Gold Price Today : આજે જન્માષ્ટમીના પર્વએ સોનાના ભાવની શું છે સ્થિતિ? કરો એક નજર દુબઈ અને ભારતમાં સોનાની કિંમત ઉપર
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ ચાલુ નાણાકીય વર્ષ માટે સોવરેન ગોલ્ડ બોન્ડની (Sovereign Gold Bond) છઠ્ઠી સિરીઝ શરૂ કરી છે. આ માટેના સબ્સ્ક્રિપ્શન આજે 30 ઓગસ્ટથી શરૂ થશે જે 3 સપ્ટેમ્બર સુધી ચાલશે. ગોલ્ડ બોન્ડ્સ માટે ઇશ્યૂ પ્રાઇસ 4,732 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં ઘટાડાને કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવ(Gold Price Today ) નીચે આવ્યા છે. આજે સોમવારે અઠવાડિયાના પ્રથમ કારોબારી દિવસે દેશની રાજધાની દિલ્લીમાં સોનું 199 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે. આ સામે સમાન સમયગાળા દરમિયાન ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધવામાં આવ્યો છે. એક કિલો ચાંદીના ભાવમાં 250 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે.
કેવો રહ્યો સોના – ચાંદીનો ચળકાટ રાજધાની દિલ્લીમાં આજે 99.9 ટકા સોનાનો ભાવ 199 રૂપિયા ઘટ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનાની કિંમત 1,814 ડોલર પ્રતિ ઔંસ જોવા મળી હતી. એચડીએફસી સિક્યોરિટીઝ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીનો ભાવ 250 રૂપિયા ઘટીને 62,063 રૂપિયા પ્રતિ કિલો થયો છે. આ પહેલા ગત ટ્રેડિંગ સેશનમાં ચાંદીનો ભાવ 62,313 રૂપિયા પ્રતિ કિલોએ બંધ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ભાવ 23.99 ડોલર પ્રતિ ઔંસ હતો.
આજથી 5 દિવસ સસ્તું સોનું ખરીદવાની તક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ ચાલુ નાણાકીય વર્ષ માટે સોવરેન ગોલ્ડ બોન્ડની (Sovereign Gold Bond) છઠ્ઠી સિરીઝ શરૂ કરી છે. આ માટેના સબ્સ્ક્રિપ્શન આજે 30 ઓગસ્ટથી શરૂ થશે જે 3 સપ્ટેમ્બર સુધી ચાલશે. ગોલ્ડ બોન્ડ્સ માટે ઇશ્યૂ પ્રાઇસ 4,732 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. સોનુ ખરીદવા ઓનલાઇન અથવા ડિજિટલ પેમેન્ટ કરવા પર 50 રૂપિયા પ્રતિ ગ્રામ છૂટ અલગથી આપવામાં આવશે. આ રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડ્સની ઇશ્યૂ કિંમત 4,682 રૂપિયા પ્રતિ ગ્રામ હશે.
આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો જો તમે સોનાની શુદ્ધતા તપાસવા માંગતા હોવ તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. BIS કેર એપ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતાની ચકાસણી જ નહિ પરંતુ તમે સોના સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.
એક નજર આજના સોનાના ભાવ ઉપર
MCX GOLD 47341.00 -197.00 (-0.41%)– 16:00 કલાકે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 48960 RAJKOT 999 48980 (સોર્સ : આરવ બુલિયન)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI 48960 MUMBAI 47500 DELHI 50800 KOLKATA 49650 (સોર્સ : ગુડરિટર્ન્સ)
દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE 48490 HYDRABAD 48490 PUNE 49120 JAYPUR 48800 PATNA 49120 NAGPUR 47500 (સોર્સ : ગુડરિટર્ન્સ)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI 43912 AMERICA 43058 AUSTRALIA 43043 CHINA 43058 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)
આ પણ વાંચો : Sovereign Gold Bond: આજથી 5 દિવસ મળશે સસ્તા ભાવે શુદ્ધ સોનું , જાણો કઈ રીતે કરવી ખરીદી અને શું છે 1 તોલાનો ભાવ
આ પણ વાંચો : ITR : ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી , જાણો વિગતવાર