Gold Price Today : સોનું ફરી 50,000 તરફ આગળ વધી રહ્યું છે? જાણો આજના લેટેસ્ટ રેટ

દેશમાં લગ્નની સિઝનને કારણે સોનાની માંગ વધી રહી છે અને તેની અસર સોનાના ભાવ પર જોવા મળી રહી છે સોના અને ચાંદી બંને ઊંચા સ્તરે કારોબાર કરતા જોવા મળી રહ્યા છે.

Gold Price Today : સોનું ફરી 50,000 તરફ આગળ વધી રહ્યું છે? જાણો આજના લેટેસ્ટ રેટ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 10:15 AM

આજે 10મી ડિસેમ્બરના રોજ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે જ્યારે આજના કારોબારમાં ચાંદીના ભાવમાં પણ ઉછાળો નોંધાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ફેબ્રુઆરીમાં ડિલિવરી માટે સોનાની કિંમત આજે 0.49 ટકા વધી છે. તે જ સમયે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે. આજે ચાંદી 0.11 ટકાના વધારા સાથે કારોબાર કરી રહી છે. દેશમાં લગ્નની સિઝનને કારણે સોનાની માંગ વધી રહી છે અને તેની અસર સોનાના ભાવ પર જોવા મળી રહી છે સોના અને ચાંદી બંને ઊંચા સ્તરે કારોબાર કરતા જોવા મળી રહ્યા છે.

MCX GOLD    48037.00  +98.00 (0.20%) –  10:00 વાગે

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         49476 RAJKOT 999                   49497 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 49040 MUMBAI                  47840 DELHI                      51390 KOLKATA                49800 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE          49040 HYDRABAD         49040 PUNE                      49550 JAYPUR                 49400 PATNA                   49550 NAGPUR               47840 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI               44107 AMERICA         43433 AUSTRALIA     43294 CHINA              43244 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

દેશમાં 5 મહિનામાં 4.29 કરોડ સોનાના દાગીના હોલમાર્ક થયા સરકારે બુધવારે સંસદમાં સોનાના હોલમાર્કિંગ( Gold Hallmarking)ને લગતી અગત્યની માહિતી આપી છે. સરકારે કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 1.26 લાખ જ્વેલર્સે 30 નવેમ્બર સુધી હોલમાર્કિંગ માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સરકાર તરફથી એમ પણ કહેવામાં આવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં કેટલા જ્વેલરીનું હોલમાર્કિંગ કરવામાં આવ્યું છે. સરકારે તાજેતરમાં જ સોનાના હોલમાર્કિંગને ફરજિયાત બનાવ્યું હતું, જે અંતર્ગત હવે તમામ સોનાના દાગીના હોલમાર્કિંગની ગેરંટી સાથે વેચવામાં આવશે.

સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. સત્ર દરમિયાન કેન્દ્રીય ખાદ્ય અને પીડીએસ રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેએ લોકસભામાં સોનાના હોલમાર્કિંગ વિશે માહિતી આપી હતી. ચૌબેએ કહ્યું કે આ વર્ષે 30 નવેમ્બર સુધી દેશમાં 1.26 લાખ જ્વેલર્સે હોલમાર્કિંગ માટે નોંધણી કરાવી છે અને તેઓ BISમાં નોંધાયેલા છે. અશ્વિની ચૌબેએ સંસદમાં જણાવ્યું હતું કે 1 જુલાઈથી 30 નવેમ્બરના સમયગાળામાં લગભગ 4.29 કરોડ સોનાના દાગીના હોલમાર્ક કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :  Star Health IPO : આજે શેરબજારમાં લિસ્ટ થઇ રહ્યો છે Rakesh Jhunjhunwala ના રોકાણવાળી કંપનીનો શેર, GMP માં 60 રૂપિયા ડિસ્કાઉન્ટની સ્થિતિ

આ પણ વાંચો : PAN – Aadhaar linking : પાન અને આધારને લિંક કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે, આ રીતે ઘરેબેઠા લિંકિંગની પ્રક્રિયા પૂર્ણ કરો

g clip-path="url(#clip0_868_265)">