Valentine’s Day 2023 Gift : તમારા વેલેન્ટાઈનને કિંમતી ભેટ આપવા માંગો છો? સોના-ચાંદીના દાગીના ગિફ્ટ કરો, આજે ઘરેણાં સસ્તાં મળશે

Valentine’s Day 2023 Gift : આજના વ્યસ્ત સમયમાં ભાગ્યે જ કોઈ દંપતી પ્રેમ સાથે એકબીજા માટે પૂરતો સમય મળે છે જયારે તેઓ મન ખોલીને  વાત કરે છે અને એકબીજાને સાંભળે છે. આવી સ્થિતિમાં, વેલેન્ટાઇન ડે તે ખાસ પ્રસંગ બની રહે છે જ્યારે બે પ્રેમાળ લોકો હૃદયમાં છુપાયેલા પ્રેમને વ્યક્ત કરવા માટે થોડો સમય કાઢવાનો પ્રયાસ કરે છે.

Valentine’s Day 2023 Gift : તમારા વેલેન્ટાઈનને કિંમતી ભેટ આપવા માંગો છો? સોના-ચાંદીના દાગીના ગિફ્ટ કરો, આજે ઘરેણાં સસ્તાં મળશે
Valentine’s Day 2023 Gift
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2023 | 7:23 AM

Valentine’s Day 2023 Gift : જો તમે આ વેલેન્ટાઈન ડે પર તમારા બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડને કંઈક ગિફ્ટ કરવા માંગો છો, તો તમે સોના અને ચાંદીની બનેલી જ્વેલરી ગિફ્ટ કરી શકો છો. કારણ કે સોનું તેની સર્વોચ્ચ સપાટીથી 1822 રૂપિયા સસ્તું થયું છે, તો 2 ફેબ્રુઆરીના દરથી ચાંદી 5205 રૂપિયા સસ્તી મળી રહી છે. તમને જણાવી દઈએ કે 2 ફેબ્રુઆરીએ ચાંદી 71576 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી જ્યારે સોનું 58882 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચી ગયું હતું. બજેટ બાદ સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. બજેટના બીજા દિવસે 2 ફેબ્રુઆરીએ સોનું નવી ટોચે હતું જ્યારે ચાંદી પણ 71,000ને પાર કરી ગઈ હતી. બજેટનો તાત્કાલિક પ્રભાવ ઓછો  થતાં જ સોનું ટોચ પરથી સરકવા લાગ્યું.

સોના અને ચાંદીના ભાવ

IBJA દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર 2 ફેબ્રુઆરીએ 58882 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યા બાદ બીજા દિવસે સોનું ઘટીને 5803 રૂપિયા પર આવી ગયું હતું. આ પછી 6 ફેબ્રુઆરીએ તે ઘટીને 57432 થઈ ગયો. 6 ફેબ્રુઆરી પછી સોનાના ભાવમાં થોડો વધારો થયો હતો, પરંતુ 10 ફેબ્રુઆરીએ ઘટીને રૂ.56,983 થયો હતો. આજે બુલિયન માર્કેટમાં શરૂઆતના કારોબારમાં સોનું 57076 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું હતું.

જો ચાંદીની વાત કરીએ તો 2 ફેબ્રુઆરીથી ચાંદીની કિંમતમાં 5200 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. ચાંદી 71576 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ઘટીને 66307 રૂપિયા પર આવી ગઈ છે. આવી સ્થિતિમાં, તમે તમારા વેલેન્ટાઇનને સોના અને ચાંદીના ઘરેણાં આપીને ખુશ કરી શકો છો.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

સોનાની ભેટ કેમ શ્રેષ્ઠ?

આજના વ્યસ્ત સમયમાં ભાગ્યે જ કોઈ દંપતી પ્રેમ સાથે એકબીજા માટે પૂરતો સમય મળે છે જયારે તેઓ મન ખોલીને  વાત કરે છે અને એકબીજાને સાંભળે છે. આવી સ્થિતિમાં, વેલેન્ટાઇન ડે તે ખાસ પ્રસંગ બની રહે છે જ્યારે બે પ્રેમાળ લોકો હૃદયમાં છુપાયેલા પ્રેમને વ્યક્ત કરવા માટે થોડો સમય કાઢવાનો પ્રયાસ કરે છે. પ્રેમ વ્યક્ત કરવા તેઓ ભેટોઆપે છે.  તમારા જીવનસાથી માટે ભેટની પસંદગી તમારા સંબંધના બંધનને મજબૂત બનાવી શકે છે. આમાટે ભારતીય સંસ્કૃતિ અનુસાર સોનુ મહિલાઓની પહેલી પસંદ રહેતું હોય છે. સોનાના દાગીના સુંદરતામાં નિખાર લાવતી હોય છે સાથે સંકટ સમયે મદદરૂપ સાબિત થતું હોય છે.આ કારણોસર મહિલાઓ પણ સોનાને પહેલી પસંદ માનતી હોય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">