AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

ભારતમાં ઇન્ટરનેટનું ભવિષ્ય હવે વધુ રસપ્રદ વળાંક લેવા જઈ રહ્યું છે. એક વૈશ્વિક ટેક જાયન્ટ ભારતના ટેલિકોમ ક્ષેત્રમાં પ્રવેશવા માટે તૈયાર છે. સરકારે સ્ટારલિંકને લીલી ઝંડી આપી દીધી છે અને ટૂંક સમયમાં એક મોટી જાહેરાત કરવામાં આવી શકે છે...

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Elon Musk
| Updated on: Jun 06, 2025 | 4:49 PM
Share

અમેરિકન રાજકારણમાં અટવાયેલા મસ્કને ભારત તરફથી રાહતના સમાચાર મળ્યા છે. ટેસ્લા અને સ્પેસએક્સના સ્થાપક એલોન મસ્કની કંપની સ્ટારલિંકને ભારત સરકાર તરફથી એક મહત્વપૂર્ણ મંજૂરી મળી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ભારતના ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયે સ્ટારલિંકને દેશમાં સેવાઓ શરૂ કરવા માટે જરૂરી ગ્લોબલ મોબાઇલ પર્સનલ કોમ્યુનિકેશન બાય સેટેલાઇટ (GMPCS) લાઇસન્સ આપ્યું છે. આ મંજૂરીને ભારતમાં વ્યાપારી કામગીરી તરફ કંપની માટે એક મોટું પગલું માનવામાં આવે છે.

હવે ભારતમાં ત્રણ સેટેલાઇટ ઇન્ટરનેટ કંપનીઓ સક્રિય છે

આ મંજૂરી સાથે, સ્ટારલિંક હવે આ લાઇસન્સ મેળવનારી ભારતની ત્રીજી કંપની બની ગઈ છે. અગાઉ, યુટેલસેટના વનવેબ અને રિલાયન્સ જિયોને પણ ભારત સરકાર તરફથી સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવાઓ માટે મંજૂરી મળી ચૂકી છે. આ લાઇસન્સ હેઠળ, આ કંપનીઓ ભારતના દૂરના અને ઇન્ટરનેટથી વંચિત વિસ્તારોમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સેવા પૂરી પાડવાનું લક્ષ્ય રાખે છે.

સ્ટારલિંક  3 વર્ષથી મંજૂરીની રાહ જોઈ રહી હતી

સ્ટારલિંક છેલ્લા 3 વર્ષથી ભારત સરકારની મંજૂરીની રાહ જોઈ રહી હતી. દેશમાં કોમર્શિયલ કામગીરી માટે મંજૂરીની ચર્ચા સૌપ્રથમ વર્ષ ૨૦૨૨ માં થઈ હતી પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને તે મુલતવી રાખવામાં આવતી રહી. એમેઝોનની કુઇપર હજુ પણ ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવા માટે લાયસન્સની રાહ જોઈ રહી છે.

તાજેતરના મહિનાઓમાં, મસ્કની કંપની સ્ટારલિંક અને અબજોપતિ મુકેશ અંબાણીની કંપની જિયો વચ્ચે ઘણો વિવાદ થયો છે. દેશે સેટેલાઇટ સેવાઓ માટે સ્પેક્ટ્રમ કેવી રીતે આપવું તે અંગે બંને કંપનીઓ વચ્ચે ટકરાવ થયો છે. ભારત સરકારનો નિર્ણય મસ્કના પક્ષમાં ગયો હોવા છતાં, સરકાર માને છે કે સ્પેક્ટ્રમ ફાળવવામાં આવવો જોઈએ અને હરાજી ન કરવી જોઈએ.

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">