મોંઘા ખાતરની અસર, સરકાર ખાતર સબસિડીમાં કરી શકે છે 50 હજાર કરોડ સુધીનો વધારો

|

Dec 06, 2021 | 11:43 PM

CRISILના ડાયરેક્ટર નીતિશ જૈને કહ્યું કે આ નાણાકીય વર્ષમાં નેચરલ ગેસના ભાવમાં લગભગ 50 ટકાનો વધારો થશે. આવી સ્થિતિમાં સરકાર ખાતર સબસિડીમાં 62 ટકા સુધીનો વધારો કરી શકે છે.

મોંઘા ખાતરની અસર, સરકાર ખાતર સબસિડીમાં કરી શકે છે 50 હજાર કરોડ સુધીનો વધારો
(File Image)

Follow us on

કુદરતી ગેસ (natural gas) અને અન્ય કાચા માલના ભાવમાં વધારાને કારણે સરકાર ખાતર સબસિડી બિલમાં (fertilizer subsidy bill) વધારો કરી શકે છે. ક્રિસિલે પોતાના રિપોર્ટમાં કહ્યું કે ખાતરની કિંમતમાં જોરદાર વધારો થયો છે, આવી સ્થિતિમાં સરકાર ખાતરની સબસિડીમાં 62 ટકા સુધીનો વધારો કરી શકે છે. ચાલુ નાણાકીય વર્ષ (current financial year) માટે સરકારે ખાતર સબસિડી તરીકે  79,530 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. એવું માનવામાં આવે છે કે તે વધીને 1 લાખ 30 હજાર કરોડ રૂપિયા થઈ શકે છે. વેચાણ વોલ્યુમના આધારે આમાં વાર્ષિક ધોરણે 10 ટકાનો ઘટાડો છે.

 

ખાતરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સરકાર તેના પર સબસિડી આપે છે. ખાતરની છૂટક વેચાણ કિંમત (RSP) બજાર દર કરતા ઘણી ઓછી રાખવામાં આવી છે. માર્કેટ રેટથી RSP જેટલી ઓછી રહે છે.  તે સબસિડીના રૂપમાં ઉત્પાદકને જાહેર કરવામાં આવે છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

62,638 કરોડનું વધારાનું ફંડ

છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્પાદકોના લેણાંમાં સતત વધારો થઈ રહ્યો હતો. આવી સ્થિતિમાં સરકારે નાણાકીય વર્ષ 2019-20માં 62,638 કરોડનું વધારાનું ભંડોળ બહાર પાડ્યું હતું અને ઉત્પાદકોની સબસિડીની બાકી રકમ ખત્મ કરી હતી.

 

21,328 કરોડની વધારાની સબસિડીની જાહેરાત

સરકાર ખાતર ક્ષેત્રને લઈને વધુ સક્રિય છે. આ ક્ષેત્રને ઘણું વ્યૂહાત્મક મહત્વ આપવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં ખાતર સબસિડીના રૂપમાં 21,328 કરોડ રૂપિયાની વધારાની સબસિડીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મે મહિનામાં 14,775 કરોડ, ઓક્ટોબર મહિનામાં 6,553 કરોડની જાહેરાત કરવામાં આવી હતી. આ સબસિડી નોન યુરિયા ખાતર માટે છે.

 

નેચરલ ગેસ 50 ટકા મોંઘો થયો છે

CRISILના ડાયરેક્ટર નીતિશ જૈને કહ્યું કે આ નાણાકીય વર્ષમાં નેચરલ ગેસના ભાવમાં લગભગ 50 ટકાનો વધારો થશે. ખાતરના ઉત્પાદનમાં તેનો ફાળો લગભગ 75-80 ટકા છે. નોન-યુરિયા સબસિડીની વાત કરીએ તો ફોસ્ફોરિક એસિડ, એમોનિયા જેવા કાચા માલની કિંમતમાં 40-60 ટકાનો વધારો થયો છે.

 

માંગમાં 10 ટકા સુધીનો ઘટાડો થશે

રાહતના સમાચાર એ છે કે આ નાણાકીય વર્ષમાં ખાતરની માંગમાં 8-10 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. ગયા નાણાકીય વર્ષમાં આમાં 8 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી અને સમગ્ર નાણાકીય વર્ષ માટે માંગ 66 મિલિયન ટન હતી. આ ઓલ ટાઈમ હાઈ છે.

 

આ પણ વાંચો :  શું ભાજપને રોકવા શિવસેના UPAમાં જોડાશે? મંગળવારે રાહુલ ગાંધી અને બુધવારે પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરશે સંજય રાઉત

 

Next Article