Petrol-Diesel Price Today : દેશના સામાન્ય માણસને સરકાર તરફથી રાહત, છેલ્લાં ઇંધણના ભાવ વધારાને 1 વર્ષ પૂર્ણ થયું

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.30 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.07 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today : દેશના સામાન્ય માણસને સરકાર તરફથી રાહત, છેલ્લાં ઇંધણના ભાવ વધારાને 1 વર્ષ પૂર્ણ થયું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2023 | 8:13 AM

Petrol-Diesel Price Today :  દેશમાં છેલ્લા 1 વર્ષથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આજથી બરાબર 1 વર્ષ પહેલા એટલે કે 22 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ (પેટ્રોલ-ડીઝલના ભાવ)માં ફેરફાર કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાર બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો હોય કે ઘટાડો, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થતો નથી. દેશના ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર થઈ ગઈ છે. 22 મે, 2023 માટે, દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમતો અપડેટ કરી છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.74 અને ડીઝલ રૂ. 94.33 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.30 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.07 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.41 92.15
Rajkot 96.17 91.93
Surat 96.27 92.04
Vadodara 96.07 91.82

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વ્યારાની APMCમાં ચોખાના મહત્તમ ભાવ રૂપિયા 2150 રહ્યા
વ્યારાની APMCમાં ચોખાના મહત્તમ ભાવ રૂપિયા 2150 રહ્યા
Weather Forecast : રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે રહેશે વરસાદી માહોલ
Weather Forecast : રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે રહેશે વરસાદી માહોલ
હરામીનાળાથી પાસેથી ઘુસણખોર પાકિસ્તાની ધુવડ પક્ષી સાથે ઝડપાયો
હરામીનાળાથી પાસેથી ઘુસણખોર પાકિસ્તાની ધુવડ પક્ષી સાથે ઝડપાયો
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે સફળતા મળશે
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે સફળતા મળશે
Surat : ACBએ છટકું ગોઠવી PSIના વચેટિયાને લાંચ લેતા ઝડપ્યો
Surat : ACBએ છટકું ગોઠવી PSIના વચેટિયાને લાંચ લેતા ઝડપ્યો
રાજ્યમાં સુરેન્દ્રનગરના ચુડામાં 3 કલાકમાં ખાબ્યો 5 ઈંચ વરસાદ
રાજ્યમાં સુરેન્દ્રનગરના ચુડામાં 3 કલાકમાં ખાબ્યો 5 ઈંચ વરસાદ
ખેલ મહાકુંભ 20.0ના રજીસ્ટ્રેશન કર્ટેઈન રેઝર ઈવન્ટનો પ્રારંભ
ખેલ મહાકુંભ 20.0ના રજીસ્ટ્રેશન કર્ટેઈન રેઝર ઈવન્ટનો પ્રારંભ
સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે ત્રણ જિલ્લામાં પૂરની સ્થિતિ
સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે ત્રણ જિલ્લામાં પૂરની સ્થિતિ
રાજુલા- જાફરાબાદમાં શ્રીકાર વરસાદ, ધાતરવડી- 2 ડેમ થયો ઓવરફ્લો
રાજુલા- જાફરાબાદમાં શ્રીકાર વરસાદ, ધાતરવડી- 2 ડેમ થયો ઓવરફ્લો
Gujarati Video : નર્મદાના કાંઠાના ગામોમાં હજારો હેકટર ખેતીને નુકસાન
Gujarati Video : નર્મદાના કાંઠાના ગામોમાં હજારો હેકટર ખેતીને નુકસાન