Foreign Exchange Reserves : દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 1.466 અબજ ડોલરનો ઘટાડો થયો, જાણો RBIની તિજોરીમાં કેટલું છે ધન

આ સમય દરમિયાન સોનાના ભંડારનું મૂલ્ય 1.4 કરોડ ડોલર વધીને 39.405 અબજ ડોલર થયું હતું. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં દેશનું ચલણ અનામત પણ 5.207 અબજ ડોલર પર યથાવત રહ્યું છે.

Foreign Exchange Reserves : દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 1.466 અબજ ડોલરનો ઘટાડો થયો, જાણો RBIની તિજોરીમાં કેટલું છે ધન
India Foreign Exchange Reserves
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 8:41 AM

Foreign Exchange Reserves: 31 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનો વિદેશી મુદ્રા ભંડાર 1.466 અબજ ડોલર ઘટીને 633.614 અબજ ડોલર થઈ ગયો છે.શુક્રવારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, અગાઉના સપ્તાહે ૨૪ ડિસેમ્બરના રીજ વિદેશી મુદ્રા ભંડાર 58.7 કરોડ ડોલર ઘટીને 635.08 અબજ ડોલર થઈ ગયો છે. જો કે, 3 સપ્ટેમ્બર 2021ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તે 642.453 અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો.

આરબીઆઈના સાપ્તાહિક ડેટા અનુસાર 31 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સમીક્ષા હેઠળના સપ્તાહમાં વિદેશી હૂંડિયામણ ભંડારમાં ઘટાડો થવાનું કારણ ફોરેન એક્સચેન્જ એસેટ્સ (FCA)નું અવમૂલ્યન છે. જે કુલ વિદેશી હૂંડિયામણ અનામતનો નોંધપાત્ર હિસ્સો છે. એમ આરબીઆઈના ડેટા અનુસાર સપ્તાહ દરમિયાન એફસીએ 1.48 અબજ ડોલર ઘટીને 569.889 અબજ ડોલર થયું હતું. ડૉલરમાં વ્યક્ત કરાયેલ વિદેશી હૂંડિયામણની અસ્કયામતોમાં વિદેશી હૂંડિયામણ અનામતમાં રાખવામાં આવેલ યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-યુએસ કરન્સીમાં વધઘટનો પણ સમાવેશ થાય છે.

સોનાના ભંડારમાં 1. 14 કરોડ ડોલરનો વધારો

આ સમય દરમિયાન સોનાના ભંડારનું મૂલ્ય 1.4 કરોડ ડોલર વધીને 39.405 અબજ ડોલર થયું હતું. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન 19.114 અબજ ડોલર ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા રાખવામાં આવેલા ખાસ ડ્રોઇંગ રાઇટ્સ યથાવત રહ્યો છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં દેશનું ચલણ અનામત પણ 5.207 અબજ ડોલર પર યથાવત રહ્યું છે.

ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી

રૂપિયાની મજબૂતી માટે જરૂરી

રિઝર્વ બેંક માટે ફોરેન એક્સચેન્જ રિઝર્વ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે આરબીઆઈ નાણાકીય નીતિ નક્કી કરે છે ત્યારે તેના માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળ છે કે તેની પાસે કેટલું વિદેશી હૂંડિયામણ અનામત છે. જ્યારે આરબીઆઈની તિજોરી ડોલરથી ભરેલી હોય ત્યારે ચલણ મજબૂત બને છે.

ડોલર સામે 74.30 ના સ્તરે પર બંધ થયો રૂપિયો

સ્થાનિક શેરબજારમાં તેજી વચ્ચે સપ્તાહના અંતિમ દિવસે વિદેશી મુદ્રા બજારમાં રૂપિયો ડોલર સામે 12 પૈસા વધીને 74.30 પર બંધ થયો હતો. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 74.41 પર ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 74.25ની ટોચે પહોંચ્યો હતો અને અંતે 12 પૈસા વધીને ડોલર સામે 74.30 પર બંધ રહ્યો હતો.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો જાહેર થઇ, જાણો શું છે તમારા શહેરમાં ઇંધણની કિંમત

આ પણ વાંચો : 3 બાબતો જેના કારણે દૂધ થઈ શકે છે મોંઘુ, સામાન્ય માણસને લાગશે વધુ એક ઝટકો? જાણો અમારા આ ખાસ અહેવાલમાં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">