ વર્ષે કેમ્પસમાંથી 25 હજાર ફ્રેશર્સ હાયર કરશે

ભારતની બીજી સૌથી મોટી આઈટી કંપની ઇન્ફોસીસે કહ્યું છે કે તે નાણાકીય વર્ષ 2021-22માં કેમ્પસમાંથી 25000 ફ્રેશર્સ હાયર કરશે. છેલ્લા નાણાકીય વર્ષમાં કંપનીનો એટ્રિશન રેટ (કંપની છોડી દેનારા કર્મચારીઓનો દર) 15 ટકા હતો. જુલાઈ 2021 થી કંપની સેકન્ડ પર્ફોમન્સ રીવ્યુની શરૂઆત કરશે. કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર પ્રવીણ રાવે કહ્યું કે માંગમાં ઉછાળા વચ્ચે એટ્રેશન રેટમાં […]

રોજગારના  મોરચે સારા સમાચાર, IT કંપની Infosys ચાલુ  વર્ષે કેમ્પસમાંથી 25 હજાર ફ્રેશર્સ હાયર કરશે
ઇન્ફોસિસ મોટી સંખ્યામાં ફ્રેશર્સને રોજગારીની તક પુરી પડશે
Follow Us:
| Updated on: Apr 15, 2021 | 8:04 AM

ભારતની બીજી સૌથી મોટી આઈટી કંપની ઇન્ફોસીસે કહ્યું છે કે તે નાણાકીય વર્ષ 2021-22માં કેમ્પસમાંથી 25000 ફ્રેશર્સ હાયર કરશે. છેલ્લા નાણાકીય વર્ષમાં કંપનીનો એટ્રિશન રેટ (કંપની છોડી દેનારા કર્મચારીઓનો દર) 15 ટકા હતો. જુલાઈ 2021 થી કંપની સેકન્ડ પર્ફોમન્સ રીવ્યુની શરૂઆત કરશે. કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર પ્રવીણ રાવે કહ્યું કે માંગમાં ઉછાળા વચ્ચે એટ્રેશન રેટમાં વધારો થયો છે. આમછતાં કંપની સતત પ્રતિભા જાળવવા માટે પ્રયાસ કરી રહી છે.

એક અખબારી અહેવાલમાં જણાવ્યા અનુસાર કોરોના રોગચાળાને કારણે કંપની દ્વારા આ વધારો 2020 માં આપવામાં આવ્યો ન હતો. આ વર્ષે જાન્યુઆરીમાં કંપની દ્વારા પ્રથમ તબક્કાની ઇન્ક્રીમેન્ટની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે 25 હજાર હાયરિંગમાં 24 હજાર હાયરિંગ ભારતીય કોલેજોમાંથી કરવામાં આવશે જ્યારે 1000 ફ્રેશર્સ વિદેશી કોલેજોમાંથી ભરતી કરવામાં આવશે. નાણાકીય વર્ષ 200-21માં કંપની પાસે ભારતથી 19 હજાર અને અન્ય દેશોની કોલેજોમાંથી 2000 કેમ્પસ હાયરિંગ લેવામાં આવ્યા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

2.60 લાખ કંપની સાથે જોડાયેલા છે નાણાકીય વર્ષ 2021 ના ​​અંતે કંપનીમાં કામ કરતા કુલ કર્મચારીઓની સંખ્યા 2 લાખ 59 હજાર 619 હતી. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો યૂટિલાઇઝેશન દર 87.70 ટકા હતો. દેશની સૌથી મોટી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસ દ્વારા ચાલુ સપ્તાહે પરિણામ જાહેર કરાયું છે. ટીસીએસએ એમ પણ કહ્યું હતું કે તે આ વર્ષે 40 હજાર લોકોને નોકરી પર લેશે. ગયા વર્ષે પણ કંપનીએ 40 હજાર લોકોને નોકરી આપી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">