Investment in Gold : 2000 રૂપિયાની નોટબંધી બાદ રૂપિયા સોનામાં કન્વર્ટ કરવા પડાપડી, માંગમાં વધારા સાથે સોનુ 60400 નજીક પહોંચ્યું
નોટબંધી બાદથી એવું માનવામાં આવે છે કે લોકો તેમની 2000ની નોટો રિડીમ કરવા માટે સોનું ખરીદી રહ્યા છે. જેના કારણે સોનાની કિંમતમાં ઘણો ઉછાળો જોવા મળ્યો છે. તે જ સમયે, સુવર્ણકારોએ પણ સોનું ખરીદવા પર 5-10 ટકા પ્રીમિયમ વસૂલવાનું શરૂ કર્યું છે.
Investment in Gold : સરકારે રૂપિયા 2000ની ગુલાબી નોટોને ચલણમાંથી બહાર કરી દીધી છે. આવી સ્થિતિમાં જે લોકો પાસે રૂપિયા 2000ની ચલણી નોટ છે તેઓ 23 મેથી બેંકમાં જઈને બદલી કરાવી શકે છે. પરંતુ જ્યારે 2000ની નોટ ચલણમાંથી બહાર થઈ રહી છે ત્યારે આ મોટી રકમની ચલણી નોટો જે જેમની તિજોરી કે પર્સમાં હોય તો તેના નિકાલને લઈ ચિંતિત પણ છે. લોકો આ નોટનો નિકાલ કરવા માટે અલગ-અલગ યુક્તિઓ અપનાવી રહ્યા છે. સૂત્રો અનુસાર જ્યારથી નોટોનું ચલણ બંધ થયું છે ત્યારથી સોના-ચાંદીની ખરીદી કરનારાઓની માંગમાં ઉછાળો આવ્યો છે.
એક નજર સોનાના લેટેસ્ટ ભાવ ઉપર | |
MCX GOLD : 60390.00 +667.00 / 1.12% (Updated at May 19, 23:29) | |
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે | |
Ahmedavad | 62870 |
Rajkot | 628903 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે (Updated at May 22, 08:29) | |
Chennai | 61940 |
Mumbai | 61420 |
Delhi | 61570 |
Kolkata | 61420 |
નોટબંધીને કારણે લોકોને લાગે છે કે સમય મળે ત્યાં સુધી તેઓ સોનામાં પૈસા રોકીને તેમની 2000ની નોટ ની લેશે. વાસ્તવમાં, RBIએ નોટોના સર્ક્યુલેશન પર પ્રતિબંધ મૂક્યો છે. આ હોવા છતાં તે હજી પણ કાનૂની ટેન્ડર છે અને લોકો તેનો ઉપયોગ સામાન ખરીદવા માટે કરી શકે છે.
આ પણ વાચો : Global Market : ભારતીય શેરબજારમાં સાપ્તાહિક કારોબારની શરૂઆત કેવી રહેશે? ચાલુ સપ્તાહે આ પરિબળો કરશે અસર
સોનામાં રોકાણ વધશે
નોટબંધી બાદથી એવું માનવામાં આવે છે કે લોકો તેમની 2000ની નોટો રિડીમ કરવા માટે સોનું ખરીદી રહ્યા છે. જેના કારણે સોનાની કિંમતમાં ઘણો ઉછાળો જોવા મળ્યો છે. તે જ સમયે, સુવર્ણકારોએ પણ સોનું ખરીદવા પર 5-10 ટકા પ્રીમિયમ વસૂલવાનું શરૂ કર્યું છે. જે લોકો 2000ની નોટથી સોનું ખરીદી રહ્યા છે, તેઓ સોનારની ખરીદી પર 5-10 ટકા વધારાનો ચાર્જ વસૂલ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Petrol-Diesel Price Today : દેશના સામાન્ય માણસને સરકાર તરફથી રાહત, છેલ્લાં ઇંધણના ભાવ વધારાને 1 વર્ષ પૂર્ણ થયું
વિદેશી બજારોમાં સોના-ચાંદીમાં ઘટાડો
19 મેં ના રોજ વિદેશી બજારોમાં સોનું ઘટીને 1,967 ડોલર પ્રતિ ઔંસ જ્યારે ચાંદી વધીને 23.88 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી. શુક્રવારે એશિયાઈ વેપારમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.