Green Hydrogenને લઈને એસ્સાર ગ્રુપનું મોટું આયોજન, Jamnagar માં કરશે કરોડોનું રોકાણ
એસ્સાર ગ્રુપ ગુજરાતના જામનગરમાં ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ સ્થાપવા માટે આગામી ચાર વર્ષમાં રૂપિયા 30,000 કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે. હાઇડ્રોજન એ વિશ્વમાં ઉર્જાનો સૌથી સારો સ્ત્રોત છે, જેનો ઉપયોગ વાહનો ચલાવવા, વીજળી ઉત્પન્ન કરવા, પાવર ઇન્ડસ્ટ્રીઝ અને ઘરોને ગરમ કરવા માટે થઈ શકે છે.
એસ્સાર ગ્રુપ ગુજરાતના જામનગરમાં ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ સ્થાપવા માટે આગામી ચાર વર્ષમાં રૂપિયા 30,000 કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે. ધાતુઓથી લઈને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધીના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત આ જૂથ સ્વચ્છ ઊર્જાને તેના વિકાસ માટે મુખ્ય આધારસ્તંભ તરીકે જોઈ રહ્યું છે.
એસ્સાર કેપિટલના ડિરેક્ટર પ્રશાંત રુઈયા, જે જૂથના રોકાણ પોર્ટફોલિયોનું સંચાલન કરે છે, જણાવ્યું હતું કે જૂથ બ્રિટનમાં તેની ઓઇલ રિફાઇનરીમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા, સાઉદી અરેબિયામાં એલએનજી અને ઇલેક્ટ્રિક ઇકોસિસ્ટમ બનાવવાનું વિચારી રહ્યું છે.
આગામી વર્ષમાં જામનગરમાં સ્થપાશે પ્લાન્ટ
જૂથ મુખ્યત્વે બેટરી, સોલાર પેનલ્સ અને ઇલેક્ટ્રિક વાહનો માટે વિન્ડ-ટર્બાઇન મેગ્નેટમાં ઉપયોગમાં લેવાતા જટિલ ખનિજોના ખાણકામ વ્યવસાયમાં પ્રવેશવાનું પણ વિચારી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે એસ્સાર ફ્યુચર એનર્જી આગામી ચાર વર્ષમાં જામનગરમાં એક ગીગાવોટ હાઇડ્રોજન ક્ષમતા તેમજ વાર્ષિક 10 લાખ ટન ગ્રીન મોલેક્યુલ્સ ક્ષમતા વિકસાવવાની યોજના બનાવી છે.
આ વિશેષતા હશે
રુઈયાએ કહ્યું કે, અમે જામનગરમાં ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટમાં આશરે રૂપિયા 30,000 કરોડનું રોકાણ કરવા જઈ રહ્યા છીએ. એસ્સાર, તેની પેટાકંપની એસ્સાર રિન્યુએબલ્સ દ્વારા, પાણીના અણુઓને વિભાજિત કરવા, હાઇડ્રોજન અને ઓક્સિજન ઉત્પન્ન કરવા માટે 4.5 GW નવીનીકરણીય ઊર્જાનો ઉપયોગ કરશે. હાઇડ્રોજન એ વિશ્વમાં ઉર્જાનો સૌથી સારો સ્ત્રોત છે, જેનો ઉપયોગ વાહનો ચલાવવા, વીજળી ઉત્પન્ન કરવા, પાવર ઇન્ડસ્ટ્રીઝ અને ઘરોને ગરમ કરવા માટે થઈ શકે છે.
આ છે કંપનીનો પ્લાન
તેમણે કહ્યું કે, ગ્રીન એમોનિયાને બદલે ગ્રીન મોલેક્યુલ્સ બનાવવાનો વિચાર છે, જેનું સીધું પરિવહન કરી શકાય. ગ્રીન એમોનિયા લેવામાં આવે છે અને હાઇડ્રોજનમાં રૂપાંતરિત થાય છે. તેની કિંમત ઘણી વધારે છે. તેથી અમે એક એવું પરિસર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે હાઇડ્રોજનમાંથી ગ્રીન મોલેક્યુલ્સ બનાવી શકે અને મોટા પાયે બાયોફ્યુઅલની નિકાસ કરી શકે.
કંપની દેવું મુક્ત છે
કેટલીક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ વેચ્યા બાદ ગ્રૂપ 2022માં દેવા મુક્ત થયું છે. હવે રિન્યુએબલ એનર્જી પ્લેટફોર્મ બનાવવાની સાથે કોલસામાંથી વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા વધારવાનો પણ નિર્ણય કર્યો છે. રુઈયાએ કહ્યું કે, આગામી 3-5 વર્ષમાં ક્ષમતાને 10,000 મેગાવોટ સુધી વધારવાનો વિચાર છે. તેમણે કહ્યું કે ગ્રીન ટ્રાન્સપોર્ટેશન સોલ્યુશન્સના ક્ષેત્રમાં એસ્સાર લાંબા અંતરની હેવી ડ્યુટી ટ્રકોને કાર્બન ઉત્સર્જન મુક્ત બનાવવા માટે એલએનજી અને ઇલેક્ટ્રિક ઇકોસિસ્ટમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
ટ્રકો રસ્તા પર સૌથી વધુ પ્રદૂષણ ફેલાવે છે
તેમણે કહ્યું કે, જૂથ પાસે 450 થી 500 LNG સંચાલિત ટ્રકોનો કાફલો છે, જેનો ઉપયોગ વિવિધ લોજિસ્ટિક્સ જરૂરિયાતો માટે થાય છે. ટ્રકો રસ્તા પર સૌથી વધુ પ્રદૂષણ ફેલાવે છે. આ ટ્રક દીઠ આશરે 110 ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. દેશમાં 40 લાખ ટ્રક છે અને નજીકના ભવિષ્યમાં આ સંખ્યા બમણી થવા જઈ રહી છે.
ટ્રકમાં ડીઝલને બદલે એલએનજીનો ઉપયોગ કરવાથી કાર્બન ઉત્સર્જનમાં 30-35 ટકાનો ઘટાડો થાય છે. તેમણે કહ્યું કે, આ સિવાય ગ્રુપ ઇલેક્ટ્રિક વાહનોને પણ પ્રમોટ કરી રહ્યું છે. આ રીતે કાર્બન ઉત્સર્જન લગભગ 60-70 ટકા ઘટાડી શકાય છે.