Forex Reserve : દેશની તિજોરીના ધનમાં 11 મહિનાનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાયો, જાણો RBI એ જાહેર કરેલા આંકડા

Forex Reserve : શુક્રવારે ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં યુએસ ડોલર સામે રૂપિયો 14 પૈસા ઘટીને 82.84 પર બંધ થયો હતો. સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નબળા વલણ અને વિદેશમાં ડૉલરની મજબૂતાઈએ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર ભાર મૂક્યો હતો.

Forex Reserve : દેશની તિજોરીના ધનમાં 11 મહિનાનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાયો, જાણો RBI એ જાહેર કરેલા આંકડા
Reserve Bank of India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2023 | 8:40 AM

Forex Reserve : ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં મોટો ઘટાડો નોંધાયો છે. 10 ફેબ્રુઆરી 2023 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં 8.31 અબજ ડોલરનો ઘટાડો થયો છે જે 11 મહિનામાં કોઈપણ સપ્તાહનો સૌથી મોટો ઘટાડો છે. બેંકિંગ ક્ષેત્રના નિયમનકાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વિદેશી મુદ્રા ભંડારને લઈને આ ડેટા જાહેર કર્યો છે. આ આંકડાઓ અનુસાર 10 ફેબ્રુઆરી 2023 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર  566.94 બિલિયન ડોલરપર આવી ગયું છે. જે 3 ફેબ્રુઆરી, 2023 ના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં  575.27 બિલિયન ડોલર હતું. તે સપ્તાહે વિદેશી મુદ્રા ભંડારમાં પણ 1.49 બિલિયન ડોલરનો ઘટાડો જોવા મળ્યો હતો. સતત ત્રણ સપ્તાહના વધારા પછી એક સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં આ પ્રથમ ઘટાડો હતો.

આનો અર્થ એ થયો કે માત્ર બે અઠવાડિયામાં વિદેશી મુદ્રા ભંડારમાં $10 બિલિયનનો ઘટાડો થયો છે. આ જ સમયગાળામાં ફોરેન કરન્સી એસેટ $7.11 બિલિયન ઘટીને $500.59 બિલિયન થઈ છે. આ જ સમયગાળામાં ગોલ્ડ રિઝર્વમાં $919 મિલિયનનો ઘટાડો થયો છે. ગોલ્ડ રિઝર્વ ઘટીને $42.86 બિલિયન થયું છે જ્યારે SDR $190 મિલિયન ઘટીને $18.35 બિલિયન થઈ ગયું છે.

ઓક્ટોબર 2021માં વિદેશી મુદ્રા ભંડાર $645 બિલિયનના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયો હતો. ત્યારથી, વિદેશી રોકાણકારોના વેચાણને કારણે, વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો છે. તેથી આરબીઆઈએ ડોલર સામે રૂપિયાના ઘટાડાને રોકવા માટે ડોલર વેચ્યા છે. એક સમયે એક ડોલર સામે રૂપિયો 83 રૂપિયાના સ્તરથી નીચે ગયો હતો. વૈશ્વિક કારણોસર ખાસ કરીને યુક્રેન પર રશિયાના હુમલા બાદ વિશ્વનું ચલણ ડોલર સામે નબળું પડી રહ્યું છે. ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં સતત વધારાને કારણે રોકાણકારો તેમના રોકાણ પાછી ખેંચી રહ્યા છે જેમાં ભારત પણ સામેલ છે. જેના કારણે અનામત ઘટી રહી છે.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

2021 માં સર્વોચ્ચ સ્તર નોંધાયું હતું

ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2021 મહિનામાં વિદેશી મુદ્રા ભંડાર $645 બિલિયનના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. વૈશ્વિક વિકાસ વચ્ચે રૂપિયાના વિનિમય દરમાં ઘટાડો અટકાવવા માટે કેન્દ્રીય બેંક દ્વારા કરન્સી રિઝર્વના ઉપયોગને કારણે પાછળથી ઘટાડો જોવા મળ્યો હતો.

રૂપિયો 14 પૈસા ઘટીને 82.84 પર બંધ થયો

શુક્રવારે ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં યુએસ ડોલર સામે રૂપિયો 14 પૈસા ઘટીને 82.84 પર બંધ થયો હતો. સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નબળા વલણ અને વિદેશમાં ડૉલરની મજબૂતાઈએ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર ભાર મૂક્યો હતો.

ઇન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં યુએસ ડોલર સામે રૂપિયો 82.77 પર ખુલ્યો હતો. વેપારના અંતે, તે તેના અગાઉના બંધની તુલનામાં 14 પૈસા ઘટીને 82.84 (પ્રોવિઝનલ) પ્રતિ ડોલર પર બંધ થયો હતો. પાછલા ટ્રેડિંગ સેશનમાં રૂપિયો પ્રતિ ડૉલર રૂ. 82.70 પર બંધ થયો હતો.

દિવસ દરમિયાન રૂપિયો 82.73ની ઊંચી અને 82.85ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. દરમિયાન, ડૉલર ઇન્ડેક્સ, જે છ મુખ્ય કરન્સીની બાસ્કેટ સામે યુએસ ડૉલરની સ્થિતિનું માપન કરે છે, તે 0.59 ટકા વધીને 104.47 પર પહોંચ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">