AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગૌતમ અદાણી પાસે 97.6 બિલિયન ડોલરની સંપતિ, મુકેશ અંબાણીને છોડ્યા પાછળ

ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ જબરદસ્ત વધારો થયો છે. તેમની સંપત્તિમાં માત્ર 24 કલાકમાં 7.6 અબજ ડોલરનો વધારો થયા પામ્યો છે. સંપતિમાં થયેલા વધારાને પગલે, મુકેશ અંબાણી અબજોપતિઓની યાદીમાં 12મા સ્થાનેથી 13મા સ્થાને સરક્યા છે.

ગૌતમ અદાણી પાસે 97.6 બિલિયન ડોલરની સંપતિ, મુકેશ અંબાણીને છોડ્યા પાછળ
એશિયાના સૌથી ઘનવાન બન્યા ગૌતમ અદાણી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2024 | 3:23 PM
Share

2024નુ વર્ષ ગૌતમ અદાણી માટે શુભ નીવડે તેવુ લાગી રહ્યું છે. વર્ષની શરૂઆતમાં જ સુપ્રીમ કોર્ટમાંથી અદાણીને હિંડનબર્ગ કેસમાં મોટી રાહત આપી હતી. ત્યાર બાદ અદાણી જૂથના શેરના ભાવ રોકેટની ઝડપે વધી રહ્યાં છે. જેના પગલે, અદાણીની સંપતિમાં વધારો થવા પામ્યો છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે મુકેશ અંબાણીને પાછળ છોડીને ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. એટલું જ નહીં ગૌતમ અદાણીએ, વિશ્વના અબજોપતિઓની યાદીમાં જોરદાર છલાંગ લગાવી છે અને 12મા સ્થાને પહોંચી ગયા છે.

ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ જબરદસ્ત વધારો થયો છે. તેમની સંપત્તિમાં માત્ર 24 કલાકમાં 7.6 અબજ ડોલરનો વધારો થયા પામ્યો છે. સંપતિમાં થયેલા વધારાને પગલે, મુકેશ અંબાણી અબજોપતિઓની યાદીમાં 12મા સ્થાનેથી 13મા સ્થાને સરક્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ, મુકેશ અંબાણીની સંપત્તિ 97 બિલિયન ડોલર છે. છેલ્લા 24 કલાકમાં તેમની નેટવર્થ $665 મિલિયન વધી છે.

ગૌતમ અદાણીની નેટવર્થ

અદાણી ગ્રૂપના માલિક અને હવે ભારતના જ નહી સમગ્ર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અબજોપતિઓની યાદીમાં 12મા નંબરે આવી ગયા છે. ગુરુવાર સુધી તે આ લિસ્ટમાં 14માં નંબર પર હતા, પરંતુ 24 કલાકમાં તેની જંગી કમાણીને કારણે તેની નેટવર્થમાં સારી વૃદ્ધિ જોવા મળી હતી અને તેઓ 14માં સ્થાનેથી 12માં સ્થાને પહોંચી ગયા હતા. તેઓ એશિયાની સાથેસાથે સમગ્ર ભારતના સૌથી ધનિક વ્યક્તિ પણ બન્યા. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણીની નેટવર્થ $97.6 બિલિયન થઈ ગઈ છે.

ગૌતમ અદાણીની સંપત્તિમાં વધારો ઝડપથી કેમ થયો ?

અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, જેના કારણે કંપનીનું મૂલ્ય વધી રહ્યું છે. આવી સ્થિતિમાં ગૌતમ અદાણીની નેટવર્થ પણ વધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ મામલે સેબીની તપાસ સાચા માર્ગ પર છે. ઉપરાંત, બજાર નિયામક સેબીને 24માંથી બાકીના 2 કેસની તપાસ કરવા માટે વધુ 3 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

અદાણી ગ્રુપના શેરમાં વધારો

છેલ્લા બે દિવસમાં શેરબજારમાં આવેલા ઉછાળાની સાથે અદાણી જૂથના શેરના ભાવમાં વૃદ્ધિ જોવા મળી હતી. આજે શુક્રવારે પણ ભારતીય શેરબજારમાં અદાણી ગ્રુપના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. અદાણી જૂથની ACC સિમેન્ટનો શેર મુંબઈ સ્ટોક એક્સચેન્જ પર શેર દીઠ 3.20 % વધીને રૂ. 2,352 થયો હતો. આ સાથે અદાણી પોર્ટ લગભગ 3 ટકા, અદાણી પાવર 2 ટકા, અદાણી ટોટલ ગેસ 2 ટકા, અદાણી વિલ્મર શેર 0.12 ટકા, અંબુજા લગભગ 3 ટકા વધ્યા હતા. તો બીજી તરફ અદાણી જૂથના જ અદાણી એન્ટરપ્રાઇઝના શેર 0.18 ટકા ઘટ્યા હતા. આ સિવાય અદાણી એનર્જી સોલ્યુશન્સ 0.41 % અને અદાણી એનર્જી ફણ 0.43 %  ઘટ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">