ઓટો સેક્ટરમાં એન્ટ્રી માટે તૈયાર ગૌતમ અદાણી, Electric Vehicleમાં મચાવશે તહેલકો, ટાટા અને અંબાણીને આપશે ટક્કર

ગૌતમ અદાણી ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે. આ સિવાય તેમની કંપની ઈલેક્ટ્રિક વાહનો માટે બેટરી બનાવશે અને દેશભરમાં ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરશે.

ઓટો સેક્ટરમાં એન્ટ્રી માટે તૈયાર ગૌતમ અદાણી, Electric Vehicleમાં મચાવશે તહેલકો, ટાટા અને અંબાણીને આપશે ટક્કર
Gautam Adani (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 5:33 PM

ગૌતમ અદાણી (Gautam Adani) હવે ઓટો સેક્ટરમાં પણ એન્ટ્રીની તૈયારી કરી રહ્યા છે.  ગૌતમ અદાણી ઈલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં (Electric Vehicles) પ્રવેશ કરી શકે છે. જમીન અને પાણી પર ચાલતા વાહનો માટે એસબી અદાણી ટ્રસ્ટને (SB Adani Trust) ટ્રેડમાર્ક મળ્યો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ગૌતમ અદાણીનું આ વેન્ચર કોમર્શિયલ ઇલેક્ટ્રિક વાહન બનાવવાનું વિચારી રહ્યું છે. જેમાં બસ અને ટ્રક બંનેનો સમાવેશ થશે. અદાણી ગ્રુપનો બિઝનેસ ઘણા સેક્ટરમાં ફેલાયેલો છે. શરૂઆતમાં, કંપનીના ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ જૂથના પોતાના પરિવહન સંબંધિત કામ માટે કરવામાં આવશે. આ ઉપરાંત, આ કંપની ઇલેક્ટ્રિક વાહનો માટે બેટરી બનાવશે અને દેશભરમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરશે.

સરકાર ઇલેક્ટ્રિક વાહનો માટે ગંભીર છે. તાજેતરમાં, સરકારે જાહેરાત કરી હતી કે તે દેશભરમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનનું નેટવર્ક બનાવવા માટે ખાનગી સંસ્થાઓને સરકારી જમીન આપશે. આ બિઝનેસ રેવન્યુ શેરિંગ મોડલ પર આધારિત હશે. રિપોર્ટ અનુસાર, કંપની ગુજરાતના મુન્દ્રામાં સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર પણ સ્થાપશે.

અંબાણી, ટાટા પહેલેથી જ તૈયાર 

ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં દેશની બે સૌથી મોટી કોર્પોરેટ ટાટા ગ્રુપ અને મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઝડપથી પોતાના પગ ફેલાવી રહી છે. બંને જૂથો પાસે શૂન્ય કાર્બન ઉત્સર્જન માટે મેગા પ્લાન છે. ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું બજાર ઝડપથી વિસ્તરી રહ્યું છે. અદાણી, અંબાણી અને ટાટા ગ્રૂપ જેવી કંપનીઓના પ્રવેશને કારણે આ બજાર એકદમ કોમ્પિટિટિવ બની ગયું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ઇલેક્ટ્રિક કોમર્શિયલ વાહનો માટે મોટું બજાર

કોમર્શિયલ ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં ટાટાની Ace બ્રાન્ડ અને અશોક લીલેન્ડની Dost બ્રાન્ડનુ રાજ છે. બંનેના ઈલેક્ટ્રિક મોડલનો ક્રેઝ વધી રહ્યો છે કારણ કે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘણો ઓછો છે. આ વાહનો માટે પ્રતિ કિલોમીટરનો ખર્ચ લગભગ 80 પૈસાથી 1 રૂપિયો આવે છે, જ્યારે ડીઝલ સેગમેન્ટ માટે આ કિંમત લગભગ 4 રૂપિયા પ્રતિ લિટર છે.

રિલાયન્સે PLI સ્કીમ માટે અરજી કરી

તાજેતરમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની રિલાયન્સ ન્યુ એનર્જી સોલારે 18100 કરોડ રૂપિયાની પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI Scheme) યોજના હેઠળ એડવાન્સ્ડ કેમિસ્ટ્રી સેલ (ACC) બેટરીના સ્ટોરેજ પ્રોગ્રામ માટે ટેન્ડર સબમિટ કર્યા હતા. 130 ગીગાવોટ પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતી આ યોજના માટે કુલ 10 ટેન્ડરો પ્રાપ્ત થયા છે. 130 ગીગાવોટ પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતી આ યોજના માટે કુલ 10 ટેન્ડરો પ્રાપ્ત થયા છે.

આ પણ વાંચો :  Share Market : સપ્તાહના અંતિમ કારોબારી દિવસે SENSEX 427 અને NIFTY 140 અંક ઘટાડા સાથે બંધ થયા, રોકાણકારોએ 4 દિવસમાં 9 લાખ કરોડ ગુમાવ્યા

g clip-path="url(#clip0_868_265)">