વિશ્વના સૌથી ધનિકોમાં Gautam Adaniનો સમાવેશ, જાણો અદાણી પાસે કેટલી સંપતિ ??

વિશ્વના સૌથી ધનિકોના ક્રમાંકમાં Adani ગ્રુપના ચેરમેન Gautam Adani ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. ફોર્બ્સની યાદી મુજબ, આજે 6 એપ્રિલના રોજ Gautam Adaniની સંપત્તિમાં 4.9 અબજ ડોલર (આશરે રૂ. 36,000 કરોડ)થી પણ વધારેનો ગ્રોથ થયો છે.

વિશ્વના સૌથી ધનિકોમાં Gautam Adaniનો સમાવેશ, જાણો અદાણી પાસે કેટલી સંપતિ ??
Gautam Adani
Follow Us:
| Updated on: Apr 06, 2021 | 4:56 PM

વિશ્વના સૌથી ધનિકોના ક્રમાંકમાં Adani ગ્રુપના ચેરમેન Gautam Adani ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. ફોર્બ્સની યાદી મુજબ, આજે 6 એપ્રિલના રોજ Gautam Adaniની સંપત્તિમાં 4.9 અબજ ડોલર (આશરે રૂ. 36,000 કરોડ)થી પણ વધારેનો ગ્રોથ થયો છે. અને આ સાથે જ વિશ્વના બિલિયોનેરની યાદીમાં તેઓ પહેલીવાર 20માં ક્રમે પહોંચ્યા છે. ફોર્બ્સના રિયલ ટાઈમ ડેટા મુજબ, Gautam Adaniની નેટવર્થ અત્યારે 61.4 અબજ ડોલર (અંદાજે રૂ. 4.5 લાખ કરોડ) પર પહોંચી છે.

2020માં Gautam Adani 155મા ક્રમે હતા ફોર્બ્સ બિલિયોનેર લિસ્ટ 2020 મુજબ, Gautam Adani 8.9 અબજ ડોલર (અંદાજે રૂ. 65,300 કરોડ)ની સંપત્તિ સાથે વિશ્વના અમીરોમાં 155મા ક્રમે હતા. આ રીતે જોઈએ તો 2020ની તુલનાએ Gautam Adaniની નેટવર્થ અંદાજે 8 ગણી વધી છે.

MUKESH AMBANI સતત પાછળ જઇ રહ્યા છે એક સમયે રિલાયન્સના ચેરમેન MUKESH AMBANI વિશ્વના અમીરોની યાદીમાં 5મા ક્રમે પહોંચી ગયા હતા, જોકે 2021ની શરૂઆતથી તેમની નેટવર્થમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનેર લિસ્ટ મુજબ, આજે 6 એપ્રિલે MUKESH AMBANI ની નેટવર્થ 1.8 અબજ ડોલર (આશરે 13,200 કરોડ) ઘટીને 76.4 અબજ ડોલર (અંદાજે રૂ. 5.60 લાખ કરોડ) થઈ છે. આ યાદીમાં અંબાણી નીચે ઊતરીને 12મા ક્રમે પહોંચ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અદાણી અને અંબાણી વચ્ચે માત્ર રૂ. 1.10 લાખ કરોડનો તફાવત MUKESH AMBANI આજે પણ ભારતના સૌથી અમિર વ્યક્તિ છે. 2020 મુજબ, આ બંનેની સંપત્તિ વચ્ચેનો તફાવત રૂ. 2 લાખ કરોડ જેટલો હતો, જ્યારે આ તફાવત અત્યારે ઘટીને રૂ. 1.10 લાખ કરોડ થયો છે. અગાઉ જાણકારોએ એવું અનુમાન કર્યું હતું કે આગામી બે-ત્રણ વર્ષમાં અદાણી અને અંબાણીની સંપત્તિ એક સ્ટાર પર આવી શકે છે.

2019 બાદ અંબાણી કરતાં અદાણીની સ્પીડ વધી નરેન્દ્ર મોદી સરકારની બીજી ટર્મ 2019માં શરૂ થઈ, ત્યાર બાદ ગૌતમ અદાણીનો ગ્રોથ ઘણો ઝડપી બન્યો છે. 2019-2021 વચ્ચેના ગાળામાં Gautam Adaniની સંપત્તિમાં 147.72%નો વધારો થયો છે. એની સામે મુકેશ અંબાણીની સંપત્તિ 59.15% જેટલી જ વધી છે. ભાજપ સત્તા પર આવી ત્યારથી એટલે કે 2014થી ગણીએ તો વીતેલાં 8 વર્ષમાં મુકેશ અંબાણીની સંપત્તિ 267% અને Gautam Adaniની સંપત્તિ 432% વધી છે. ગૌતમ અદાણીની નેટવર્થ વધારવામાં અદાણી ગ્રુપની એનર્જી સેક્ટરની કંપનીઓ અને એમાં પણ રિન્યુએબલ કંપની અદાણી ગ્રીનનો મહત્ત્વનો ફાળો છે.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">