AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sovereign Gold Bond : આજે છેલ્લો દિવસ! સોનામાં સસ્તી કિંમતે રોકાણ સાથે વ્યાજનો લાભ આપતી યોજના આજે બંધ થશે

સોવરેન ગોલ્ડ બોન્ડ પર દર અડધા વર્ષે 2.50 ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. બોન્ડ પરના વ્યાજમાંથી આવક આવકવેરા કાયદા હેઠળ કરપાત્ર છે. આ બોન્ડના ડોક્યુમેન્ટ અને ડીમેટ ફોર્મેટ બંને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

Sovereign Gold Bond : આજે છેલ્લો દિવસ! સોનામાં સસ્તી કિંમતે રોકાણ સાથે વ્યાજનો લાભ આપતી યોજના આજે બંધ થશે
Sovereign Gold Bond
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2022 | 7:12 AM
Share

24 કેરેટ શુદ્ધતાની ગેરેંટી કેન્દ્ર સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડના નામથી સ્કીમ (Sovereign Gold Bond Scheme)આજે પૂર્ણ થઇ રહી છે. આ યોજના અંતર્ગત સસ્તું સોનું વેચવામાં આવી રહ્યું છે. આ સોનુ ભારત સરકાર વતી RBI વેચી રહી છે. સરકાર દ્વારા ચોક્કસ તારીખ જાહેર કરી તે સમયગાળામાં સોનું વેચવામાં આવે છે. આ સોનુ શુદ્ધતાની ખાતરી સાથે વેચવામાં આવે છે. સોવરેન ગોલ્ડ સામાન્ય ફિઝિકલ ગોલ્ડની જગ્યાએ બ્રાન્ડ તરીકે અપાય છે. આ સ્કીમમાં ગેરેન્ટેડ 24 કેરેટ ગોલ્ડ ઓફર કરવામાં આવે છે. SGBની ઇશ્યૂ પ્રાઈઝ છેલ્લા 3 ટ્રેડિંગ સેશન દરમિયાન 24 કેરેટ સોનાના સરેરાશ બંધ ભાવના આધારે નક્કી કરવામાં આવે છે. હાલની  ઈશ્યુ પ્રાઇસ 5091 રૂપિયા પ્રતિ ગ્રામ છે. રિઝર્વ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગોલ્ડ બોન્ડ સિરીઝ-1ને 24 જૂન સુધી સબસ્ક્રિપ્શન માટે ખોલવામાં આવી છે.

SGB ના શું છે લાભ?

સોવરેન ગોલ્ડ બોન્ડ પર દર અડધા વર્ષે 2.50 ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. બોન્ડ પરના વ્યાજમાંથી આવક આવકવેરા કાયદા હેઠળ કરપાત્ર છે. આ બોન્ડના ડોક્યુમેન્ટ અને ડીમેટ ફોર્મેટ બંને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. સેકન્ડરી માર્કેટમાં વેપાર કરી શકાય છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે વ્યક્તિગત રોકાણકારોને SGB રિડીમ કરવા પર મળેલી મૂડી પર કેપિટલ ગેઇન્સ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. દરમિયાન RBI ની SGB યોજના સબસ્ક્રિપ્શન માટે ખુલ્લી છે. કોઈપણ રોકાણકાર રોકાણ કરી શકે છે.

SGB ​​માં રોકાણ કરવાના ફાયદા

  • ખાતરીપૂર્વકનું વળતર : સોવરેન ગોલ્ડ બોન્ડના રોકાણકારોને દર વર્ષે 2.5%ના દરે વ્યાજ આપે છે. આ વ્યાજ અર્ધવાર્ષિક ધોરણે મળશે.
  • કેપિટલ ગેઈન્સ ટેક્સમાંથી મુક્તિ: રિડેમ્પશન પર કોઈપણ પ્રકારનો  કેપિટલ ગેઈન ટેક્સ લાગશે નહીં.
  • લોન સુવિધા: લોન માટે કોલેટરલ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.
  • સ્ટોરેજની કોઈ સમસ્યા નથી: સુરક્ષિત છે જેમાં ફિઝિકલ ગોલ્ડ ની જેમ સ્ટોરેજની કોઈ સમસ્યા નથી.
  • લિક્વીડીટી: એક્સચેન્જ પર ટ્રેડિંગ કરી શકાય છે.
  • GST અને મેકિંગ ચાર્જિસમાંથી મુક્તિ: ભૌતિક સોનાથી વિપરીત છે.  GST અને મેકિંગ ચાર્જ લાગતો નથી.

ઓનલાઇન ખરીદી પર 50 રૂપિયા પ્રતિ ગ્રામ ડિસ્કાઉન્ટ

સરકારે આરબીઆઈ સાથે પરામર્શ કરીને, ઓનલાઈન અરજી કરનારા અને ડિજિટલ પેમેન્ટ કરનારા ગ્રાહકોને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું છે. કોઈ પણ વ્યક્તિ ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા ચેક અથવા ઈલેક્ટ્રોનિક બેંકિંગ દ્વારા ચૂકવણી કરવાનું પસંદ કરી શકે છે.

ક્યાંથી કરવી ખરીદી?

ગોલ્ડ બોન્ડ્સ કોમર્શિયલ બેંકો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, અમુક પોસ્ટ ઓફિસો, માન્ય સ્ટોક એક્સચેન્જો, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ પાસેથી સીધા અથવા એજન્ટ દ્વારા ખરીદી શકાય છે. ગોલ્ડ બોન્ડ પર 2.50 ટકાના દરે નિશ્ચિત વ્યાજ આપવામાં આવશે. લોન લેવા માટે ગોલ્ડ બોન્ડનો કોલેટરલ તરીકે ઉપયોગ કરી શકાય છે.

વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">