Surat: 2000ની નોટ બંધ, માર્કેટમાં બદલાયો પેમેન્ટનો માહોલ, ખેડૂતો 500ની નોટ આપવા કરી રહ્યા છે આગ્રહ, જુઓ Video
Surat : 2,000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે. વેપારીનું કહેવું છે કે પહેલાથી 2 હજારની નોટનું ચલણ ઓછું છે. એટલે નોટ પરત ખેંચવાના નિર્ણયથી કોઇ અસર નહીં થાય.
2000 હજારની ચલણી નોટને પરત ખેંચવાના RBIના નિર્ણય બાદ સુરત APMCમાં પેમેન્ટનો માહોલ બદલાયો છે. માર્કેટમાં શાકભાજીનું વેચાણ કરવા આવતા ખેડૂતો 2 હજારની નોટના બદલે 500ની નોટ મળે તેવો આગ્રહ રાખી રહ્યાં છે. APMC શાકભાજી વિક્રેતા પણ 500ની અને 200ની નોટ આપી રહ્યા છે. વેપારીનું કહેવું છે કે પહેલાથી 2 હજારની નોટનું ચલણ ઓછું છે. એટલે નોટ પરત ખેંચવાના નિર્ણયથી કોઈ અસર નહીં થાય.
આ પણ વાંચો : RBI News on 2000 Note : RBIનો મોટો નિર્ણય, હવેથી RBI એક પણ 2 હજાર રુપિયાની નવી નોટ બહાર નહીં પાડે
RBIએ કહ્યું છે કે હવે 2000 રૂપિયાની નોટ છાપવામાં આવશે નહીં. પરંતુ જો તમારી પાસે હોય તો ગભરાવાની જરૂર નથી. આ કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે. આ નોટો તમે બેંકમાં જઈને એક્સચેન્જ કરાવી શકો છો. આરબીઆઈએ શુક્રવારે એક રિલીઝમાં કહ્યું કે 2,000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે. મહત્વનું છે કે આ નિર્ણયને કારણે ગામડામાં ખેડૂતોને 2 હજારના છૂટ્ટા ન મળતા પહેલાથી જ 500 અને 200 નોટ આપતા હતા. શાકભાજીના વેપારીનો દાવો છે કે સરકારના નિર્ણયથી તેમને કોઈ ફરક નહીં. મોટા વેપારીને કદાચ થોડી ઘણી અસર પહોંચી શકે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો