Gold Hallmarking : આજથી હોલમાર્કિંગના બીજા તબક્કાનો પ્રારંભ થયો, 288 જિલ્લામાં ઉપલબ્ધ થશે શુદ્ધ સોનાના ઘરેણાં
ગોલ્ડ હોલમાર્કિંગનો નવો નિયમ ગ્રાહકોને લાગુ પડશે નહીં. આ માત્ર જ્વેલર્સ માટે છે. જ્વેલર્સ હવે ગ્રાહકને હોલમાર્ક વિના સોનાના દાગીના વેચી શકશે નહીં, પરંતુ ગ્રાહક હજી પણ તેના જૂના દાગીનાને હોલમાર્ક વિના જ્વેલરને વેચી શકે છે
ફરજિયાત ગોલ્ડ હોલમાર્કિંગ(Gold Hallmarking)નો બીજો તબક્કો આજે બુધવાર 1 જૂન 2022થી અમલમાં આવ્યો છે. દેશના 32 નવા જિલ્લાઓમાં આજથી ગોલ્ડ હોલમાર્કિંગનો બીજો તબક્કો અમલમાં આવ્યો છે. આમાં ત્રણ નવા કેરેટ 20, 23 અને 23 ઉમેરવામાં આવ્યા છે. હવે જે પણ સોનાના દાગીના બને છે તેનું હોલમાર્કિંગ જરૂરી બનશે. 16 જૂન 2021 સુધી હોલમાર્કિંગનો નિયમ સ્વૈચ્છિક હતો. આ પછી સરકારે સોનાના ફરજિયાત હોલમાર્કિંગને તબક્કાવાર લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો. યુનિક આઇડેન્ટિફિકેશન સાથે હોલમાર્કિંગ 3 લાખથી વધુ સોનાના દાગીનાને હોલમાર્ક કરવામાં આવી રહ્યા છે.
હોલમાર્કિંગના ત્રીજા તબક્કાની તૈયારી પણ શરૂ કરાઈ
બીજા તબક્કાના અમલ બાદ હવે સરકાર ત્રીજા તબક્કાની પણ તૈયારીઓ શરૂ કરી રહી છે. BIS એ હોલમાર્કિંગના ત્રીજા તબક્કા અંગે સૂચના જારી કરી છે. BISએ દેશમાં હોલમાર્કિંગના અમલ અંગે અભિપ્રાય માંગ્યો છે. જૂન 2023 સુધીમાં ફરજિયાત હોલમાર્કિંગ પર અભિપ્રાય માંગવામાં આવ્યો છે. સરકારે કુંદન, પોલ્કી જ્વેલરીના હોલમાર્કિંગ અંગે સૂચનો માંગ્યા છે.
ગ્રાહકોને અસર નહીં થાય
ગોલ્ડ હોલમાર્કિંગનો નવો નિયમ ગ્રાહકોને લાગુ પડશે નહીં. આ માત્ર જ્વેલર્સ માટે છે. જ્વેલર્સ હવે ગ્રાહકને હોલમાર્ક વિના સોનાના દાગીના વેચી શકશે નહીં, પરંતુ ગ્રાહક હજી પણ તેના જૂના દાગીનાને હોલમાર્ક વિના જ્વેલરને વેચી શકે છે એટલે કે, તેણે ઘરમાં રાખેલી તેની નિશાન વગરની જ્વેલરીને હોલમાર્ક કરાવવાનું ટેન્શન લેવાની જરૂર નથી.
200 રૂપિયામાં સોનાની શુદ્ધતા તપાસો
સોનાના દાગીનાની શુદ્ધતા ચકાસવા માટે ફી તરીકે 200 રૂપિયા ચૂકવવા પડશે. 5 કે તેથી વધુ જ્વેલરી માટે, ફી 45 રૂપિયા પ્રતિ યુનિટ હશે. તમને જણાવી દઈએ કે દરરોજ ત્રણ લાખ સોનાની વસ્તુઓને HUID દ્વારા પ્રમાણિત કરવામાં આવી રહી છે.
જ્યારે તમે હોલમાર્કવાળા સોનાના દાગીના ખરીદો છો, ત્યારે BIS કેર એપના વેરીફાઈ HUID ફીચર્સનો ઉપયોગ કરીને તેની શુદ્ધતા તપાસો. BIS માન્ય AHC ની યાદી www.bis.gov.in પર ઉપલબ્ધ છે.
એક નજર આજના સોનાના ભાવ ઉપર |
|
MCX GOLD : 50510.00 -345.00 (-0.68%) – 10:47 વાગે | |
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે | |
Ahmedavad | 52210 |
Rajkot | 52230 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે | |
Chennai | 51710 |
Mumbai | 51820 |
Delhi | 51820 |
Kolkata | 51820 |
(Source : goodreturns) | |
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર | |
Dubai | 47212 |
USA | 46199 |
Australia | 46219 |
China | 46235 |
(Source : goldpriceindia) | |