કાપડ મશીનરીની આયાત પર નિર્ભરતા ઘટાડવા પર ભાર, મોટા બજારોમાં પકડ બનાવવા ગુણવત્તા પર ધ્યાન આપવું જરૂરી

|

Oct 24, 2021 | 9:59 PM

પીયૂષ ગોયલે કહ્યું કે રાષ્ટ્રીય મૂડીગત સામાન નીતિ ઉત્પાદન ક્ષેત્રની નીતિ છે. સરકારે 2025 સુધીમાં કેપિટલ ગુડ્સના ઉત્પાદનને 101 અરબ ડોલર સુધી લઈ જવા માટે આ નીતિ બનાવી છે.

કાપડ મશીનરીની આયાત પર નિર્ભરતા ઘટાડવા પર ભાર, મોટા બજારોમાં પકડ બનાવવા ગુણવત્તા પર ધ્યાન આપવું જરૂરી
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ (ફાઇલ ફોટો)

Follow us on

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કાપડ મશીનરી ક્ષેત્રની આયાત પર નિર્ભરતા ઘટાડવાની વાત કરી હતી. તેમણે ટેક્સટાઇલ મશીનરી સેક્ટરમાં 100 ‘ચેમ્પિયન’ના વિકાસ પર ભાર મૂકતા કહ્યું કે ટેક્સટાઇલ એન્જિનિયરિંગ ઉદ્યોગ અને સરકારના સંયુક્ત પ્રયાસોથી સેક્ટરની આયાત નિર્ભરતા ઘટાડી શકાય છે. વાણિજ્ય અને ઉદ્યોગ, કાપડ, ગ્રાહક બાબતો તથા ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રીએ શુક્રવારે ટેક્સટાઇલ મશીનરી ઉત્પાદકો સાથે વિડીયો કોન્ફરન્સ દરમિયાન આ વાત કરી હતી.

દેશ – વિદેશના ટેક્સટાઇલ મશીન ઉત્પાદકોએ ચર્ચામાં ભાગ લીધો હતો

કેન્દ્રીય મંત્રીએ કાપડ મશીનરી ઉત્પાદકોને પહેલેથી તૈયાર સુવિધાઓ દ્વારા કામ કરવા અને ક્ષેત્રને ગતિશીલ બનાવવા જણાવ્યું હતું. વિદેશના 15 ટેક્સટાઇલ મશીન ઉત્પાદકો, 20 સ્થાનિક ઉત્પાદકો અને સાત ટેક્સટાઇલ મશીનરી અને સંલગ્ન ઉદ્યોગોના સંગઠનોએ આ ચર્ચામાં ભાગ લીધો હતો. આ ચર્ચાનો હેતુ મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ દેશમાં ટેક્સટાઇલ એન્જિનિયરિંગ ઉદ્યોગના વિકાસ માટે ઇકોસિસ્ટમ વિકસાવવા માટે સંભવિત વ્યૂહરચના ઘડવાનો હતો.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

કેપિટલ ગુડ્સના ઉત્પાદનને 101 અરબ ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક

પીયૂષ ગોયલે કહ્યું કે રાષ્ટ્રીય મૂડીગત સામાન નીતિ ઉત્પાદન ક્ષેત્રની નીતિ છે. સરકારે 2025 સુધીમાં કેપિટલ ગુડ્સના ઉત્પાદનને 101 અરબ ડોલર સુધી લઈ જવા માટે આ નીતિ બનાવી છે. મૂડીગત માલનું ઉત્પાદન મુલ્યના હીસાબથી 2014-15 માં 31 અરબ ડોલર હતું. એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ગોયલે ભારતીય ટેક્સટાઇલ મશીનરી ક્ષેત્રમાં 100 અગ્રણી એકમોના વિકાસ પર ભાર મૂક્યો હતો, જેની વૈશ્વિક સ્તરે ઓળખ બને.

ટેક્સટાઇલ મશીનરી ઉત્પાદનમાં વૈશ્વિક ખેલાડી બનવાના પ્રયત્નોની જરૂર છે

ગોયલે કહ્યું કે, ભારતે કાપડ મશીનરી ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક ખેલાડી બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિશ્વને જરૂર હોય તેવી ગુણવત્તા અને જથ્થા અનુસાર આવી મશીનરીનું ઉત્પાદન કરવું જોઈએ. તેમણે કહ્યું, અમે આયાતના વિરોધમાં નથી, પરંતુ કાપડ મશીનરી ઉદ્યોગ અને સરકારના સંયુક્ત પ્રયાસોથી આયાત પર નિર્ભરતા ઘટાડવાની જરૂર છે.

જો આપણે ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરીએ, તો  મોટા બજારો પર પકડ બનાવી શકીએ છીએ અને ઉચ્ચી ઉત્પાદકતા પ્રાપ્ત કરી શકીએ છીએ. આધુનિક અને અદ્યતન ટેક્સટાઇલ મશીનરી ઇકોસિસ્ટમથી દેશના અસંગઠિત કાપડ ઉદ્યોગને પણ લાભ મળશે.

આ પણ વાંચો :  PM Awas Yojana: સરકારી યોજના હેઠળ ઘર બનાવવા માટે ત્રણ ગણી વધુ રકમ મળી શકે છે, જાણો શું છે સરકારી યોજના

Next Article