AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

General Knowledge News : શું આવકવેરા વિભાગ (IT Department) PPF ખાતામાં જમા રહેલી રકમ જપ્ત કરી શકે ? જાણો

આવકવેરાની બાકી લેણી રકમ વસૂલવા માટે PPF બેલેન્સને જપ્ત કરવા પર પ્રતિબંધો હોઈ શકે છે. જોકે, આવી કોઈપણ કાર્યવાહીની કાયદેસરતા તે કેસના ચોક્કસ કાયદાઓ, આદેશો અને સંજોગો પર આધારિત રહેશે

General Knowledge News : શું આવકવેરા વિભાગ (IT Department) PPF ખાતામાં જમા રહેલી રકમ જપ્ત કરી શકે ? જાણો
| Updated on: Oct 29, 2026 | 1:37 PM
Share

જોકે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) ખાતામાં જમા કરેલી રકમ કાયદા હેઠળ જપ્તી (attachment) સામે સુરક્ષિત હોઈ શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમારી આવકવેરાની જવાબદારીઓ સમાપ્ત થઈ જાય છે. જો તમારી પાસે આવકવેરાની બાકી લેણી રકમ હોય, તો આવકવેરા વિભાગ તમારા અન્ય બેંક ખાતાઓ અને સંપત્તિઓ સામે વસૂલાતની કાર્યવાહી શરૂ કરી શકે છે. જાણો કે જ્યારે તમે PPF ખાતામાંથી પૈસા ઉપાડો છો ત્યારે શું થાય છે અને જો જપ્તીનો આદેશ (attachment order) જારી કરવામાં આવે તો તમારે કયા પગલાં લેવા જોઈએ.

જો તમારા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) ખાતામાં લાખો રૂપિયા જેવી મોટી રકમ જમા હોય અને સાથે જ આવકવેરાની બાકી લેણી રકમ પણ હોય, તો એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે, શું આવકવેરા વિભાગ તમારી બચત જપ્ત કરી શકે છે ? વાસ્તવમાં, જો સમયસર આવકવેરો ચૂકવવામાં ના આવે, તો આઈટી વિભાગ વસૂલાતની કાર્યવાહી શરૂ કરી શકે છે. જોકે, કાયદો PPF ખાતામાં રહેલી જમા રકમ માટે ચોક્કસ સુરક્ષા પૂરી પાડે છે. તેથી, એ સમજવું મહત્વપૂર્ણ છે કે આ સુરક્ષા ક્યારે લાગુ પડે છે અને કયા સંજોગોમાં વિભાગ તમારા અન્ય બેંક ખાતાઓ અથવા સંપત્તિઓ સામે કાર્યવાહી કરી શકે છે.

શું આવકવેરા વિભાગ PPF ફંડ જપ્ત કરી શકે છે?

દેશમાં એવી કાયદાકીય જોગવાઈઓ છે કે જે PPF ખાતામાં જમા રહેલી રકમને જપ્ત થવાથી બચાવે છે. આ જોગવાઈઓ હેઠળ, આવકવેરાની બાકી લેણી રકમ વસૂલવા માટે PPF બેલેન્સને જપ્ત કરવા પર પ્રતિબંધો હોઈ શકે છે. જોકે, આવી કોઈપણ કાર્યવાહીની કાયદેસરતા તે કેસના ચોક્કસ કાયદાઓ, આદેશો અને સંજોગો પર આધારિત રહેશે. પરિણામે, જો તમારી પાસે આવકવેરાની બાકી રકમ હોય, તો એવું માનવું ખોટું છે કે વિભાગ તમારી તમામ બચત જપ્ત કરી શકે છે. બીજી બાજુ, માત્ર PPF ખાતામાં પૈસા જમા હોવાનો અર્થ એ નથી કે તમે તમારી આવકવેરાની જવાબદારીઓમાંથી મુક્ત થઈ ગયા છો.

જો તમે PPF ખાતામાંથી પૈસા ઉપાડો છો તો શું થાય ?

PPF ખાતામાં રહેલી જમા રકમની કાયદાકીય સ્થિતિ અને તેમાંથી ઉપાડવામાં આવેલી રકમની સ્થિતિ અલગ હોઈ શકે છે. જો કોઈ વ્યક્તિ PPF ખાતામાંથી પૈસા ઉપાડીને તેને સામાન્ય બચત ખાતામાં (savings account) જમા કરાવે છે, તો તે રકમ પર કાયદાકીય સુરક્ષા મળતી નથી જે PPF ખાતામાં જમા રહેલ રકમને મળે છે. દાખલા તરીકે, જો તમારા PPF ખાતામાં રૂપિયા 10 લાખ હોય અને તમે તેમાંથી રૂપિયા 5 લાખ ઉપાડીને કોઈ બેંકના સામાન્ય બચત ખાતામાં જમા કરો, તો નિયમો અનુસાર ઉપાડેલી રૂપિયા 5 લાખની રકમ, આવકવેરાની વસૂલાતની કાર્યવાહી (recovery proceedings) હેઠળ આવી શકે છે.

ટેક્સની બાકી રકમના કિસ્સામાં કઈ સંપત્તિઓ પર કાર્યવાહી થઈ શકે છે?

PPF ખાતામાં રહેલી રકમ સુરક્ષિત છે તેનો અર્થ એ નથી કે આવકવેરા વિભાગ (Income Tax Department) અન્ય સંપત્તિઓમાંથી વસૂલાતની કાર્યવાહી શરૂ કરી શકતું નથી. લાગુ નિયમો અને પ્રક્રિયાઓ હેઠળ, વિભાગ બેંક ખાતાઓ, પગાર, શેર, મ્યુચ્યુઅલ ફંડ્સ તેમજ જંગમ અને સ્થાવર મિલકતો સામે પગલાં લઈ શકે છે. તેથી, જ્યારે તમને ટેક્સ નોટિસ મળે, ત્યારે તેને અવગણવાને બદલે, તમારે તપાસવું જોઈએ કે ટેક્સની માંગણી યોગ્ય છે કે નહીં. જો માંગણી ખોટી હોય, તો તમે નિર્ધારિત પ્રક્રિયા મુજબ અપીલ દાખલ કરી શકો છો અથવા રાહત માટે અરજી કરી શકો છો.

જો તમારા PPF ખાતાને સ્થગિત કરવામાં આવે તો તમારે શું કરવું જોઈએ?

જો તમારી બેંક અથવા પોસ્ટ ઓફિસ તમને જણાવે કે, તમારા PPF ખાતા પર ‘સ્થગિત’ કરવામાં આવ્યું છે, તો સૌથી પહેલા સંબંધિત આદેશની નકલ મેળવો. ત્યારબાદ, જે સત્તાધિકારીએ આ આદેશ આપ્યો છે તેમની પાસે લેખિતમાં વાંધો (objection) નોંધાવો. આ માટે, તમારા PPF ખાતાનું સ્ટેટમેન્ટ, ટેક્સ ડિમાન્ડ નોટિસ અને વસૂલાતનો આદેશ જેવા દસ્તાવેજો તૈયાર રાખો. જરૂર પડે તો, ટેક્સ નિષ્ણાત અથવા વકીલની મદદ લો. માત્ર વાંધો નોંધાવવાથી ખાતા પરનો ‘સ્થગિત’નો આદેશ આપોઆપ દૂર થઈ જતો નથી.

General Knowledge News : ‘વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં’, ગ્રાહકોને આવુ દુકાનદાર લેખિત કે મૌખિક કહી શકે ખરા ?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">