AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sovereign Gold Bond : ઓછી કિંમત સહીત ડિજિટલ ગોલ્ડન સ્કીમના આ ફાયદાઓ તમારા ધ્યાન ઉપર છે? વાંચો વિગતવાર

રિઝર્વ બેંકે ગોલ્ડ બોન્ડ સ્કીમ 2022-23ની સિરીઝ-1 માટે ઈશ્યુ પ્રાઇસ 5091 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરી છે. રિઝર્વ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગોલ્ડ બોન્ડ સિરીઝ-1ને 20 જૂનથી 24 જૂન વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખોલવામાં આવી છે.

Sovereign Gold Bond : ઓછી કિંમત સહીત ડિજિટલ ગોલ્ડન સ્કીમના આ ફાયદાઓ તમારા ધ્યાન ઉપર છે? વાંચો વિગતવાર
Gold (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 7:48 AM
Share

24 કેરેટ શુદ્ધતાની ગેરેંટી કેન્દ્ર સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડના નામથી સ્કીમ (Sovereign Gold Bond  Scheme)શરૂ કરી છે. જે અંતર્ગત સોનું વેચવામાં આવી રહ્યું છે. આ સોનુ ભારત સરકાર વતી RBI વેચી રહી છે. સરકાર દ્વારા ચોક્કસ તારીખ જાહેર કરી તે સમયગાળામાં સોનું વેચવામાં આવે છે. આ સોનુ શુદ્ધતાની ખાતરી સાથે વેચવામાં આવે છે. સોવરેન ગોલ્ડ સામાન્ય ફિઝિકલ ગોલ્ડની જગ્યાએ બ્રાન્ડ તરીકે અપાય છે. આ સ્કીમમાં ગેરેન્ટેડ 24 કેરેટ ગોલ્ડ ઓફર કરવામાં આવે છે. SGBની ઇશ્યૂ પ્રાઈઝ છેલ્લા 3 ટ્રેડિંગ સેશન દરમિયાન 24 કેરેટ સોનાના સરેરાશ બંધ ભાવના આધારે નક્કી કરવામાં આવે છે.

કઈ કિંમતે મળશે સોનું?

રિઝર્વ બેંકે ગોલ્ડ બોન્ડ સ્કીમ 2022-23ની સિરીઝ-1 માટે ઈશ્યુ પ્રાઇસ 5091 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરી છે. રિઝર્વ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગોલ્ડ બોન્ડ સિરીઝ-1ને 20 જૂનથી 24 જૂન વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખોલવામાં આવી છે. રિઝર્વ બેંકે માહિતી આપી હતી કે રોકાણકારો કે જેઓ ડિજિટલી એપ્લાય કરે છે તેમને 50 રૂપિયા પ્રતિ ગ્રામનું ડિસ્કાઉન્ટ મળશે એટલે કે આ રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત 5,041 રૂપિયા પ્રતિ ગ્રામ રહશે.

કેટલીકવાર મનમાં ફિઝિકલ ગોલ્ડ અને ડીઝીટલ ગોલ્ડ વચ્ચેના તફાવતને લઈ અસમંજસઉભી થાય છે પણ ડિજિટલ ગોલ્ડન સ્કીમના 6 ફાયદાઓ ધ્યાન ખેંચી રહયા છે.

  • લિક્વિડિટી ગોલ્ડ બોન્ડ ઇશ્યુ થયાના 15 દિવસમાં સ્ટોક એક્સચેંજ પર ગોલ્ડ લિક્વિડિટીને આધિન બને છે.
  • ગેરંટીડ રીટર્ન ડીઝીટલ ગોલ્ડ બોન્ડની સૌથી અગત્યની બાબત એ છે કે સોનાના ભાવમાં થતો વધારાનો લાભ રોકાણકારને મળે છે. આ ઉપરાંત, તેઓ રોકાણની રકમ પર 2.5% ની ખાતરીપૂર્વકનું નિશ્ચિત વ્યાજ પણ મેળવે છે.
  • ટેક્સમાંથી બાદ મળે છે ડીઝીટલ ગોલ્ડ બોન્ડ પર લાંબા ગાળાના કેપિટલ ગેઇન ટેક્સ ત્રણ વર્ષ પછી લાગૂ કરવામાં આવે છે, જો પાકતી મુદત સુધી રોકાણ રાખવામાં આવે તો કેપિટલ ગેઇન ટેક્સ લાગશે નહીં.
  • લોનની સુવિધા ડીઝીટલ ગોલ્ડ બોન્ડનો ઉપયોગ લોન માટે પણ થઈ શકે છે. આ બોન્ડ્સની મુદત 8 વર્ષ છે અને 5 વર્ષ પછી આકસ્મિક ઉપાડ – લોન પણ થઇ શકે છે.
  • GST અને મેકિંગ ચાર્જીસમાંથી મુક્તિ ડીઝીટલ ગોલ્ડ બોન્ડમાં ફીઝીકલ ગોલ્ડમાં લાગતા GST અને મેકિંગ ચાર્જીસ લાગુ પડતા નથી.
  • સોનું સાચવવાની ઝંઝટ નહી ડીઝીટલ ગોલ્ડ બોન્ડ સોનું બોન્ડ સ્વરૂપે મળે છે, જેથી ફીઝીકલ ગોલ્ડની જેમ સોનું સાચવવાની ઝંઝટ, ચિંતા અને જોખમમાંથી મુક્તિ મળે છે.

ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
g clip-path="url(#clip0_868_265)">