Gold :દિવાળી સુધીમાં સોનાની કિંમત 46,000 સુધી સરકવાનું અનુમાન, જાણો નિષ્ણાતોની નજરમાં સોનાનું ભવિષ્ય શું છે?

એક મીડિયા રિપોર્ટ અનુસાર ઓરિગો ઇ મંડીના કોમોડિટી રિસર્ચના આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરુણ તતસંગીનું કહેવું છે કે બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 46,000 રૂપિયા સુધી લપસી શકે છે.

Gold :દિવાળી સુધીમાં સોનાની કિંમત 46,000 સુધી સરકવાનું અનુમાન, જાણો નિષ્ણાતોની નજરમાં સોનાનું ભવિષ્ય શું છે?
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2022 | 8:50 AM

દેશમાં હવે તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. તહેવારોની સિઝન ગણેશ ચતુર્થી(Ganesh Chaturthi)થી શરૂ થાય છે. તહેવારોની સિઝનમાં સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ જ કારણ છે કે ઘણા લોકો હવે સોનું ખરીદવાની યોજના બનાવી રહ્યા છે. પરંતુ, તેના મનમાં કિંમતોને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. હવે દરેકના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે દિવાળી અને ધનતેરસ સુધી સોનાના ભાવ ઘટશે કે વધશે. ગયા વર્ષે ધનતેરસ પર 24 કેરેટ શુદ્ધ સોનાની કિંમત 56,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. શુક્રવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ 50,729 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. આ રીતે ગત ધનતેરસની સરખામણીએ સોનાના ભાવમાં ઘણો ઘટાડો થયો છે.

સોનુ સસ્તું થવાનું અનુમાન

એક મીડિયા રિપોર્ટ અનુસાર ઓરિગો ઇ મંડીના કોમોડિટી રિસર્ચના આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરુણ તતસંગીનું કહેવું છે કે બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 46,000 રૂપિયા સુધી લપસી શકે છે. આ પાછળનું કારણ આપતા તરુણ કહે છે કે અત્યારે વૈશ્વિક અને સ્થાનિક બજારમાં એવું કોઈ પરિબળ દેખાતું નથી જે સોનાના ભાવને ટેકો આપે. અગાઉ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે સોનાના ભાવમાં વધારો થયો હતો પરંતુ હવે આ તણાવની અસર પણ દૂર થઈ ગઈ છે.

મંદીની અસર જોવા નહિ મળે

તરુણ કહે છે કે યુરોપ અને અમેરિકામાં મંદીની શક્યતા છે. પરંતુ જો મંદી હોય તો પણ સોનાના ભાવ પર તેની અસર નહીં થાય. તેમણે કહ્યું કે મોટાભાગના દેશો 2008માં મંદીનો સામનો કરવા તૈયાર ન હતા. તેથી જ તેની અસર વધુ જોવા મળી. પરંતુ આ વખતે મોટાભાગના દેશોએ મંદીનો સામનો કરવા માટે તૈયારી કરી લીધી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

મજબૂત યુએસ ડૉલર કિંમતમાં વધારો થવા દેશે નથી

ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના વરિષ્ઠ કોમોડિટી કરન્સી એક્સપર્ટ ભાવિક પટેલ કહે છે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનું ચાર સપ્તાહના નીચલા સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડવાને કારણે આવું બન્યું છે. કોમેક્સ પર પણ સોનું છ સપ્તાહની નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યું છે. તેમનું કહેવું છે કે આ વર્ષે સોનાના ભાવમાં વધારો થવાની શક્યતા ઘણી ઓછી છે. યુએસ ડોલર ઇન્ડેક્સ મજબૂત થવા અને બોન્ડ યીલ્ડમાં વધારાને કારણે સોનામાં રોકાણ ઘટ્યું છે. આ વલણ આગળ પણ ચાલુ રહી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">