AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લગ્ન સીઝનમાં સોનું સસ્તી કિંમતે મળી રહ્યું છે, 14 દિવસમાં સોનામાં 2000 રૂપિયા તો ચાંદીમાં 8% થી વધુનો ઘટાડો

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું સતત સસ્તું થઈ રહ્યું છે. 4 મેના ઉચ્ચ સ્તરેથી ગુરુવારે સોનું રૂ.2000 નીચે આવી ગયું છે. જો તમે આંકડાઓ પર નજર નાખો તો ગુરુવારે તે મોટા ઘટાડા સાથે 59700 રૂપિયા નીચે ટ્રેડ થયું હતું. 4 મેના રોજ સોનાનો ભાવ રૂ.61,845ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

લગ્ન સીઝનમાં સોનું સસ્તી કિંમતે મળી રહ્યું છે, 14 દિવસમાં સોનામાં 2000 રૂપિયા તો ચાંદીમાં 8% થી વધુનો ઘટાડો
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2023 | 6:43 AM
Share

હાલમાં લગ્નની સીઝન (Wedding season)ચાલી રહી છે. જો તમે પણ પરિચિતોને લગ્નમાં સોનું(Gold) ભેટમાં આપવાનું  વિચારી રહ્યા છો તો આ સમય સારો છે. આ પાછળનું એક કારણ એ પણ છે કે છેલ્લા બે સપ્તાહમાં દેશના વાયદા બજારમાં સોનું રૂપિયા 2000 સસ્તું થયું છે. જેના કારણે સોનાની કિંમત (Gold Price)60 હજાર રૂપિયાની નીચે જોવા મળી હતી. બીજી તરફ ચાંદી(Silver)માં પણ બે સપ્તાહમાં ઘણો ઘટાડો થયો છે. આ દરમિયાન તેની કિંમતમાં 8 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય  બુલિયન માર્કેટમાં સોનું સતત સસ્તું થઈ રહ્યું છે. દિલ્લીમાં સતત બીજા દિવસે રૂ.500ની આસપાસનો ઘટાડો જોવા મળ્યો છે.

MCX  પર સોનું સસ્તું થયું

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું સતત સસ્તું થઈ રહ્યું છે. 4 મેના ઉચ્ચ સ્તરેથી ગુરુવારે સોનું રૂ.2000 નીચે આવી ગયું છે. જો તમે આંકડાઓ પર નજર નાખો તો ગુરુવારે તે મોટા ઘટાડા સાથે 59700 રૂપિયા નીચે ટ્રેડ થયું હતું. 4 મેના રોજ સોનાનો ભાવ રૂ.61,845ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. મતલબ કે બે સપ્તાહમાં સોનાની કિંમત 2000 રૂપિયા સસ્તી થઈ ગઈ છે. જાણકારોના મતે આગામી દિવસોમાં તેમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. સોનાનો આ આંકડો 59,500 રૂપિયા સુધી જઈ શકે છે.ગુરુવારે MCX પાર બંધ ભાવ 59696.00 રહયો હતો જે સમયે 449.00 રૂપિયા અથવા 0.75%નો ઘટાડો નજરે પડ્યો હતો.

ચાંદીમાં 6,400નો ઘટાડો થયો હતો

બીજી તરફ ચાંદીના ભાવમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. બે સપ્તાહમાં ચાંદીમાં 8 ટકાથી વધુનો ઘટાડો થયો છે.  ચાંદીના ભાવમાં 409 રૂપિયાનો ઘટાડો થયો છે, જેના કારણે ભાવ ઘટીને 72,249 રૂપિયા પર આવી ગયો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન ચાંદી રૂ.71,911ના નીચા સ્તરે આવી ગઈ હતી. જો કે, 5 મેના રોજ ચાંદીની કિંમત 78,292 રૂપિયા પર આવી ગઈ હતી. ત્યારથી ચાંદી લગભગ 6,400 રૂપિયા સસ્તી થઈ ગઈ છે. નિષ્ણાતોનું માનીએ તો ચાંદીની કિંમત 70 હજારના સ્તરે આવી શકે છે.

Gold Hallmarking માં હવે ID ના સ્થાને લાયસન્સ નંબર દેખાશે

હવે BIS કેર એપમાં 6-અંકનો હોલમાર્કિંગ આઈડી નંબર દાખલ કરવા પર,હોલમાર્કિંગ કરનાર જ્વેલરનું નામ દેખાશે નહીં પરંતુ તેના બદલે તેનો લાઇસન્સ નંબર દેખાશે. ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલથી હોલમાર્કિંગ લાગુ કરવામાં આવ્યું છે.જ્વેલર્સ એસોસિએશન્સ દ્વારા સતત ફેરફારોની માંગણીઓને લઈને ભારતીય માનક બ્યુરો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">