Gold Price Today : સોનાના ભાવમાં અચાનક આવ્યો ઉછાળો ? જાણો શું છે કારણ?

ઇન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં આજે ડોલર સામે રૂપિયો 19 પૈસાની મજબૂતી સાથે 74.25 પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 74.24 ના ઉપલા સ્તર અને 74.33 ના નીચલા સ્તરે પહોંચ્યું હતું.

Gold Price Today : સોનાના ભાવમાં અચાનક આવ્યો ઉછાળો ? જાણો શું છે કારણ?
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 6:39 PM

આજે ડોલર સામે રૂપિયામાં 19 પૈસાનો મોટો વધારો નોંધાયો હતો. ડોલરના નબળા પડવાના કારણે સોનાના ભાવ(Gold Price Today)માં વધારો થયો છે. દિલ્હી બુલિયન માર્કેટમાં આજે સોનાના ભાવમાં 422 રૂપિયા અને ચાંદીના ભાવમાં 113 રૂપિયાનો વધારો થયો છે. આ ઉછાળા બાદ સોનાનો બંધ ભાવ 45138 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદીનો ભાવ 6,1201 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે.

HDFC Securitiesના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટી) તપન પટેલે જણાવ્યું હતું કે ડોલર અને યુએસ બોન્ડ યીલ્ડ પર વધેલા દબાણના કારણે સોનાના ભાવમાં રિકવરી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સાંજે 4.15 વાગ્યે સોનું 1,752.90 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર સહેજ દબાણ હેઠળ કારોબાર કરી રહ્યું હતું.

MCX પર સોનાનો દર આંતરરાષ્ટ્રીય બજારની અસર સ્થાનિક બજાર પર પણ સ્પષ્ટ દેખાય છે. આજે સોનાના ભાવમાં બહુ હલચલ જોવા મળી નથી. MCX પર ઓક્ટોબરમાં 4.30 વાગ્યે ડિલિવરી માટે સોનું રૂ 9 ના મામૂલી ઘટાડા સાથે રૂ .46379 ના સ્તરે ટ્રેડિંગ કરી રહ્યું હતું. ડિસેમ્બરમાં ડિલિવરી માટે સોનું રૂ 50 ના વધારા સાથે રૂ 46610 ના સ્તર પર કારોબાર કરી રહ્યું હતું.સાંજે ૬.૨૦ વાગે 88.૦૦ રૂપિયાના ઘટાડા સાથે 46300.00 ના સ્તરે દેખાયું હતું.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

Dollar vs Rupess ઇન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં આજે ડોલર સામે રૂપિયો 19 પૈસાની મજબૂતી સાથે 74.25 પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 74.24 ના ઉપલા સ્તર અને 74.33 ના નીચલા સ્તરે પહોંચ્યું હતું. 4.43 વાગ્યે ડોલર ઇન્ડેક્સ +0.03%ની મજબૂતાઈ સાથે 92.942 પર હતો. આ ઇન્ડેક્સ વિશ્વની અન્ય છ મુખ્ય કરન્સી સામે ડોલરની મજબૂતાઈ દર્શાવે છે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD      46290.00    – 98.00 (-0.21%)  –  18:26 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         47940 RAJKOT 999                   47960 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 47850 MUMBAI                  46540 DELHI                      49910 KOLKATA                48650 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           47560 HYDRABAD          47560 PUNE                      47870 JAYPUR                 47900 PATNA                    47870 NAGPUR                46540 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                 42670 AMERICA          41887 AUSTRALIA     41823 CHINA               41861 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

આ પણ વાંચો :  Share Market : શેરબજારે નવી રેકોર્ડ સપાટી દર્જ કરી, Banking અને IT શેર્સમાં જબરદસ્ત ઉછાળો

આ પણ વાંચો : Share Market : પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો, તે ઉપર કરો એક નજર

g clip-path="url(#clip0_868_265)">