Sovereign Gold Bond : સસ્તું સોનું ખરીદવાની મળશે તક, RBI એ સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમની બીજી શ્રેણીની તારીખ જાહેર કરી

સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં વ્યક્તિ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ 4 કિલો ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. ન્યૂનતમ રોકાણ એક ગ્રામ છે.  ટ્રસ્ટ અથવા સમાન એન્ટિટી 20 કિલો સુધીના બોન્ડ ખરીદી શકે છે.

Sovereign Gold Bond : સસ્તું સોનું ખરીદવાની મળશે તક, RBI એ સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમની બીજી શ્રેણીની તારીખ જાહેર કરી
Date of second series of Sovereign Gold Bond Scheme announced
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2022 | 8:06 AM

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(Reserve Bank of India)એ સોવરેન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond – SGB) સ્કીમના સબસ્ક્રિપ્શન માટે બીજા તબક્કાની તારીખોની જાહેરાત કરી છે. SGB ​​સ્કીમની બીજી સીરિઝ 22મી ઓગસ્ટે ખુલશે અને 26મી ઓગસ્ટે બંધ થશે. આ સ્કીમની કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી. SGB ​​પ્લાનની પ્રથમ શ્રેણી આ વર્ષે 20 જૂનથી 24 જૂન સુધી લોન્ચ કરવામાં આવી હતી. સોવરિન ગોલ્ડ બોન્ડમાં સરકાર રોકાણકારોને ફિઝિકલ ગોલ્ડ આપતી નથી પરંતુ સોનામાં નાણાંનું રોકાણ કરવાની તક આપે છે.આ યોજનામાં વ્યક્તિ નાણાકીય વર્ષમાં એક ગ્રામથી ચાર કિલોગ્રામ સુધીનું સોનું ખરીદી શકે છે. જો રિટર્નની વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં સોનાએ તેના રોકાણકારોને 7.37 ટકા નફો આપ્યો છે.

ઓનલાઈન ખરીદી પર 50 પ્રતિ ગ્રામ ડિસ્કાઉન્ટ મળશે

ડિજીટલ માધ્યમથી ગોલ્ડ બોન્ડ માટે અરજી કરતા અને ચુકવણી કરતા રોકાણકારો માટે ઈશ્યુની કિંમત ગ્રામ દીઠ રૂ. 50 જેટલી ઓછી હશે. આરબીઆઈએ કહ્યું કે રોકાણકારોને નિશ્ચિત કિંમત પર અર્ધવાર્ષિક ધોરણે વાર્ષિક 2.5 ટકા વ્યાજ આપવામાં આવશે.

બોન્ડ ખરીદવાની મર્યાદા મહત્તમ 4 કિગ્રા

સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં વ્યક્તિ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ 4 કિલો ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. ન્યૂનતમ રોકાણ એક ગ્રામ છે.  ટ્રસ્ટ અથવા સમાન એન્ટિટી 20 કિલો સુધીના બોન્ડ ખરીદી શકે છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ નવેમ્બર 2015માં શરૂ કરવામાં આવી હતી

સરકારે નવેમ્બર 2015માં સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ શરૂ કરી હતી. આરબીઆઈ સરકાર વતી આ બોન્ડ જારી કરે છે. આ માત્ર ભારતીય નિવાસી વ્યક્તિઓ, હિંદુ અવિભાજિત પરિવારો (HUF), ટ્રસ્ટ, યુનિવર્સિટી અને ચેરિટીને વેચી શકાય છે.

આ સાથે રોકાણકારને સોનાના ભાવમાં વધારાનો ફાયદો પણ મળે છે. બોન્ડ 8 વર્ષ માટે ઓફર કરવામાં આવે છે. જો કે, 5 વર્ષ પછી રોકાણ પાછું ખેંચવાનો વિકલ્પ છે. વર્ષ 2021-22માં કુલ 27 ટન સોનાના સમકક્ષ બોન્ડ 10 તબક્કામાં જાહેર કરવામાં આવ્યા હતા. જેની કુલ કિંમત લગભગ 13 હજાર કરોડ રૂપિયા હતી.

ક્યાંથી કરવી ખરીદી?

ગોલ્ડ બોન્ડ્સ કોમર્શિયલ બેંકો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, અમુક પોસ્ટ ઓફિસો, માન્ય સ્ટોક એક્સચેન્જો, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ પાસેથી સીધા અથવા એજન્ટ દ્વારા ખરીદી શકાય છે. ગોલ્ડ બોન્ડ પર 2.50 ટકાના દરે નિશ્ચિત વ્યાજ આપવામાં આવશે. લોન લેવા માટે ગોલ્ડ બોન્ડનો કોલેટરલ તરીકે ઉપયોગ કરી શકાય છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">