Forex reserves : દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો જ્યારે ગોલ્ડ રિઝર્વમાં વધારો થયો

વિદેશી મુદ્રા ભંડારમાં રાખવામાં આવેલ વિદેશી ચલણ અસ્કયામતો ડૉલરમાં વ્યક્ત કરવામાં આવે છે જેમાં યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-યુએસ કરન્સીમાં વૃદ્ધિ અથવા અવમૂલ્યનની અસરોનો સમાવેશ થાય છે.

Forex reserves : દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો જ્યારે ગોલ્ડ રિઝર્વમાં વધારો થયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 7:04 AM

15 એપ્રિલે પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર(Foreign Exchange Reserves) 31.1 કરોડ ડોલર ઘટીને 603.694 અબજ ડોલર થયું છે. ભારતીય રિઝર્વ બેંકે(Reserve bank of India) શુક્રવારે આ જાણકારી આપી હતી. અગાઉ 8 એપ્રિલે પૂરા થયેલા સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વ(Forex reserves) 2.471 અબજ ડોલર ઘટીને 604.004 અબજ ડોલર થયું હતું. આરબીઆઈના સાપ્તાહિક ડેટા અનુસાર ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો ફોરેન કરન્સી એસેટ્સ (FCAs) ના ઘટાડાને કારણે થયો હતો જે કુલ અનામતનો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. FCA 877 મિલિયન ડોલર ઘટીને 536.768 અબજ ડોલર થયું છે.

વિદેશી મુદ્રા ભંડારમાં રાખવામાં આવેલ વિદેશી ચલણ અસ્કયામતો ડૉલરમાં વ્યક્ત કરવામાં આવે છે જેમાં યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-યુએસ કરન્સીમાં વૃદ્ધિ અથવા અવમૂલ્યનની અસરોનો સમાવેશ થાય છે. સમીક્ષા હેઠળના સપ્તાહમાં સોનાનો ભંડાર 626 મિલિયન ડોલર વધીને 43.145 અબજ ડોલર થયો છે.

IMF સાથે થાપણોમાં ઘટાડો

રિપોર્ટિંગ સપ્તાહમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDR) થાપણો 44 મિલિયન ડોલર ઘટીને 18.694 અબજ ડોલર થઈ છે. IMFમાં રાખવામાં આવેલ દેશનું મુદ્રા ભંડાર 16 મિલિયન ડોલર ઘટીને 5.086 અબજ ડોલર પર આવી ગયું છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

 રેપો રેટમાં વધારાની શક્યતા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) જૂન મહિનાની શરૂઆતમાં રેપો રેટમાં 50 બેઝિક પોઈન્ટ્સ (bps)નો વધારો કરી શકે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના રિસર્ચ રિપોર્ટમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે. આ રિપોર્ટને Ecowrap નામ આપવામાં આવ્યું છે. બેંકે જણાવ્યું હતું કે તે જૂન અને ઓગસ્ટ (દર મહિને) 25 bps ના વધારાની અપેક્ષા રાખે છે, જે આ ચક્રમાં 75 bps ના સંચિત દરમાં વધારો તરફ દોરી જાય છે.

આયાત માટે ડોલર અનામત જરૂરી

ભારત તેની જરૂરિયાતના 85% તેલની આયાત કરે છે. આ કિસ્સામાં વિદેશી વિનિમય અનામત ખૂબ જ મહત્વપૂર્ણ છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય જવાબદારીઓને પહોંચી વળવા માટે ડોલર અનામત જરૂરી છે. આયાત માટે ચૂકવણી આ અનામતમાંથી કરવામાં આવે છે. જો વિદેશી મુદ્રા ભંડાર મજબૂત હશે તો વિદેશી રોકાણકારોનો વિશ્વાસ મજબૂત રહેશે. આ એફડીઆઈને મજબૂત રાખે છે. ભારતીય અર્થતંત્ર માટે FDI ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ચલણની મજબૂતી માટે ડૉલર અનામત જરૂરી છે

ભારતીય રિઝર્વ બેંક પણ ચલણને મજબૂત કરવા માટે ડોલરના અનામતનો ઉપયોગ કરે છે. જો રૂપિયામાં ઘટાડો થાય છે તો તે ડોલરના ભંડારને વેચે છે. જે રૂપિયાને મજબૂત બનાવે છે. ડોલર સામે રૂપિયો સતત નબળો પડતો જાય તો ચિંતા વધે છે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : ઈન્ડિયન ઓઈલ રશિયા પાસેથી તેલ નહીં ખરીદે! શું ફરી મોંઘુ થશે ઇંધણ, જાણો લેટેસ્ટ રેટ

આ પણ વાંચો : ફ્યુચર-રિલાયન્સની ડીલ અટકી, ફ્યુચર રિટેલના સિક્યોર્ડ ક્રેડિટર્સે રિલાયન્સ સાથેની ડીલ નકારી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">