GLOBAL MARKET: સારા સંકેત સાથે SGX NIFTY 45 અંક ઉછળ્યો, આજે મોટાભાગનાં બજાર બંધ રહેશે

|

Feb 15, 2021 | 9:31 AM

વૈશ્વિક બજાર (GLOBAL MARKET ) સારા સંકેત દેખાડી રહ્યા છે. SGX NIFTY15200 ની ઉપર ટ્રેડ કરી રહ્યા છે

GLOBAL MARKET: સારા સંકેત સાથે SGX NIFTY 45 અંક ઉછળ્યો, આજે મોટાભાગનાં બજાર બંધ રહેશે
GLOBAL MARKET

Follow us on

વૈશ્વિક બજાર (GLOBAL MARKET ) સારા સંકેત દેખાડી રહ્યા છે. SGX NIFTY15200 ની ઉપર ટ્રેડ કરી રહ્યા છે. શુક્રવારે યુએસ બજારોમાં ઉછાળો રહ્યો હતો. મોટાભાગના એશિયન બજારોમાં આજે રજા છે. તે જ સમયે યુએસ માર્કેટ આજે પ્રેસિડેન્ટ ડે નિમિત્તે બંધ છે.

યુ.એસ. માં કોરોના કેસ ઓક્ટોબર પછીનો સૌથી નીચા સ્તરે છે. ભારતમાં પણ કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ચાઇના, તાઇવાન, હોંગકોંગના બજારો આજે બંધ છે. ફેમિલી ડે પર કેનેડિયન બજારો પણ બંધ છે.

બીજી તરફ રાહત પેકેજની આશાઓ વચ્ચે ક્રૂડ તેલમાં સતત ઉછાળો આવી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ૬૩ ડોલર ને પાર કરી ગયો છે. તેની કિંમત 13 મહિનાના સમયગાળામાં સૌથી વધુ નોંધાઈ છે. ઓએનજીસી, ઓઆઈએલ અને એચઓઇસી જેવી કંપનીઓમાં આજે એક્શન જોવા મળી શકે છે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

આજે એશિયન બજારોમાં તેજી જોવા મળી રહી છે. એસજીએક્સ નિફ્ટી 45 પોઇન્ટની ઉપર દેખાઈ છે. નિક્કી 1.2 ટકાના વધારા સાથે 29,870 ની આસપાસ જોવા મળે છે. . બીજીતરફ કોસ્પી 1.71 ટકાની મજબૂતીમાં જોવા મળી રહી છે. શાંઘાઈ કમ્પોઝિટ આજે બંધ છે.

 

Next Article