AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price : રક્ષાબંધન પર બહેનને સોનું ગિફ્ટ કરવા માગો છો, તો જાણી લો સોનાની લેટેસ્ટ કિંમત

છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 73,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગુરુવારે બજાર બંધ રહ્યું હતું. હવે સોનાના ભાવમાં ફેરફાર થયો છે. જો તમે પણ રક્ષાબંધન પર તમારી બહેનને સોનું ગિફ્ટ કરવા માંગો છો, તો તેને ખરીદવા માટે દુકાન પર જતા પહેલા તમારે લેટેસ્ટ રેટ જાણી લેવો જોઈએ.

Gold Price : રક્ષાબંધન પર બહેનને સોનું ગિફ્ટ કરવા માગો છો, તો જાણી લો સોનાની લેટેસ્ટ કિંમત
| Updated on: Aug 16, 2024 | 9:12 PM
Share

રક્ષાબંધન 19મી ઓગસ્ટે છે. જેના કારણે લોકો પોતાની બહેનો માટે ગિફ્ટની ખરીદી કરી રહ્યા છે. જો તમે તમારી બહેનને સોનું ગિફ્ટ કરવા માંગો છો, તો તમારે સોનાનો લેટેસ્ટ રેટ જાણવો જોઈએ.

આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓની કિંમતોમાં વધારા વચ્ચે ભારતીય બજારમાં સોનાની કિંમત 72,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગઈ છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 73,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

ચાંદીનો ભાવ 84,000 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો

સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગુરુવારે બજાર બંધ રહ્યું હતું. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર, ચાંદીનો ભાવ થોડો વધીને રૂપિયા 84,000 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો, જે અગાઉના ટ્રેડિંગ સેશનમાં રૂ. 83,200 પ્રતિ કિલો હતો.

રૂપિયા 400 ભાવ ઘટ્યા

દરમિયાન, રાષ્ટ્રીય રાજધાનીમાં 16 ઓગસ્ટના રોજ, 99.5 ટકા શુદ્ધતાનું સોનું તેના અગાઉના બંધ ભાવની સરખામણીમાં રૂપિયા 400 ઘટીને રૂપિયા 72,400 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. અગાઉ ટ્રેડિંગ સેશનમાં તે 72,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંમત ઘટી

વૈશ્વિક સ્તરે કોમેક્સ સોનું 8.50 ડોલર પ્રતિ ઔંસના વધારા સાથે $2,500.90 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંમત ઘટીને 28.66 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી.

મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ અને બેંગલુરુમાં સોનાની કિંમત 22 કેરેટ સોના માટે 6554 રૂપિયા પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોના માટે 7150 રૂપિયા પ્રતિ ગ્રામ છે. તે જ સમયે, દિલ્હી, ગુરુગ્રામ અને લખનૌમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો 6569 રૂપિયા પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોનાનો 7165 રૂપિયા પ્રતિ ગ્રામ છે. જ્યારે આજે અમદાવાદ, ગુજરાતમાં સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો પ્રતિ ગ્રામ રૂપિયા 6559 અને 24 કેરેટ સોનાનો રૂપિયા 7155 પ્રતિ ગ્રામ છે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">