AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Everest ના મસાલા પર FSSAI ની મોટી કાર્યવાહી, હિંગ અને ગરમ મસાલા સહિતના પ્રોડક્ટ્સમાં ગેરરીતિ સામે આવતા ફટકારી નોટિસ

ફૂડ સેફ્ટી રેગ્યુલેટર FSSAI એ મસાલા બ્રાન્ડ 'એવરેસ્ટ'ના હિંગ, એગ કરી, ચિકન અને ગરમ મસાલા જેવા ઉત્પાદનોમાં ખોટી લેબલિંગ અને ગુણવત્તાના નિયમોનું ઉલ્લંઘન જણાતાં કડક નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ સાથે પેકેટ ફૂડ પર નવા વોર્નિંગ લેબલ લાવવાની તૈયારી પણ શરૂ થઈ છે.

Everest ના મસાલા પર FSSAI ની મોટી કાર્યવાહી, હિંગ અને ગરમ મસાલા સહિતના પ્રોડક્ટ્સમાં ગેરરીતિ સામે આવતા ફટકારી નોટિસ
| Updated on: Aug 29, 2026 | 9:29 PM
Share

જો તમે પણ રસોઈનો સ્વાદ વધારવા માટે બજારમાં મળતા પેકેટબંધ મસાલાનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક સત્તામંડળ (FSSAI) એ જાણીતી મસાલા બ્રાન્ડ ‘Everest’ ના કેટલાક ઉત્પાદનોની તપાસ બાદ કડક પગલાં લીધા છે. તપાસમાં એવરેસ્ટની હિંગને ખોટી રીતે લેબલ કરવા સાથે ગુણવત્તા સંબંધિત કેટલીક ગંભીર ક્ષતિઓ સામે આવી છે.

આ ઉપરાંત એવરેસ્ટ કંપનીના એગ કરી મસાલા (Egg Curry Masala), ચિકન મસાલા (Chicken Masala) અને ગરમ મસાલા (Garam Masala) માં પણ ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું બહાર આવ્યું છે. આ મામલે ખાદ્ય નિયામકે સંબંધિત કંપનીને નોટિસ પાઠવીને સત્તાવાર જવાબ માંગ્યો છે.

Everest ના આ મસાલા સામે ઉઠ્યા સવાલો

FSSAI ની તપાસમાં એવરેસ્ટની હિંગમાં ગેરરીતિઓ જોવા મળી હતી, જેમાં હિંગને ખોટી રીતે બ્રાન્ડેડ (Misbranded) અને હલકી ગુણવત્તાવાળી ગણાવવામાં આવી છે. આ સિવાય નીચે મુજબના મસાલાઓમાં પણ નિયમોનું ઉલ્લંઘન જણાયું છે:

  • એગ કરી મસાલા (Egg Curry Masala)
  • ચિકન મસાલા (Chicken Masala)
  • ગરમ મસાલા (Garam Masala)

આ કથિત નિયમભંગને લઈને ‘લાલજી ગોધુ એન્ડ કંપની’ (Laljee Godhoo & Co) ને પણ અલગથી ચેતવણી આપવામાં આવી છે.

પેકેટબંધ ખાદ્ય પદાર્થો પર ટૂંક સમયમાં દેખાશે નવું વોર્નિંગ લેબલ

વાસ્તવમાં આ કાર્યવાહી એવા સમયે સામે આવી છે જ્યારે FSSAI એ પેકેજ્ડ ફૂડ પ્રોડક્ટ્સ માટે એક નવા ‘ફ્રન્ટ-ઓફ-પેક’ (Front-of-Pack) વોર્નિંગ લેબલનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નિયમ હેઠળ પેકેટની આગળના ભાગમાં ચમકતા લાલ રંગનું ષટ્કોણ (Hexagon) ચિહ્ન લગાવવાની યોજના છે. આ નિશાનથી ગ્રાહકોને એવા ખાદ્ય ઉત્પાદનો વિશે સરળતાથી ખબર પડી જશે જેમાં ખાંડ (Sugar), મીઠું (Salt) કે સેચ્યુરેટેડ ફેટ (Saturated Fat) નું પ્રમાણ વધારે હોય. એટલે કે ખરીદી કરતી વખતે જ ગ્રાહક પેકેટ જોઈને તેના પોષણ સંબંધિત જોખમો જાણી શકશે.

ફૂડ ઇન્ડસ્ટ્રીએ નિયમો અંગે ચિંતા વ્યક્ત કરી

નવા લેબલિંગ નિયમોને લઈને ખાદ્ય ઉદ્યોગ તરફથી પણ કેટલીક ચિંતાઓ સામે આવી છે. કોકા-કોલા, નેસ્લે અને પેપ્સિકો જેવી મોટી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતા જૂથોએ પ્રસ્તાવિત વ્યવસ્થાના કેટલાક ભાગો સામે વાંધો ઉઠાવ્યો છે. બીજી તરફ, મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના કમિશનર તુકારામ મુંઢેએ ફૂડ બિઝનેસ સાથે જોડાયેલા તમામ લોકોને માત્ર કાગળ પર નિયમોનું પાલન કરવા પૂરતા સીમિત ન રહેતા લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીર બનવાની અપીલ કરી છે.

શું ખુલ્લા પગે ચાલવું ખરેખર હૃદય અને બ્લડ પ્રેશર માટે ફાયદાકારક છે? જાણો દરરોજ કેટલો સમય ચાલવું જરૂરી

Follow Us
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ આંગણવાડીમાં એક્સપાયરી દાળ-ચણા અપાયા
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ આંગણવાડીમાં એક્સપાયરી દાળ-ચણા અપાયા
છોટા ઉદેપુરમાં શાળાનું મકાન જર્જરીત થતા બાળકો મંદિરમાં ભણવા લાચાર
છોટા ઉદેપુરમાં શાળાનું મકાન જર્જરીત થતા બાળકો મંદિરમાં ભણવા લાચાર
ખેડૂતોને કૃષિ સાધનો ખરીદવા વધુ 15 દિવસની મુદત
ખેડૂતોને કૃષિ સાધનો ખરીદવા વધુ 15 દિવસની મુદત
વૈશ્વિક હીરાની માંગથી સુરત ઉદ્યોગને મોટો વેગ
વૈશ્વિક હીરાની માંગથી સુરત ઉદ્યોગને મોટો વેગ
દુનિયાની સૌથી 'મોટી' સોનાની ઈંટ, 521 કિલો વજન સાથે બનાવ્યો 'રેકોર્ડ'
દુનિયાની સૌથી 'મોટી' સોનાની ઈંટ, 521 કિલો વજન સાથે બનાવ્યો 'રેકોર્ડ'
અંબાજી મંદિરમાં માઈભક્તે કર્યું લાખોના સોનાનું દાન, જુઓ Video
અંબાજી મંદિરમાં માઈભક્તે કર્યું લાખોના સોનાનું દાન, જુઓ Video
આજનું રાશિફળ : વેપાર, નોકરી અને પૈસાની બાબતમાં કોનું ભાગ્ય ચમકશે?
આજનું રાશિફળ : વેપાર, નોકરી અને પૈસાની બાબતમાં કોનું ભાગ્ય ચમકશે?
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી
મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા
મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા
ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક
ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક
g clip-path="url(#clip0_868_265)">