શરાબના શોખીનો માટે આનંદના સમાચાર : અહીં હવે સસ્તી કિંમતે પણ મળશે શરાબ

ફેબ્રુઆરી મહિનામાં કોવિડ રોગચાળો ફાટી નીકળ્યો હોવાથી દિલ્હીમાં ખાનગી દુકાનો દ્વારા દારૂના વેચાણ પર આપવામાં આવતા ડિસ્કાઉન્ટ અને 'એક ખરીદો- એક મફત મેળવો' જેવી યોજનાઓને કારણે દુકાનો બહાર ભારે ભીડ થતી હતી.

શરાબના શોખીનો માટે આનંદના સમાચાર : અહીં હવે સસ્તી કિંમતે પણ મળશે શરાબ
શરાબના શોખીનો માટે આનંદના સમાચાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 9:40 AM

શરાબ( liquor)ના શોખીનો માટે આનંદના સમાચાર છે. દેશની રાજધાની દિલ્હી(Delhi)માં શરાબનું વેચાણ કરતા ખાનગી દુકાનદારો હવે સસ્તામાં દારૂ(liquor at cheap prices) વેચવા પરવાનગી અપાઈ છે. આબકારી વિભાગે દારૂનું વેચાણ કરતી ખાનગી દુકાનોને મહત્તમ છૂટક કિંમત (MRP) પર 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની મંજૂરી આપી છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે. ફેબ્રુઆરીમાં દિલ્હી સરકારે દારૂની બોટલો પર ડિસ્કાઉન્ટ અને વેચાણ યોજના પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણય કોવિડ-19 નિયંત્રણ અને બજારમાં અયોગ્ય વ્યવહાર સંબંધિત પ્રતિબંધોનું પાલન ન કરવાને કારણે લેવામાં આવ્યો છે.

કેમ સસ્તી થશે શરાબ

દિલ્હીના આબકારી કમિશનરે ડિસ્કાઉન્ટ સાથે દારૂના વેચાણ માટે તેમની મંજૂરી આપી છે. આ આદેશ અનુસાર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં દારૂનું વેચાણ કરતી ખાનગી દુકાનો MRP પર 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી શકે છે. આ દરમિયાન દિલ્હી એક્સાઈઝ રૂલ્સ 2010ની કલમ 20નું કડકાઈથી પાલન કરવાનું રહેશે.

જે દુકાનોને દિલ્હીમાં દારૂનું વેચાણ કરવા માટે લાયસન્સ આપવામાં આવ્યું છે તેમણે નિર્ધારિત નિયમો અને શરતોનું ચુસ્તપણે પાલન કરવું પડશે અને કોઈપણ ઉલ્લંઘનના કિસ્સામાં તેમની સામે દિલ્હી એક્સાઈઝ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જો કે આબકારી કમિશનરના આદેશમાં જણાવ્યું હતું કે “જાહેર હિતને ધ્યાનમાં રાખીને કોઈપણ સમયે ડિસ્કાઉન્ટ પાછું ખેંચવાનો સરકારનો અધિકાર અનામત છે. ડિસ્કાઉન્ટ આપવાના નિર્ણયને ચાલુ રાખવા માટે સરકાર પર કોઈ દબાણ રહેશે નહીં.”

આ કારણે મોંઘી થઇ હતી શરાબ

ફેબ્રુઆરી મહિનામાં કોવિડ રોગચાળો ફાટી નીકળ્યો હોવાથી દિલ્હીમાં ખાનગી દુકાનો દ્વારા દારૂના વેચાણ પર આપવામાં આવતા ડિસ્કાઉન્ટ અને ‘એક ખરીદો- એક મફત મેળવો’ જેવી યોજનાઓને કારણે દુકાનો બહાર ભારે ભીડ થતી હતી. અનેક વિસ્તારોમાં દુકાનોમાં કેસો સામે આવ્યા હતા. આ પછી સરકારે દારૂના વેચાણ પર છૂટ આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

દિલ્હી સરકારે નવેમ્બર 2021માં જ નવી આબકારી નીતિ લાગુ કરી હતી. આ અંતર્ગત 849 રિટેલ આઉટલેટ્સને લાઇસન્સ આપવામાં આવ્યા હતા. આ અંતર્ગત લાયસન્સવાળી દુકાનો દારૂની MRP પર ડિસ્કાઉન્ટ અને છૂટ આપી શકે છે.

આ પણ વાંચો : SBI Savings Fund: 5 વર્ષમાં 37% થી વધુ વળતર મળ્યુ, તમે પણ આ બચત ફંડમાં કરી શકો છો રોકાણ

આ પણ વાંચો : ભારત-ઓસ્ટ્રેલિયા વેપાર કરારને લઈને પીએમ નરેન્દ્ર મોદીનું નિવેદન, કહ્યુ- વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને પ્રવાસીઓની અવરજવર થશે સરળ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/1510157097425539074

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">