AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Forex Reserve : ભારતનું વિદેશી મુદ્રા ભંડાર સતત ત્રીજા સપ્તાહે વધીને 6 મહિનાની ટોચે પહોંચ્યું, જાણો શની તિજોરીમાં કેટલું ધન છે

Forex Reserve : આ અગાઉ 20 જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશની વિદેશી હૂંડિયામણ અનામત 1.727 બિલિયન ડોલર વધીને 573.727 બિલિયન ડોલર થયું હતું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા  અનુસાર આ સતત ત્રીજું સપ્તાહ છે જ્યારે વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થયો છે.

Forex Reserve : ભારતનું વિદેશી મુદ્રા ભંડાર સતત ત્રીજા સપ્તાહે વધીને 6 મહિનાની ટોચે પહોંચ્યું, જાણો શની તિજોરીમાં કેટલું ધન છે
Reserve Bank of India
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2023 | 10:10 AM
Share

Forex Reserve : દેશના ફોરેક્સ રિઝર્વને લઈને સારા સમાચાર સામે આવી રહ્યા છે. 27 જાન્યુઆરી સુધીમાં ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 3.03 બિલિયન ડોલર વધીને 576.76 બિલિયન ડોલર  પર પહોંચી ગયું છે. ભારતીય રિઝર્વ બેંકએ શુક્રવારે વિદેશી મુદ્રા ભંડાર સાથે સંબંધિત ડેટા જાહેર કર્યો છે. આ અગાઉ 20 જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશની વિદેશી હૂંડિયામણ અનામત 1.727 બિલિયન ડોલર વધીને 573.727 બિલિયન ડોલર થયું હતું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા  અનુસાર આ સતત ત્રીજું સપ્તાહ છે જ્યારે વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થયો છે. તે અગાઉના અઠવાડિયે પણ વિદેશી મુદ્રા ભંડાર 10.417 બિલિયન ડોલર વધીને 572 બિલિયન ડોલર થયું હતું.

સતત ત્રીજા સપ્તાહે વધારો નોંધાયો

વિદેશી મુદ્રા ભંડારમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સતત ત્રીજું સપ્તાહ છે જ્યારે તેજીનું વાતાવરણ અકબંધ છે. 27 જાન્યુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 576.76 અબજ ડોલરની 6 મહિનાની ઊંચી સપાટીને પાર કરી ગયું છે. આરબીઆઈના ડેટા અનુસાર વિદેશી મુદ્રા ભંડારમાં $3.03 બિલિયનનો વધારો થયો છે. આ વધારા સાથે આ આંકડો $576.76 બિલિયન પર આવી ગયો છે. તે જ સમયે, 20 જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન, તે $ 1.727 બિલિયન વધીને $ 573.727 બિલિયન પર પહોંચ્યું હતું.

આરબીઆઈએ આંકડા જાહેર કર્યા

સેન્ટ્રલ બેંક આરબીઆઈના સાપ્તાહિક ડેટા અનુસાર, કુલ મુદ્રા ભંડારનો મહત્વનો હિસ્સો ગણાતા ફોરેન કરન્સી એસેટ્સ (FCA) સપ્તાહમાં $3.03 બિલિયન વધીને $576.76 બિલિયન પર પહોંચી ગઈ છે. ગત સપ્તાહની શરૂઆતમાં વિદેશી મુદ્રા ભંડાર $10.417 બિલિયન વધીને $572 બિલિયન થઈ ગયો હતો. નોંધનીય છે કે, RBI દ્વારા ગત વર્ષે ઘટી રહેલા રૂપિયાને બચાવવા માટે ઘણા મોટા પગલા લેવામાં આવ્યા હતા. આરબીઆઈએ રેપો રેટમાં અનેક વખત વધારો કર્યો છે. દરમિયાન, વિદેશી મુદ્રા ભંડારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે છેલ્લા કેટલાક મહિનાઓથી વિદેશી મુદ્રા ભંડારમાં વધારો નોંધાઈ રહ્યો છે.

2021 માં સર્વોચ્ચ સ્તર નોંધાયું હતું

ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2021 મહિનામાં વિદેશી મુદ્રા ભંડાર $645 બિલિયનના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. વૈશ્વિક વિકાસ વચ્ચે રૂપિયાના વિનિમય દરમાં ઘટાડો અટકાવવા માટે કેન્દ્રીય બેંક દ્વારા કરન્સી રિઝર્વના ઉપયોગને કારણે પાછળથી ઘટાડો જોવા મળ્યો હતો.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">